For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રિકેટના મેદાન પર વીતેલા દાયકાના શ્રેષ્ઠ ODI બોલરની વાત થાય તો આ નામ અચૂક લેવા પડે!

ક્રિકેટના મેદાન પર વીતેલા દાયકાના શ્રેષ્ઠ ODI બોલરની વાત થાય તો આ નામ અચૂક લેવા પડે!

|
Google Oneindia Gujarati News

આ દાયકાની સર્વશ્રેષ્ઠ વનડે ઇલેવનના બેટિંગ ક્રમ બાદ હવે વન ડેમાં બોલરો પર નજર કરવી આવશ્યક બની જાય છે. આ બોલિંગ ઓર્ડર સાથે એક મજબૂત ટિમ બની શકે છે. આ ઓર્ડરમાં એક ઓલરાઉન્ડર છે. ક્રિકેટમાં દિવસે દિવસે બેટ્સમેનનો પ્રભાવ વધી રહ્યો છે ત્યારે બોલરોએ પોતાને સાબિત કરવા બહુ મહેનત કરવી પડે છે. એક બોલરને બેટ્સમેનની સરખામણીએ વધુ ફિટનેસ જાળવવી પડે છે. આપણે આજે એ ક્રિકેટરની વાત કરવાના છીએ જેને આટલા કપરા સંઘર્ષ વચ્ચે પણ પોતાને સાબિત કર્યા છે અને આ દાયકાના શ્રેષ્ઠ બોલરમાં સ્થાન મેળવ્યું છે.

શાકિબ અલ હસન - ઓલરાઉન્ડર

શાકિબ અલ હસન - ઓલરાઉન્ડર

શાકિબ અલ હસન આ દાયકાનો શ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. શાકિબ અલ હસનની સૌથી સારી વાત એ છે કે તે 3 અને 4 નમ્બર પર બેટિંગ કરી રન બનાવવા સાથે સાથે એક જાવવાબદર બોલર તરીકે 10 ઓવર બોલિંગ કરી શકે છે.

કોઈ પણ ઓલરાઉન્ડર માટે બેટિંગ અને બોલિંગ બંનેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવું કપરા ચડાણ સમાન છે. ત્યારે શાકિબ અલ હસને 2019 વિશ્વકપમાં 606 રન બનાવ્યા હતા.

શાકિબે 131 મેચમાં 40 ની સરેરાશથી 4276 રન બનાવ્યા છે. જેમાં 50 થી વધુ વખત 40 નો સ્કોર શામેલ છે. તે આ દાયકાનો બીજા ક્રમનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. શાકિબ અલ હસને ફક્ત 30 થી ઓછી સરેરાશ અને 4.72 ની ઇકોનોમી સાથે 177 વિકેટ લીધી છે.

લસિથ મલિંગા

લસિથ મલિંગા

તમામ ઝડપી બોલરોમાં વન ડે અને T20 ક્રિકેટમાં લસિથ મલિંગા છવાયેલો રહ્યો આ દાયકામાં 200 થી વધુ વિકેટ લેનાર એકમાત્ર બોલર છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં તે ધાર ગુમાવી રહ્યો છે પરંતુ તેને હજુ પ્રદર્શન જાળવી રાખ્યું છે. મલિંગાએ 2011ના વર્લ્ડકપમાં શ્રેષ્ઠ પ્રદર્શન સાથે 13 વિકેટ ઝડપી હતી.

બીજા બોલરો કરતા વધુ મેચ રમનાર મલિંગાએ 162 મેચોમાં 30 ની નીચેની સરેરાશ અને 5.46 ના ઇકોનોમી રેટ સાથે 248 વિકેટ લીધી છે. 8 વખત પાંચ વિકેટ ઝડપી ચુક્યો છે.

ટ્રેન્ટ બોલ્ટ

ટ્રેન્ટ બોલ્ટ

ટ્રેન્ટ બોલ્ટ કેટલો ખાસ બોલર છે એ વાતનો અંદાજ તમે એ વાતથી લગાવી શકશો કે એને 2019ના વર્ષમાં સૌથી મહત્વની બે ઓવર ન્યુઝીલેન્ડ માટે ફેંકી હતી. એક ફાઇનલની 50 મી ઓવર અને બીજી સુપરઓવર હતી. બોલ્ટ દરેક પરિસ્થિતિમાં તેના કુલ રહેવા માટે ઓળખાય છે.

બોલ્ટે 89 મેચમાં 25.06 ની સરેરાશથી 164 વિકેટ લીધી હતી. સૌથી મુશ્કેલ ઓવરમાં બોલિંગ કરવા છતાં તેનો ઇકોનોમી રેટ લગભગ 5 હતો. ફક્ત મલિંગાએ બોલ્ટ કરતા વધુ મેડલ ઓવર ફેંકી છે. મલિંગા પાસે 69 મેડન છે જ્યારે બોલ્ટે 58 મેડલ ઓવરમાં બોલિંગ કરી છે.

ઇમરાન તાહિર

ઇમરાન તાહિર

ઇમરાન તાહિર મેદાન પર તેના દ્વારા કરાતી શાનદાર ઉજવણી માટે જાણીતો છે. 2019માં વર્લ્ડ કપનો પહેલો બોલ ફેંકનાર પ્રથમ સ્પિનર ​​પણ બન્યો.

તાહિર આ દાયકામાં 107 મેચોમાં 173 વિકેટ ઝડપીને સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર છે. 24.83 ની સરેરાશ અને 4.65 ની ઇકોનોમી સાથે તે દક્ષિણ આફ્રિકા માટે હીરા સમાન સાબિત થયો છે. તાહિરે વર્લ્ડ કપ બાદ નિવૃતીની જાહેરાત કરી હતી.

દશકાની 'બેસ્ટ ODI ઈલેવન'નો બેટિંગ ઑર્ડર, જેમાં સામેલ છે 3 ભારતીય બેટ્સમેનદશકાની 'બેસ્ટ ODI ઈલેવન'નો બેટિંગ ઑર્ડર, જેમાં સામેલ છે 3 ભારતીય બેટ્સમેન

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
here is the best odi bowling attack of ODI
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X