For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બલિદાન બૅજ પર BCCIને ICCનોજવાબ- ધોનીએ નિયમ તોડ્યો

બલિદાન બૅજ પર BCCIને ICCનોજવાબ- ધોનીએ નિયમ તોડ્યો

|
Google Oneindia Gujarati News

સાઉથ આફ્રિકા સામે બલિદાન બૅજવાળા ગ્લવ્સ પહેરીને મેદાનમાં ઉતરેલ ધોનીને જેમણે પણ જોયા, તેઓ ધોનીની વાહવાહી કરતા ખુદને રોકી ન શક્યા, પરંતુ આઈસીસીને આ બિલકુલ પસંદ નથી આવ્યું. આઈસીસીએ બીસીસીઆઈને કહ્યું કે ધોનીએ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તેઓ ગ્લવ્સ પર કોઈ ખાનગી મેસેજ ન લખી શકે. હવે સવાલ ઉઠે છે કે શું ધોનીએ ઓસ્ટ્રેલિયા સામે રમાનાર આગામી મેચમાં પોતાના આ ગ્લવ્સનું બલિદાન આપવું પડશે? આઈસીસીના વલણથી આવું જ લાગે છે. આજે સવારે બીસીસીઆઈએ આઈસીસી પાસેથી માંગણી કરી હતી કે ધોનીને બલિદાન બૅજ વાળા ગ્લવ્સ પહેરીને રમવાની મંજૂરી આપવામાં આવે. આ માંગણી પર આઈસીસીએ સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે કે ધોની બલિદાન બૅજના ગ્લવ્સ સાથે ન રમી શકે.

ICCનો BCCIને જવાબ

આઈસીસીએ બીસીસીઆઈને કહી દીધું કે ધોની આ ગ્લવ્સ પહેરીને બીજીવાર મેદાનમાં ના ઉતરે. આઈસીસીએ જી-1 નિયમનો હવાલો આપતા આ ધોનીને ગ્લવ્સ પહેરવાની ના પાડી દીધી છે, જે દલિલમાં કકે છે કે મેદાન પર કોઈપણ ખેલાડી પોતાના ડ્રેસ પર એવા કોઈ ચિહ્નનો ઉપયોગ ન કરી શકે, જેનાથી કોઈ ધાર્મિક, રાજનૈતિક કે લૈંગિક સંદેશ જાય અથવા કોઈની ભાવનાઓને ઠેંસ પહોંચે.

ચિહ્નને ધાર્મિક બાવના સાથે કોઈ લેવાદેવા નથી

ચિહ્નને ધાર્મિક બાવના સાથે કોઈ લેવાદેવા નથી

બીસીસીઆઈના સીઈઓ વિનોદ રાયે કહ્યું કે અમે બીસીસીઆઈ તરફથી આઈસીસને સૂચના મોકલી આપી છે કે ધોનીના ગ્લવ્સમાં જે ચિહ્ન છે તેનો કોઈ વ્યવસાયિક અને ધર્મના સાંકેતિક સાથે કોઈ લેવાદેવા નથી. જેવું કે આપણે બધા જાણીએ જ છીએ કે તેમને જલદી જ અનુમતિ મળી શકે છે. જો કે, વિનોદ રાયની અપેક્ષાથી વિપરિત આઈસીસીએ અનુમતિ આપવાનો ઈનકાર કરી દીધો છે.

શું છે સમગ્ર મામલો

શું છે સમગ્ર મામલો

37 વર્ષના મહેન્દ્ર સિંહ ધોની ગ્લવ્સ પર બલિદાન બૅજ અથવા સેનાનું પ્રતીક ચિહ્ન એ સમયે જોવા મળ્યું હતું જ્યારે તેઓ બુધવારે સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાયેલ મેચની 40મી ઓવર દરમિયાન યુઝવેન્દ્ર ચહલની બોલ પર બેટ્સમેન એંડિલે ફેહલુકવાયોને સ્ટમ્પ આઉટ કર્યો હતો. જે બાદ તેની તસવીરો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ ગઈ હતી.

CWC19: ધોનીના ગ્લવ્ઝ પરથી 'બલિદાન બેજ' હટાવવા ICCએ BCCIને અનુરોધ કર્યોCWC19: ધોનીના ગ્લવ્ઝ પરથી 'બલિદાન બેજ' હટાવવા ICCએ BCCIને અનુરોધ કર્યો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ICC denies ms dhoni permission to wear gloves with balidan badge in icc world cup 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X