For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs ENG: ચેન્નઈ ટેસ્ટમાં અશ્વિને નોંધાવ્યો આ ખાસ રેકોર્ડ

IND vs ENG: ચેન્નઈ ટેસ્ટમાં અશ્વિને નોંધાવ્યો આ ખાસ રેકોર્ડ

|
Google Oneindia Gujarati News

ભારત અને ઈંગ્લેન્ચ વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન અંતર્ગત ચાલી રહેલ 4 મેચની ટેસ્ટ સિરીઝનો હાલ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ પર પહેલી મેચ રમાઈ રહી છે, અને ત્રીજા દિવસની રમત પૂરી થતા સુધી ઈંગ્લેન્ડની ટીમનો દબદબો યથાવત છે. પહેલાં બેટિંગ કરતાં ઈંગ્લેન્ડની ટાીમે પહેલી ઈનિંગમાં 578 રન બનાવવાનું કામ કર્યું જ્યારે બોલિંગમાં પણ ભારતીય ટીમની 6 વિકેટ ખેડવી બેકફૂટ પર ધકેલી દીધી છે.

r ashwin

જ્યાં ઈંગ્લેન્ડના બેટ્સમેન સામે ભારતીય બોલર્સ લથડતા જોવા મળી રહ્યા હતા જ્યારે ટીમના ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને એક ખાસ પ્રકારનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેમણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 55.1 ઓવર્સની બોલિંગ કરી જે તેમના ટેસ્ટ કરિયરમાં ફેંકેલ અત્યાર સુધીનો સૌથી વડો બૉલિંગ સ્પેલ છે.

ભારતીય ટીમ માટે રવિચંદ્રન અશ્વિને આનાથી પહેલાં 2011-12માં 10 વર્ષ પહેલા એડિલેડના મેદાન પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 53 ઓવરનો સ્પેલ ફેંક્યો હતો. જ્યારે આ યાદીમાં ત્રીજા નંબરે 2018-19નો ઓસ્ટ્રેલિયા પ્રવાસ પણ સામેલ છે જેમાં એડિલેડના મેદાન પર જ અશ્વિને 52.5 ઓવરની બોલિંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે આ મેચમાં 3 સ્પિનર બેટ્સમેન સાથે રમવાનો ફેસલો કર્યો અને ટીમમાં સીનિયર હોવાને પગલે વિકેટ લેવાનો દારોમદાર અશ્વિન પાસે જ હતો.

જ્યારે ઈંગ્લેન્ડની ટીમે પણ ભારતીય જમીન પર સૌથી લાંબા સમય સુધી એક ઈનિંગમાં રમવાનો રેકોર્ડ હાંસલ કરતી યાદીમાં બીજું સ્થાન હાંસલ કરી લીધું છે. ઈંગ્લેન્ડની ટીમે 190.1 ઓવર સુધી બેટિંગ કરી 578 રન બનાવવાનું કામ કર્યું છે. જ્યારે સાઉથ આફ્રિકાની ટીમે વર્ષ 2005માં કાનપુરના મેદાન પર 190.4 ઓવર્સ સુધી બેટિંગ કરી 510/9 પર ઈનિંગ ડિક્લેર કરી હતી, જો કે આ મેચ ડ્રો રહ્યો હતો.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs ENG: Ashwin sets this special record in the Chennai Test
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X