IND vs SL, Asia Cup 2023 Final : એશિયા કપની ફાઇનલમાં રોહિત શર્મા બનાવશે આ રેકોર્ડ, સચિન-ધોનીના ક્લબમાં એન્ટ્રી
IND vs SL, Asia Cup 2023 Final : એશિયા કપ 2023ની ફાઇનલ મેચમાં ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા વધુ એક મોટી ઉપલ્બ્ધી મેળવશે. હિટમેન શ્રીલંકાની સામે પોતાના કરિયરની 250મી મેચ રમવા ઉતરશે.
રોહિત ભારતની તરફથી આ સિદ્ધિ સુધી પહોંચનારો 9મો ક્રિકેટર બનશે. ફાઇનલમાં કેપ્ટનથી ટીમ ઇન્ડિયાને મોટી ઇનિંગ રમે તેવી આશા રાખવામાં આવી રહી છે.

ખાસ ક્લબમાં પ્રવેશ કરશે રોહિત શર્મા - એશિયા કપ 2023ની ફાઈનલ મેચ રોહિત શર્માની ODI કારકિર્દીની 250મી મેચ હશે. રોહિત આ સિદ્ધિ મેળવનાર 9મો ભારતીય ક્રિકેટર બનશે. રવિવારના રોજ હિટમેનનું નામ સચિન તેંડુલકર, એમએસ ધોની, વિરાટ કોહલી, યુવરાજ સિંહ જેવા દિગ્ગજોની યાદીમાં સામેલ થશે.
ભારત માટે ODI ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 463 ODI મેચ રમી હતી. સચિન પછી આ યાદીમાં એમએસ ધોનીનું નામ છે, જેણે ભારત માટે 347 વનડે મેચ રમી છે.
હિટમેનની ODI કારકિર્દી - રોહિત શર્માને 50 ઓવરનું ફોર્મેટ ખૂબ જ પસંદ છે. ભારતીય ટીમના વર્તમાન કેપ્ટને અત્યાર સુધીમાં કુલ 249 ODI મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, રોહિતે 242 ઇનિંગ્સમાં 48ની મજબૂત એવરેજથી 10031 રન બનાવ્યા છે.
રોહિત શર્મા આ ફોર્મેટમાં 30 સદી અને 51 અડધી સદી ફટકારી છે. આ સાથે હિટમેને વનડેમાં ત્રણ બેવડી સદી પણ ફટકારી છે. ODI ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગ રમવાનો રેકોર્ડ પણ રોહિતના નામે છે. હિટમેને 2014માં શ્રીલંકા સામે 264 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયા આઠમી વાર બની શકે છે ચેમ્પિયન - એશિયા કપ 2023ની ફાઈનલ જીતીને ભારતીય ટીમ 8મી વખત ટાઈટલ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ગયા વર્ષે સુપર-4 રાઉન્ડમાં જ હારીને ટીમને ટુર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું. જોકે, રોહિતની પલટન માટે ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા પર વિજય મેળવવો આસાન નહીં હોય.












Click it and Unblock the Notifications
