IND vs NZ : કેપ્ટન રોહિત શર્માએ કોના પર ફોડ્યુ હારનું ઠીકરું? કબૂલી મોટી ભૂલ
India vs New Zealand, 2nd Test : ભારતીય ટીમને સતત બીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો છે.
ભારતીય ખેલાડીઓનું તેમના જ ઘરમાં પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. ન્યુઝીલેન્ડે પુણે ટેસ્ટ મેચમાં ભારતને 113 રને હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે.

બીજી ટેસ્ટ મેચ જીતવા માટે પોતાના બીજા દાવમાં 359 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી ભારતીય ટીમ 245 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચની શરૂઆત ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું.
કિવી ટીમ તેની પ્રથમ ઇનિંગમાં કુલ 259 રન બનાવવામાં સફળ રહી હતી, જ્યારે ભારતીય ટીમ તેની પ્રથમ ઇનિંગમાં માત્ર 156 રનમાં આઉટ થઈ ગઈ હતી.
ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ કેપ્ટન રોહિત શર્મા ખૂબ જ ઉદાસ દેખાતા હતા. તેણે આ હારને નિરાશાજનક ગણાવી હતી. રોહિતે કહ્યું કે, અમે જે વિચાર્યું હતું તેવુ થયુ નહીં. જીત માટે ન્યૂઝીલેન્ડને ક્રેડિટ આપવી પડશે. ન્યઝીલેન્ડની ટીમે અમારા કરતા વધુ સારુ પ્રદર્શન કર્યું. ભારતીય ટીમ મેચ દરમિયાન કેટલીક વિશેષ તકોનો લાભ લેવામાં સફળ ન રહી નહીં.
અમે તેઓએ આપેલા સ્કોરને ચેઝ કરવામાં નિષ્ફળ રહ્યાં. રોહિત શર્માએ પોતે આ મોટી ભૂલ સ્વીકારી અને કહ્યું કે, મને નથી લાગતું કે અમે બોર્ડ પર રન બનાવવા માટે સારી બેટિંગ કરી છે.
જીતવા માટે તમારે 20 વિકેટ લેવી પડશે, બેટ્સમેનોએ બોર્ડ પર રન બનાવવા પડશે. ન્યૂઝીલેન્ડને 250 રનની આસપાસ મર્યાદિત કરવુ તે મેચમાં અમારુ સારું કમબેક હતુ, પરંતુ અમે જાણતા હતા કે, ન્યૂઝીલેન્ડ અમારા માટે એક પડકાર હશે.
જ્યારે તેઓએ શરૂઆત કરી ત્યારે તેમનો સ્કોર 200/3 હતો અને અમારા માટે કમબેક કરવુ અને તેમને 259 રને આઉટ કરવા માટે એક સારો પ્રયાસ હતો. આ પીચ સારી હતી, એવી પીચ નહોતી જ્યાં ઘણું બધું થઈ રહ્યું હતું. અમે માત્ર સારી બેટિંગ કરી ન હતી. જો અમે પ્રથમ દાવમાં થોડા સારા રન બનાવ્યાૃ હોત તો ગેમ થોડી અલગ હોત. અમે વાનખેડેમાં સારું પ્રદર્શન કરવા માંગીએ છીએ અને તે ટેસ્ટ જીતવાનો પ્રયાસ કરીશું.












Click it and Unblock the Notifications
