IND vs PAK: આ દિવસે રમાશે ભારત-પાકિસ્તાનની મેચ, WCL 2025નું શેડ્યુલ જાહેર
IND vs PAK: વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025 (WCL 2025) તેની બીજી સિઝનમાં ફરી આવી છે, જે ફરી એકવાર ક્રિકેટ ચાહકોને મોહિત કરવાનું વચન આપે છે. આ ટુર્નામેન્ટ 18મી જુલાઈથી 2જી ઓગસ્ટ 2025 દરમિયાન યોજાશે.
ઈવેન્ટની ખાસિયત એ છે કે, 20મી જુલાઈના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મોસ્ટ અવેઈટેડ મેચ છે. આ જાહેરાતથી ક્રિકેટરસિકોમાં ઉત્તેજના વધી ગઈ છે.
WCLના CEO હર્ષિત તોમરે પ્રથમ સિઝનમાં પ્રેક્ષકોના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો અને આ વખતે અનુભવને વધારવાનું વચન આપ્યું છે. પ્રથમ સિઝનમાં પ્રેક્ષકોનો ખૂબ જ સારું સમર્થન હતું, આ વખતે પણ અમે ટૂર્નામેન્ટને વધુ સારી બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.

WCLના CEO હર્ષિત તોમરે જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનું મહત્ત્વ ઘણુ વધારે છે. કારણ કે, ભારત, ડિફેન્ડિંગ ચેમ્પિયન, તેમની જીતનો સિલસિલો જાળવી રાખવાનું લક્ષ્ય રાખે છે.
ટુર્નામેન્ટનું સંપૂર્ણ શેડ્યુલ નીચે મુજબ છે
- 18 જુલાઈ: ઈંગ્લેન્ડ ચેમ્પિયન્સ વિ પાકિસ્તાન ચેમ્પિયન્સ
- 19 જુલાઈ: વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન્સ વિ દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ
- 19 જુલાઈ: ઈંગ્લેન્ડ ચેમ્પિયન્સ વિ ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ
- 20 જુલાઈ: ભારત ચેમ્પિયન્સ વિ પાકિસ્તાન ચેમ્પિયન્સ
- 22 જુલાઈ: ઈંગ્લેન્ડ ચેમ્પિયન્સ વિ વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન્સ
- 22 જુલાઈ: ભારત ચેમ્પિયન્સ વિ દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ
- 23 જુલાઈ: ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ વિ વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન્સ
- 24 જુલાઈ: દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ વિ ઈંગ્લેન્ડ ચેમ્પિયન્સ
- 25 જુલાઈ: પાકિસ્તાન ચેમ્પિયન્સ વિ દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ
- 26 જુલાઇ: ભારત ચેમ્પિયન્સ વિ ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ
- 26 જુલાઈ: પાકિસ્તાન ચેમ્પિયન્સ વિ વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન્સ
- 27 જુલાઈ: દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ વિ ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ
- 27 જુલાઈ: ભારત ચેમ્પિયન્સ વિ ઈંગ્લેન્ડ ચેમ્પિયન્સ
- 29 જુલાઇ: ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ વિ પાકિસ્તાન ચેમ્પિયન્સ
- 29 જુલાઈ: ભારત ચેમ્પિયન્સ વિ વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન્સ
નોક આઉટ સ્ટેજ
- 31 જુલાઇ: સેમિ-ફાઇનલ 1 - SF1 vs SF4 (એજબેસ્ટન સ્ટેડિયમ, બર્મિંગહામ)
- 31 જુલાઇ: સેમિ-ફાઇનલ 2 - SF2 vs SF3 (એજબેસ્ટન સ્ટેડિયમ, બર્મિંગહામ)
- 2 ઓગસ્ટ: ફાઇનલ (એજબેસ્ટન સ્ટેડિયમ, બર્મિંગહામ)
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
