IND vs NZ 5th t20 Tickets: ક્યારે અને ક્યાંથી ખરીદવી ભારત-ન્યુઝીલેન્ડની પાંચમી T20ની ટિકિટ? જાણો કેટલી છે કિંમ
IND vs NZ 5th T20 Tickets: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 સિરીઝની પ્રથમ મેચ સાથે જ બંને ટીમો વચ્ચે જંગની શરૂઆત થઈ ગઈ છે. વર્લ્ડ કપની તૈયારીઓ માટે આ સિરીઝ અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. જે ટીમ આ સિરીઝમાં વિજય મેળવશે, તેને વર્લ્ડ કપમાં પણ માનસિક લીડ મળશે.

દેશના છેવાડે આવેલા કેરળમાં પણ આ T20 સિરીઝનો એક મુકાબલો રમાવાનો છે. સિરીઝની પાંચમી અને અંતિમ T20 મેચ ત્યાં રમાશે. ચાહકો આ મેચની ટિકિટોને લઈને ખૂબ જ ઉત્સાહિત છે, જેની વિગતો નીચે મુજબ છે.
IND vs NZ 5th T20: મેચની સંપૂર્ણ વિગત
- તારીખ: 31 જાન્યુઆરી 2026 (શનિવાર)
- સમય: સાંજે 7:00 વાગ્યે (ટોસ 6:30 વાગ્યે)
- સ્થળ: ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ
ટિકિટના અંદાજિત ભાવ (IND vs NZ 5th T20 Tickets Price)
- 750 - 1,000: ગેલેરી અને અપર ટીયર (સૌથી સસ્તી ટિકિટ).
- 2,000 - 3,500: લોઅર સ્ટેન્ડ અને ચેર કાર.
- 6,000 - 15,000: કોર્પોરેટ બોક્સ અને પ્રીમિયમ લાઉન્જ.
ઓનલાઇન ટિકિટ કેવી રીતે બુક કરવી? (Step-by-Step Guide)
- વેબસાઇટ પર જાઓ: BookMyShow એપ અથવા તેની સત્તાવાર વેબસાઇટ ઓપન કરો.
- શહેર પસંદ કરો: તમારું લોકેશન 'Thiruvananthapuram' સેટ કરો અથવા સર્ચ બારમાં 'IND vs NZ 5th T20I' ટાઈપ કરો.
- સીટની પસંદગી: સ્ટેડિયમનો મેપ જોઈને તમારો મનપસંદ સ્ટેન્ડ અને બ્લોક પસંદ કરો.
- ચુકવણી: UPI, ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા પેમેન્ટ પૂર્ણ કરો.
ટિકિટ બુકિંગ ક્યારે શરૂ થશે? ટિકિટોનું વેચાણ 22 જાન્યુઆરીની સાંજથી શરૂ થઈ શકે છે. જો આજે શરૂ ન થાય, તો આગામી દિવસ સુધી બુકિંગ લાઈવ થઈ શકે છે. સમાચાર લખાયા ત્યાં સુધી BookMyShow પર માત્ર ત્રીજી T20ની ટિકિટો જ વેચાણ માટે ઉપલબ્ધ હતી.
મહત્વની જાણકારી: ટિકિટ વેચાણના નામે ઘણીવાર નકલી વેબસાઇટ્સ બનાવીને લોકોને છેતરવામાં આવે છે. આવી છેતરપિંડીથી બચવા માટે માત્ર સત્તાવાર વેબસાઇટ કે એપ પરથી જ બુકિંગ કરવું હિતાવહ છે. BCCI એકસાથે અનેક કંપનીઓને ટિકિટ વેચવાના અધિકારો આપતું નથી, તેથી અનધિકૃત પ્લેટફોર્મથી સાવધ રહેવું.












Click it and Unblock the Notifications
