For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'કોઈ જાણીજોઈને કેચ ના છોડે, શરમ આવે છે....', અર્શદીપ સિંહના બચાવમાં આવ્યા હરભજન

18મી ઓવરમાં અર્શદીપે ખૂબ જ સરળ કેચ છોડ્યો હતો. હવે તેના બચાવમાં હરભજન સિંહે આ કહ્યુ...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પાકિસ્તાને એક રોમાંચક મેચમાં ભારતને 5 વિકેટે હરાવીને એશિયા કપના સુપર 4 રાઉન્ડની જીત સાથે શરૂઆત કરી છે. પાકિસ્તાનને જીતવા માટે 182 રનનો ટાર્ગેટ હતો જે ટીમે એક બોલ બાકી રહેતા 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. સોશિયલ મીડિયા પર ટીમ ઈન્ડિયાની હાર માટે યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને સૌથી મોટો જવાબદાર માનવામાં આવી રહ્યો છે. 18મી ઓવરમાં અર્શદીપે ખૂબ જ સરળ કેચ છોડ્યો હતો.

અર્શદીપે છોડ્યો કેચ

અર્શદીપે છોડ્યો કેચ

છેલ્લી 3 ઓવરમાં પાકિસ્તાનને જીતવા માટે 34 રન બનાવવાના હતા. કેપ્ટન રોહિત શર્માએ 18મી ઓવર રવિ બિશ્નોઈને આપી. બિશ્નોઈએ અગાઉ અદ્ભુત બોલિંગ કરી હતી અને ઓવરના ત્રીજા બોલ પર તેણે ફરીથી વિકેટ લેવાની તક ઊભી કરી હતી. આસિફ અલી સ્ટ્રાઈક પર હતા. આ કેચ જોવામાં ખૂબ જ સરળ લાગતો હતો પરંતુ અર્શદીપ દબાણમાં બોલને પકડી શક્યો ન હતો.

બસ પછી શું, બની ગઈ મજાક

બસ પછી શું, બની ગઈ મજાક

અર્શદીપ સિંહનો કેચ છોડ્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા સંપૂર્ણ ગુસ્સામાં દેખાયો અને મેદાન પર તેની સામે બૂમો પણ પાડી. જો કે ભારતીય ચાહકોએ પણ અર્શદીપને ટ્રોલ કરવાનો કોઈ મોકો છોડ્યો ન હતો. સોશિયલ મીડિયા પર યુવા ખેલાડીની મજાક ઉડાવવામાં આવી હતી. બધાએ કહ્યુ કે અર્શદીપના કારણે ટીમને પાકિસ્તાનના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

ભજ્જીએ કર્યો સપોર્ટ

ભજ્જીએ કર્યો સપોર્ટ

જો કે, સતત ટીકાઓ વચ્ચે ભૂતપૂર્વ અનુભવી ભારતીય ઑફ સ્પિનર ​​હરભજન સિંહે અર્શદીપ સિંહનો બચાવ કર્યો છે. ભજ્જીએ યુવા ફાસ્ટ બોલરની ટીકા કરનારા ચાહકોને જોરદાર ટીકા કરી હતી. હરભજને ટ્વીટ કરીને લખ્યુ- 'યુવાન અર્શદીપની ટીકા કરવાનું બંધ કરો. કોઈ જાણીજોઈને કેચ છોડતુ નથી. અમને અમારા છોકરાઓ પર ગર્વ છે. પાકિસ્તાન સારુ રમ્યુ. એવા લોકો પર શરમ આવે છે જેઓ આ પ્લેટફોર્મ પર સસ્તી વાતો કહીને આપણા જ લોકોનુ નીચુ દેખાડે છે. અર્શદીપ ગોલ્ડ છે. યુવાનોની ટીકા કરવાનુ બંધ કરો.'

છેલ્લી ઓવરમાં બતાવ્યો દમ

છેલ્લી ઓવરમાં બતાવ્યો દમ

સતત ટીકા અને જબરદસ્ત દબાણ વચ્ચે અર્શદીપ છેલ્લી ઓવર ફેંકવા આવ્યો અને મેચને 5માં બોલ સુધી લઈ ગયો. પાકિસ્તાનને જીતવા માટે છેલ્લા 6 બોલમાં 7 રનની જરૂર હતી. આસિફ અલીએ બીજા બોલ પર ચોગ્ગો ફટકારીને પાકિસ્તાન માટે લગભગ મેચ જીતી લીધી હતી પરંતુ ત્રીજા બોલ પર ડોટ અને પછી ચોથા બોલ પર અર્શદીપે આસિફને એલબીડબલ્યુ આઉટ કરીને મેચને ફરી જીવંત કરી હતી. જો કે, 5માં બોલ પર ઈફ્તિખાર અહેમદ બે રન બનાવીને પાકિસ્તાનને મેચ જીતાવી હતી.

કેવુ રહ્યુ યુવા ખેલાડીનુ પ્રદર્શન

કેવુ રહ્યુ યુવા ખેલાડીનુ પ્રદર્શન

મેચમાં અર્શદીપે 3.5 ઓવરની બોલિંગમાં 27 રન આપીને એક વિકેટ લીધી હતી. ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન સામેની મેચમાં 23 વર્ષીય યુવા પેસરે 3.3 ઓવરમાં 33 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેણે અત્યાર સુધી રમેલી 9 T20I મેચોમાં ડાબા હાથના ફાસ્ટ બોલરે 18.08ની પ્રભાવશાળી સરેરાશથી કુલ 13 વિકેટ ઝડપી છે. તેનુ શ્રેષ્ઠ પ્રદર્શન 3/12 હતુ.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs PAK: Harbhajan Singh defend Arshdeep Singh for catch
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X