
વિશ્વકપ 2019: સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો 18 રને પરાજય
વિશ્વકપ 2019ની પહેલી સેમીફાઈનલ જબરદસ્ત રોમાંચ સાથે પોતાના આશ્વર્યચક્તિ પરિણામ સાથે સમાપ્ત થઈ. વિશ્વકપ જીતવાની દાવેદાર માનવામાં આવી રહેલી ટીમ ઈન્ડિયાને છૂપા રુસ્તમ ન્યૂઝીલેન્ડે હરાવીને ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આ સાથે ભારતની શાનદાર સફર એક ખરાબ દિવસના કારણે સમાપ્ત થઈ ગઈ. ન્યૂઝીલેન્ડે આ મેચમાં પહેલા બેટિંગ કરીને 239 રન બનાવ્યા હતા. જ્યારે ભારતે બહુ જ ખરાબ શરૂઆત કરી પરંતુ બાદમાં ધોની અને જાડેજાએ સારી ભાગીદારી કરીને ભારતને ફરીથી મેચમાં કમબેક કરાવી દીધુ પરંતુ તે ભારતને જીત અપાવી શક્યા નહિ.
આ મુકાબલામાં ટૉસ જીતીને ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. ભારતે પોતાની બોલિંગથી ન્યૂઝીલેન્ડના બોલરોને શરૂઆતથી અંત સુધી બાંધી રાખ્યા. જસપ્રીત બુમરાહે માર્ટિન ગુપ્ટિલને 1 રનના સ્કોર પર આઉટ કરીને કીવિયોને પહેલા જ મોટો ઝટકો આપી દીધો અને ત્યારબાદ ન્યૂઝીલેન્ડે ઘણી ધીમી બેટિંગ કરી. માર્ટિન ગુપ્ટિલે જ્યાં 1 રન બનાવવા ટે 14 રન કર્યા ત્યાં નિકોલસે પણ 51 બોલમાં 28 રન કર્યા. કેપ્ટન કેન વિલિયમસને 95 બોલમાં 67 રન બનાવ્યા.
આ પણ વાંચોઃ ભારતે ખાલિસ્તાન સમર્થિત સંગઠન 'સિખ ફૉર જસ્ટીસ' પર લગાવ્યો પ્રતિબંધ
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો