Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ind Vs Eng : રવિચંદ્નન અશ્વિન, ઈશાંત શર્મા, અક્ષર પટેલનો તરખાટ, ઇંગ્લૅન્ડ 134 રનમાં ઓલઆઉટ

Ind Vs Eng : રવિચંદ્નન અશ્વિન, ઈશાંત શર્મા, અક્ષર પટેલનો તરખાટ, ઇંગ્લૅન્ડ 134 રનમાં ઓલઆઉટ

Click here to see the BBC interactive

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાઈ રહેલી ચેન્નઈ ટેસ્ટના બીજા દિવસે ભારતીય સ્પિન બૉલરોનું આક્રમણ મહેમાન ટીમના બૅટ્સમૅનો પર અત્યંત ભારે પડી રહ્યું છે અને ઇંગ્લૅન્ડનો પહેલો દાવ 134 રનમાં સમેટાઈ ગયો છે.

ભારતે પહેલી ઇનિંગમાં 329 રન કર્યા હતા અને હવે ભારતને 195 રનની મોટી લીડ મળી છે.

ભારત તરફથી અશ્વિને પાંચ વિકેટ ઝડપી હતી. ઈશાંત શર્મા અને અક્ષર પટેલે 2-2 અને મહોમ્મદ સિરાજે એક વિકેટ ઝડપી હતી.

ઇંગ્લૅન્ડ ટીમે લંચ માટે રમત રોકાય ત્યાં સુધી, માત્ર 39 રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી.

ઑપનિંગ બૅટ્સમૅન રોરી બર્ન્સ ઇનિંગના ત્રીજા જ બૉલ પર આઉટ થઈ ગયા. ઈશાંત શર્માએ તેમની વિકેટ ઝડપી. રોરી ખાતું પણ ન ખોલી શક્યા.

રોરી બાદ આઠમી ઓવરમાં ડૉમનિક સિબ્લે આઉટ થયા. સિબ્લે 16 રનના વ્યક્તિગત સ્કોર પર આર. અશ્વિનનો શિકાર બન્યા. કપ્તાન વિરાટ કોહલીએ તેમનો કૅચ ઝડપ્યો.

ત્રીજી વિકેટ, ઇંગ્લૅન્ડના કપ્તાન જો રૂટ સ્વરૂપે પડી. તેમને અક્ષર પટેલ આઉટ કર્યા. પાછલી મૅચમાં સારી રમત દેખાડનારા જો રૂટ આ ઇનિંગમાં માત્ર છ રન જ કરી શક્યા.

બીજી તરફ લંચ ટાઇમ પહેલાં ડેન લૉરેંસની વિકેટ પડી. આર. અશ્વિને તેમની વિકેટ ઝડપી. લૉરેંસ નવ રનના સ્કોર પર આઉટ થયા અને શુભમન ગિલ તેમનો કૅચ ઝડપ્યો.

પાંચમી વિકેટ બેન સ્ટોક્સની પડી. તેમને આર. અશ્વિને બોલ્ડ કર્યા. સ્ટોક્સ પણ માત્ર 18 રન જ બનાવી શક્યા.

આ મૅચમાં સ્પિન બૉલરોનો પ્રભાવ જોતાં ભૂતપૂર્વ ભારતીય સ્પિન બૉલર હરભજન સિંહે શનિવારે કહ્યું હતું કે, “રમતના પહેલા સેશનમાં બૉલ એવી રીતે સ્પિન થઈ રહ્ય છે, જેવી રીતે આ રમતનો આઠમો દિવસ હોય. મને લાગી રહ્યું છે કે આ મૅચ ત્રણ કે સાડા ત્રણ દિવસમાં જ પૂરી થઈ જશે.”


બીજો દિવસ અને ભારતીય ઇનિંગ

રમતના બીજા દિવસે ભારતીય ઇનિંગ માત્ર આઠ ઓવર રમીને સમેટાઈ ગઈ. ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં 329 રન બનાવ્યા.

રમતના પ્રથમ દિવસે જ ભારતીય ટીમે 88 ઓવરમાં છ વિકેટના નુકસાને 300 રન બનાવ્યા હતા.

ઋષભ પંત 33 રન અને અક્ષર પટેલ પાંચ રન બનાવીને અણનમ પેવેલિયન પાછા ફર્યા હતા, જેમણે બીજા દિસે રમતની શરૂઆત કરી.

પરંતુ અક્ષર પટેલ એક પણ રન ઉમેરી ન શક્યા અને 90મી ઓવરમાં મોઈન અલીના બૉલ પર આઉટ થઈ ગયા.

