IND vs ENG 2nd Test: ભારતે ટોસ જીતી પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો
IND vs ENG 2nd Test: ભારતે ટોસ જીતી પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે ચેન્નઈમાં બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. ભારતીય ટીમે ટૉસ જીતી પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતનો આ નિર્ણય સમજદારીભર્યો છે કેમ કે પહેલાં બેટિંગ કરતી ટીમને આ પિચ પર વધુ મદદ મળે છે. પહેલી ટેસ્ટમાં કરારી હાર બાદ આજે ભારતીય ટીમ જીત સાથે ટેસ્ટ સિરીઝમાં બરાબરી કરવાના ઉદ્દેશ્યથી મેદાન-એ-જંગમાં ઉતરશે.

ટૉસ બાદ ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન જો રૂટે કહ્યું કે, જો ટૉસ જીત્યા હોત તો અમે પણ પહેલાં બેટિંગ જ પસંદ કરી હોત. જ્યારે કોહલીએ કહ્યું કે વિકેટ સારી છે, બેટિંગ માટે પહેલો દિવસ સારો રહેશે. બીજા દિવસેથી પિચ થોડી સ્લો થઈ જાય તેવું લાગી રહ્યું છે.
ભારત અને ઈંગ્લેન્ડ બંને ટીમ તરફથી થોડા બદલાવ કરવામાં આવ્યા છે. વૉશિંગ્ટન સુંદર, નદિમ અને બુમરાહને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા નથી મળી.
ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ.
ઈંગ્લેન્ડ ટીમની પ્લેઈંગ ઈલેવન
રોરી બર્ન્સ, ડોમનિક સિબલી, ડેનિયલ લોવરેન્સ, જો રૂટ, બેન સ્ટોક્સ, ઓલી પોપ, બેન ફોક્સ, મોઈન અલી, સ્ટુઅર્ટ બ્રોડ, જેક લીચ, ઓલી સ્ટોન.












Click it and Unblock the Notifications
