IND vs PAK: કોને સપોર્ટ કરવા દુબઈ પહોંચી છે ઉર્વશી રૌતેલા? આ પાકિસ્તાની ખેલાડી સાથે જોડાયુ છે નામ
IND vs PAK : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન ટ્રોફીનો મુકાબલો દુબઈમાં રમાઈ રહ્યો છે. આ મેચમાં ઉર્વશી રૌતેલાની હાજરીએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે.
ભારત-પાકિસ્તાન મુકાબલામાં ઘણા સ્ટાર્સ હાજર છે પરંતુ ઉર્વશી રૌતેલા પણ સોશિયલ મીડિયા પર ઝડપથી ટ્રેન્ડ કરી રહી છે.

જણાવી દઈએ કે, ઉર્વશી રૌતેલાનું નામ પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ સાથે જોડવામાં આવ્યું છે. અભિનેત્રીએ ફરી એકવાર મીડિયાનું ધ્યાન ખેંચ્યું છે. ઉર્વશી રૌતેલા 2022માં એશિયા કપ માટે દુબઈ ગઈ હતી ત્યારે કદાચ તેને આશા નહોતી કે તે પાકિસ્તાની ક્રિકેટર સાથે જોડાયેલી અફવાઓમાં ફસાઈ જશે. ચાહકોએ ઉર્વશીનું નામ નસીમ શાહ સાથે જોડ્યું.
ઉર્વશી રૌતેલા ભારતીય ક્રિકેટર ઋષભ પંત સાથેના ડેટિંગના સમાચારોને કારણે ઘણા સમયથી ચર્ચામાં છે જો કે બંનેએ આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે.
ઉર્વશી રૌતેલાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે રિષભ પંત સાથેના લિંક-અપના સમાચારો જે હંમેશા આવે છે તેના સંદર્ભમાં હું કહેવા માંગુ છું કે આ મીમ્સ અને અફવાઓ માત્ર નકલી છે. હું મારા અંગત જીવનને અંગત રાખવામાં માનું છું. હું મારી કારકિર્દી અને મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરું છું.
ઉર્વશી રૌતેલા ઘણીવાર સ્ટેડિયમમાં ભારતને સપોર્ટ કરવા માટે જોવા મળે છે. ઉર્વશી રૌતેલા ભારત-પાકિસ્તાન જેવી મોટી મેચોમાં ભારતીય તિરંગા સાથે જોવા મળી છે.
2023માં એક ઈન્ટરવ્યુમાં નસીમ શાહે ઉર્વશીનું નામ લીધા વગર તેના પર ફની કમેન્ટ કરી હતી. જ્યારે તેને રિલેશનશિપ સ્ટેટસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે મજાકમાં કહ્યું, જો તે તૈયાર છે તો હું લગ્ન કરવા તૈયાર છું. કોઈનું નામ લીધા વિના આવા નિવેદને અટકળોનું બજાર ગરમ કરી દીધું હતું.
મેચની વાત કરીએ તો પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા તમામ વિકેટ ગુમાવીને માત્ર 241 રન બનાવ્યા છે. ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી છે અને 13 ઓવર્સમાં માત્ર એક વિકેટ ગુમાવીને 84 રન બનાવી લીધા છે.












Click it and Unblock the Notifications