એ જ ઓવરમાં ઈશાંત શર્મા પણ આઉટ થઈ ગયા. ઈશાંત પણ પોતાનું ખાતું ન ખોલી શકાય. રોરી બર્ન્સે ઈશાંતનો કૅચ પકડ્યો.

ત્યાર બાદ કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ, બંને 96મી ઓવરમાં આઉટ થઈ ગયા. સિરાજે ચાર રન બનાવ્યા જ્યારે યાદવ શૂન્ય પર જ પેવેલિયન પાછા ફર્યા. બંને ખેલાડીઓ ઓલી સ્ટોનની ઓવરમાં આઉટ થયા.

આ દરમિયાન ઋઃષભ પંતે પોતાની અડધી સદી પૂરી કરી. પંત 58 રનના વ્યક્તિગત સ્કોર પર અણનમ રહ્યા.


પ્રથમ દિવસે રોહિતના શાનદાર 161 રન

રોહિત શર્માની શાનદાર ઇનિંગ

આ પહેલાં બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય ટીમે છ વિકેટના નુકસાન પર 300 રન બનાવી લીધા હતા. રોહિત શર્માએ આ ઇનિંગમાં સૌથી વધુ 161 રન કર્યા હતા જ્યારે અજિંક્ય રહાણે 67 રન કર્યા હતા.

ભારતે સવારે ટૉસ જીતીને બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ભારતીય ટીમની ઇનિંગની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી, કારણ કે ઑપનર શુભમન ગીલ શૂન્ય રનના સ્કોરે મૅચની બીજી જ ઓવરમાં ઓલી સ્ટોનના બૉલ પર આઉટ થઈ ગયા હતા.

પરંતુ બાદમાં રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારાએ ભારતીય ઇનિંગ સંભાળી લીધી હતી. બંને બૅટ્સમૅનો પૈકી રોહિત શર્મા આક્રમક અંદાજમાં શરૂઆત કરી હતી. અને માત્ર 47 બૉલમાં અડધી સદી ફટકારી દીધી હતી.

રોહિત અને પુજારાની જોડીએ 85 રનની પાર્ટનરશિપ કરીને શરૂઆતના આંચકા બાદ ભારતીય ટીમને મજબૂતી આપવાનું કામ કર્યું હતું. જેક લીચે 21 રનના સ્કોર પર પુજારાની વિકેટ લઈને આ જોડી તોડી.

ત્યાર બાદ બૅટિંગ કરવા ક્રીઝ પર ઊતરેલા ભારતીય કપ્તાન વિરાટ કોહલી પણ ઑપનર શુભમન ગીલની માફક શૂન્ય રન પર આઉટ થઈ ગયા હતા. આમ ભારત એક પછી એક બે વિકેટ ગુમાવીને ફરી પાછું મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયું હતું.

હવે ભારતીય બૅટિંગનો દારોમદાર હતો ઑસ્ટ્રેલિયામાં વિજેતા બનીને પાછી ફરેલી ભારતીય ટીમના કૅપ્ટન અંજિક્ય રહાણે અને વેલ સેટ રોહિત શર્મા પર.

બંનેએ ટકીને બૅટિંગ કરી અને મુશ્કેલીમાં મુકાયેલી ભારતીય ટીમને સન્માનજનક સ્કોર સુધી લઈ જવામાં મદદ કરી. રોહિત શર્માએ સારા ફોર્મનો પુરાવો આપવાની સાથે 130 બૉલમાં પોતાની ટેસ્ટ ક્રિકેટની કારકિર્દીની સાતમી સદી નોંધાવી. તેઓ 161 રન બનાવી જેક લીએડના બૉલ પર આઉટ થઈ ગયા.

ત્યાર પાછી ક્રીઝ પર ઊતર્યા ઑસ્ટ્રેલિયામાં જીતના હીરો રહેલા ઋષભ પંત. ઋષભ પંત અને અજિંક્ય રહાણેની ભાગીદારી ચાલી રહી હતી તેમાં વચ્ચે મોઇન અલીના બૉલ પર અજિંક્ય રહાણે 67 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ ગયા હતા.

એ પછી રવિચંદ્રન અશ્વિન પણ રુટની બૉલિંગમાં 13 રને આઉટ થઈ ગયા.

ફૂટર

https://www.youtube.com/watch?v=bWCAWJv-u58

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

https://youtu.be/bWCAWJv-u58

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X