For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs AUS: બીજી ટેસ્ટમાં મિચેલ સ્ટાર્કના નામે રેકોર્ડ નોંધાયો

IND vs AUS: બીજી ટેસ્ટમાં મિચેલ સ્ટાર્કના નામે રેકોર્ડ નોંધાયો

|
Google Oneindia Gujarati News

India vs Australia 2nd Test: ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં કાંગારુ બોલર મિચેલ સ્ટાર્કે એકવાર ફરી શ્રેષ્ઠ બોલિંગ કરી. મિચેલ સ્ટાર્કે ભારત વિરુદ્ધ પહેલી ઈનિંગમાં મયંક અગ્રવાલ અને રિષભ પંતને પેવેલિયન ભેગા કર્યા. આ બે વિકેટ સાથે જ સ્ટાર્કે પોતાના નામે એક શ્રેષ્ઠ રેકોર્ડ નોંધાવી લીધો. મિચેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયાના એા બીજા બોલર બની ગયા જેમણે ટેસ્ટ કરિયરમાં 250 વિકેટ ચટકાવવાનો કીર્તિમાન પોતાના નામે કર્યો. અગાઉ ઓસ્ટ્રેલિયાના મિચેલ જોનસને 313 ટેસ્ટ વિકેટ પોતાના નામે કરી.

ind vs aus 2020-21

આ ઉપરાંત મિચેલ સ્ટાર્કે પોતાના નામે એક જબરો રેકોર્ડ પણ નોંધ્યો. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી તેજ 250 વિકેટ લેનાર સ્ટાર્ક પાંચમા બોલર બની ગયા છે. અગાઉ ડેનિસ લિલીના નામે સૌથી તેજ 55 ટેસ્ટ મેચમાં 250 વિકેટ લેવાનો રેકોર્ડ હતો. જ્યારે શેન વૉર્ન અને ગ્લેન મૈકગ્રાએ પણ 55 ટેસ્ટ મેચમાં 250 વિકેટ લેવાનો રેકોર્ડ સ્થાપ્યો. મિચેલ જૉનસનના નામે 57 મેચમાં 250 વિકેટ લીધી. આ ઉપરાંત 250 ટેસ્ટ વિકેટ લેનાર સ્ટાર્ક 9મા ઓસ્ટ્રેલિયાઈ બોલર બની ગયા છે.

IND vs AUS: પ્રથમ દિવસ સમાપ્ત, ઓસ્ટ્રેલિયા 195 રન પર ઓલઆઉટ, ભારતનો સ્કોર 36-1IND vs AUS: પ્રથમ દિવસ સમાપ્ત, ઓસ્ટ્રેલિયા 195 રન પર ઓલઆઉટ, ભારતનો સ્કોર 36-1

જમોડી પેસરની વાત કરીએ તો મિચેલ સ્ટાર્ક છઠ્ઠા એવા બોલર છે જેમણે પોતાના નામે 250 ટેસ્ટ વિકેટનો કીર્તિમાન કર્યો. જમોડી હાથના પેસરની વાત કરીએ તો પાકિસ્તાનની વસીમ આકરમનાનામે સૌથી વધુ ટેસ્ટ વિકેટનો રેકોર્ડ છે. વસીમ અકરમે 104 ટેસ્ટ મેચમાં 414 વિકેટ હાંસલ કરી છે. બીજા નંબરે ચામિંડા વાસ છે, જેમણે 111 મેચમાં 355 વિકેટ, ત્રીજા સ્થાને મિચેલ જૉનસન છે, જેમના નામે 73 મેચમાં 313 વિકેટ છે. ચોથા સ્થાને ઝાહીર ખાન છે જેમના નામે 92 મેચમાં 311 વિકેટ અને પાંચમા સ્થાને ટ્રેંટ બોલ્ટ છે જેમના નામે 70 મેચમાં 272 વિકેટ છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Ind vs Aus 2nd Test: Mitchel Stark registered new record
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X