For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્લ્ડ કપ 2019: ભારતની પહેલી મેચ દ.આફ્રિકા સામે, પાક. સામે આ દિવસે મેચ

ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2019 માં પોતાના અભિયાનની શરુઆત પાંચ જૂને દક્ષિણ આફ્રિકા સામે કરશે જ્યારે પાકિસ્તાન સામે તેનો સામનો 16 જૂને થશે.

|
Google Oneindia Gujarati News

ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2019 માં પોતાના અભિયાનની શરુઆત પાંચ જૂને દક્ષિણ આફ્રિકા સામે કરશે જ્યારે પાકિસ્તાન સામે તેનો સામનો 16 જૂને થશે. વર્લ્ડ કપ 2019 ઈંગ્લેન્ડમાં 30 મે થી 14 જૂલાઈ વચ્ચે રમાશે.

world cup 2019

બીસીસીઆઈની લોઢા સમિતિની ભલામણો મુજબ આઈપીએલ અને આંતરરાષ્ટ્રીય મેચ વચ્ચે 15 દિવસનું અનિવાર્ય અંતર રાખવું પડશે. આ મામલે મંગળવારે અહીં આઈસીસીના મુખ્ય કાર્યકારીઓની બેઠકમાં ચર્ચા થઈ. આઈસીસીએ નિર્ણય કર્યો કે આગામી વર્ષે ઈંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વકપમાં ભારત પોતાની પહેલી મેચ 2 જૂનના બદલે 5 મી જૂને દક્ષિણ આફ્રિકા સામે રમશે.

પાકિસ્તાન સામે નથી પહેલી મેચ
આ પહેલા આઈસીસીની મોટી ટુર્નામેન્ટની શરુઆત ભારત-પાકિસ્તાન મેચથી થતી હતી કારણકે આ બંને ટીમો વર્લ્ડ કપ માટે લોકોની રુચિ વધારવામાં ખૂબ મહત્વની ભૂમિકા નિભવાવતી આવી છે. વર્લ્ડ કપ 2015 માં ઓસ્ટ્રેલિયા (એડિલેડ) અને ચેમ્પિયન્સ ટ્રોફી-2017 (બર્મિંઘમ) માં પણ આવું જ થયું હતું.

જાણો ભારતની મેચો ક્યારે રમાશે
હજુ સુધી આઈસીસીએ અધિકૃત રીતે મેચોની યાદી જણાવી નથી પરંતુ પ્રસ્તાવિત શિડ્યુલ આ રહ્યું..

  • જૂન 5: Vs આફ્રિકા
  • જૂન 9: Vs ઓસ્ટ્રેલિયા
  • જૂન 13: Vs ન્યૂઝીલેન્ડ
  • જૂન 16: Vs પાકિસ્તાન
  • જૂન 22: Vs અફઘાનિસ્તાન
  • જૂન 27: Vs વેસ્ટઈન્ડીઝ
  • જૂન 30: Vs ઈંગ્લેન્ડ
  • જૂલાઈ 2: Vs બાંગ્લાદેશ
  • જૂલાઈ 6: Vs શ્રીલંકા
  • જૂલાઈ 9: પહેલી સેમી ફાઈનલ
  • જૂલાઈ 11: બીજી સેમી ફાઈનલ
  • જૂલાઈ 14: ફાઈનલ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ICC World cup 2019 india open campaign against SA on june 5 face pakistan on june 16
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X