• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IND vs BAN: ઈન્દોરમાં ટેસ્ટ માટે તૈયાર ટીમ ઈન્ડિયા, આવી હોય શકે પ્લેઈંગ ઈલેવન

|

નવી દિલ્હીઃ બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સીરિઝમાં આકરી ટક્કર આપ્યા બાદ ટીમ ઈન્ડિયા હવે ક્રિકેટના અસલી ફોર્મેટ ટેસ્ટ પર ધ્યાન કેન્દ્રીત કરશે. જો કે 22 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાનાર ઐતિહાસિક ડે-નાઈટટ ટેસ્ટ બહુ ચર્ચામાં છે, પરંતુ બે ટેસ્ટ મેચની સીરિઝ ઈન્દોરમાં 14 નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. રિપોર્ટ્સ મુજબ ઈન્દોરની પિચ તમામ પ્રકારના બોલર્સને સપોર્ટ કરશે તેવી ઉમ્મીદ છે. એટલે કે આ પિચ પર પેસરને જલદી જ ઉછાળ અને મદદ મળી શકે છે, પરંતુ એક બેટ્સમેન પર ટકી જવા પર સારો સ્કોર કરી શકે છે. MPCAના ક્યૂરેટરે આની પુષ્ટિ કરતા કહ્યું કે "પિચ બધા માટે મદદરૂત થશે, ટેસ્ટ મુજબ પિચ તમામ પાંચ દિવસ માટે સારી રહેશે."

રોહિત શર્મા અને મયંક અગ્રવાલ શાનદાર ફોર્મ ચાલુ રાખશે

રોહિત શર્મા અને મયંક અગ્રવાલ શાનદાર ફોર્મ ચાલુ રાખશે

આ તમામ પરિસ્થિતિઓ અને ખેલાડીઓના ફોર્મને ધ્યાનમાં રાખતા ચાલો ઈન્દોર ટેસ્ટ માટે ભારતની પ્લેઈંગ ઈલેવન પર નજર નાખીએ. શરૂઆત ટૉપથી કરીએ તો બદલાવની આવશ્યકતા નથી. રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ એક ટેસ્ટ સલામી બેટ્સમેનના રૂપમાં બે સદી અને એક બેવડી સદી ફટકારી હતી જ્યારે મયંક અગ્રવાલે પણ આ ક્રમમાં આગળ રહેતા એક શદીની સાથે પહેલી બેવડી સદી ફટકારી. આ જોડી બાંગ્લાદેશ વિરુદ્ધ પોતાનું શાનદાર ફોર્મ યથાવત રાખવા માંગશે.

ગૂંચવાયેલો મધ્યમ ક્રમ

ગૂંચવાયેલો મધ્યમ ક્રમ

ભારતીય મધ્ય ક્રમ ઘણી હદ સુધી ગૂંચવાયેલો છે કેમ કે રોહિત શર્મા હવે શીર્ષ ક્રમ પર પહોંચી ગયા છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સીરિઝમાં ચેતેશ્વર પુજારાને બે ફિફ્ટી મળી. જો કે તેમણે પાછલી બે ટેસ્ટ શ્રેણીમાં સદી ન બનાવી, અને આ વખતે પૂજારાનો ઉદ્દેશ્ય સદી તરફ આગળ વધવાનો રહેશે. નંબર ચાર પર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું નામ નક્કી છે જેમણે પુણેમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પોતાનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર 254 નાબાદ નોંધાવ્યો. જ્યારે અજિંક્ય રહાણેએ વેસ્ટઈન્ડીઝમાં સદીની સાથે પોતાના કરિયરની ફરીધી જીવંત કરી દીધું અને તે બાદ રાંચીમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વધુ એક શાનદાર ઈનિંગ રમી. તે કોહલી પછી આવશે અને હવે મોકો મળ્યો તો વધુ એક શાનદાર સદી ફટારવા ઈચ્છશે.

જાડેજા અને ફરી એકવાર સહાને મોકો મળ્યો

જાડેજા અને ફરી એકવાર સહાને મોકો મળ્યો

રવિન્દ્ર જાડેજાએ પાછલા વર્ષની સરખામણીએ ટેસ્ટમાં પોતાની બેટિંગમાં ઘણો સુધારો કર્યો છે, અને દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં છઠ્ઠા નંબરે બેટિંગ કરી છે. પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં ધી ઓવલમાં ઈંગ્લેન્ડ િરુદ્ધ 86 રન બાદ તેમણે રાજકોટમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 100 રન બનાવ્યા, અને ઓસ્ટ્રેલિયા તથા વેસ્ટ ઈન્ડિઝમાં ફિફ્ટી ફટકારી છે. પ્રોટિયાજ વિરુદ્ધ તેમણે પુણેમાં 91 અને રાંચીમાં 51 રન બનાવ્યા. તેમણે બોલની સાથે ત્રણ ટેસ્ટમાં 13 વિકેટ લઈ સારો રેકોર્ડ બનાવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝમાં ઋષભ પંતના અસફળ થવાની સાથે જ ભારતે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ માટે અનુભવી રિદ્ધિમાન સહાને ગ્લાઉઝ પરત સોંપવાનો ફેસલો કર્યો. અને સહા સ્ટમ્પની પાછળ શાનદાર રહ્યા.

તેજ બોલર્સની વચ્ચે શું કુલદિપને મોકો મળશે?

તેજ બોલર્સની વચ્ચે શું કુલદિપને મોકો મળશે?

રવિચંદ્રન અશ્વિનને મુખ્ય સ્પિનરના સ્લૉટ અને ભારતના બોલિંગ લાઈનઅપ પર ફોકસ કરવા પર ધ્યાન લગાવવાનું છે. તેમણે વિશાખાપટ્ટનમમાં સાત અને પુણેમાં ચાર વિકેટ ખેરવી હતી. રાંચીમાં તેમની પાસે કરવા માટે ઘણું બધું નહોતું કેમ કે પેસર ઘમાસાણ મચાવી રહ્યા હતા. ફિટ થઈ ચૂકેલા કુલદીપ યાદવને સ્ક્વૉડમાં સિલેક્ટ કરવામાં આવ્યા છે, પરંતુ પિચની વાસ્તવિક પ્રકૃતિને જોતા ભારતના ત્રણ પેસરો સાથે જવાની સંભાવના છે. ઈશાંત શર્માની વાપસી થઈ શકે છે. જ્યારે શમી અને યાદવ રમે તે નક્કી છે. આફ્રિકા વિરુદ્ધ મોહમ્મદ શમી શાનદાર હતા, જ્યારે ઉમેશ યાદવ પોતાની વાપસી પર કમાલનં પ્રદર્શન કરી ટીમમાં એકવાર ફરી ફિટ થઈ ગયા છે. તેમણે પ્રોટિયાઝ વિરુદ્ધ બે ટેસ્ટ મેચમાં 11 વિકેટ ખેરવી.

ICC ODI Ranking: બુમરાહ-કોહલી ટૉપ પર, મુજબી ઉર રહેમાને રબાડાને પાછળ છોડ્યો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs Ban: Team india is ready for indore test, here is playing 11
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X