For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 8ની ધમાકેદાર શરૂઆત, વાંચો સંપૂર્ણ ગાઇડલાઇન

|
Google Oneindia Gujarati News

આઇપીએલ જોતજોતામાં કેવી રીતે ભારતનો એક તહેવાર બની ગયો તેની ખબર જ ના પડી. આઇપીએલને લઇને માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયાના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 8 એપ્રિલથી આઇપીએલના આઠમાં સંસ્કરણની શરૂઆત થઇ ચૂકી છે. રોમાંચ, ઉત્સાહ અને ગ્લેમરથી ભરેલા ઇન્ડિયાના તહેવારની ઓપનિંગ મેચમાં કોલકાતાએ મુંબઇને 7 વિકેટથી હરાવી દીધું છે.

આઇપીએલ 8માં 47 દિવસોમાં કુલ 60 મેચો રમાશે. આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ કોલકાતા દ્વારા આયોજીત કરવામાં આવશે, જે ઇડન ગાર્ડનમાં 24 મેના રોજ રવિવારે રમાશે. ભારતના આ તહેવારને જોવા અને માણવા માટે દુનિયાભરમાં કરોડો દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે. અત્રે નોંધનીય છે કે ઘણીબધી ટીવી ચેનલ્સ પર આપ દુનિયામાં કોઇપણ દેશમાંથી આઇપીએલ 8ની મજા માણી શકો છો. આપના માટે અહીં લઇને આવ્યા છીએ આઇપીએલ 8ની સંપૂર્ણ ગાઇડ લાઇન લઇને...

આઇપીએલ 2015ની સંપૂર્ણ ગાઇડ લાઇન આ પ્રમાણે છે...

ઓપનિંગ મેચ - કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે - 8 એપ્રિલ (8 PM IST), ઇડન ગાર્ડન કોલકાતા

ફાઇનલ - 24 મે (8 PM IST), ઇડન ગાર્ડન કોલકાતા

ઓપનિંગ સેરેમની - 7 એપ્રિલ (7.30 PM IST), સોલ્ટ લેક સ્ટેડિયમ, કોલકાતા

ગત સિઝનની ચેમ્પિયન ટીમ - કોલકાતા નાઇટ રાઇડર્સ
કુલ મેચ - 60
કુલ દિવસો - 47
કંઇ ચેનલો આઇપીએલ મેચનું લાઇવ પ્રસારણ કરશે? - સોની મેક્સ અને સોની સીક્સ
મેચ ટાઇમ - 4 PM અને 8 PM IST
સૌથી મોંઘા ખેલાડીઓ - દિલ્હી ડેરડેવિલ્સના યુવરાજ સિંહ (16 કરોડ)
પુરસ્કાર પેટે રૂપિયા - વિજેતા - રૂપિયા 15 કરોડ; રનર અપ - રૂપિયા 10 કરોડ

એવોર્ડ - ઓરેન્જ કેપ (સૌથી વધારે રન બનાવનાર); પર્પલ કેપ (સૌથી વધારે વિકેટ લેનાર); સૌથી વેલ્યુએબલ ખેલાડી; ફેર પ્લે, ઇમરજીંગ પ્લે; કેચ ઓફ ધ ટૂર્નામેન્ટ.

સ્ટેડિયમ (12):
ઇડન ગાર્ડન, કોલકાતા, કેપેસિટી- 66,349
એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ (બેંગલુરુ), કેપેસિટી- 36,760
એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેન્નાઇ), કેપેસિટી- 37,260
ફીરોઝશાહ કોટલા (દિલ્હી), કેપેસિટી- 55,000
રાજીવ ગાંધી ઇંટરનેશનલ સ્ટેડિયમ (હૈદરાબાદ), કેપેસિટી- 55,000
એમસીએ ઇંટરનેશનલ સ્ટેડિયમ (પુણે), કેપેસિટી- 36,000
વાનખેડે સ્ટેડિયમ (મુંબઇ), કેપેસિટી- 33,482
બ્રાબોર્ને સ્ટેડિયમ (મુંબઇ), કેપેસિટી- 20,000
સરદાર પટેલ સ્ટેડિયમ (અમદાવાદ), કેપેસિટી- 54,000
પીસીએ સ્ટેડિયમ (મોહાલી), કેપેસિટી- 40,000
એસીએ-વીડિસીએ સ્ટેડિયમ (વિશાખા પટ્ટનમ), કેપેસિટી- 25000
છત્તિસગઢ ઇંટરનેશનલ સ્ટેડિયમ (રાયપુર), કેપેસિટી- 50,000

8 કેપ્ટન:

સીએસકે - મહેન્દ્ર સિંહ ધોની (ભારત)
ડીડી - જેપી ડ્યૂમિનિ (દક્ષિણ આફ્રિકા)
કેઇલેવનપી - જ્યોર્જ બેલી (ઓસ્ટ્રેલિયા)
કેકેઆર - ગૌતમ ગંભીર (ભારત)
એમઆઇ - રોહીત શર્મા (ભારત)
આરસીબી - વિરાટ કોહલી (ભારત)
આરઆર - શેન વોટસન (Australia)
એસઆરએસ - ડેવિડ વોર્નર (Australia)

8 કોચ:
સીએસકે - સ્ટીફન ફ્લેમિંગ (ન્યૂઝીલેન્ડ)
ડીડી - ગેરી સર્સ્ટન (સાઉથ આફ્રીકા)
કેઇલેવનપી - સંજય બંગાર (ભારત)
કેકેઆર - ત્રિવોર બેલીસ (ઓસ્ટ્રેલિયા)
એમઆઇ - રિકી પોંટિંગ (ઓસ્ટ્રેલિયા)
આરસીબી - ડેનિયલ વિટ્ટોરી (ન્યૂઝીલેન્ડ)
આરઆર - પેડ્ડી અપટોન (સાઉથ આફ્રીકા)
એસઆરએસ - ટોમ મૂડી (ઓસ્ટ્રેલિયા)

ઓફીસીયલ ટ્વિટર હેંડલ: @IPL
ઓફીસીયલ ટેગ : @pepsiIPL

પાછલી સિરીઝના ચેમ્પિયન્સ:
2008 - રાજસ્થાન રોયલ્સ
2009 - ડેક્કન ચાર્જર્સ
2010 - ચેન્નાઇ સુપર કિંગ્સ
2011 - ચેન્નાઇ સુપર કિંગ્સ
2012 - કોલકાતા નાઇટ રાઇડર્સ
2013 - મુંબઇ ઇન્ડિયન્સ
2014 - કોલકાતા નાઇટ રાઇડર્સ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
60 matches, over 47 days, will be played and the final will be hosted by Kolkata at Eden Gardens on 24 May (Sunday). Here is your complete guide to IPL 2015.
Read in English: English
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X