IND vs SL : શ્રીલંકા સામે પહેલા મુકાબલામાં કેવી હવે પ્લેઈંગ ઈલેવન? આ ખેલાડીઓને મળી શકે છે ચાન્સ

ભારત અને શ્રીલંકા વચ્ચેની t20 સિરીઝ શનિવારથી શરૂ થવા જઈ રહી છે. આ સિરીઝ માટે ભારતીય ટીમની કમાન સુર્યકુમાર યાદવ સંભાળી રહ્યો છે.

ભારતીય ટીમ 27 જુલાઈથી શ્રીલંકા સામે 3 મેચની T20 શ્રેણી રમવા માટે તૈયાર છે. સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે તો ચરિથ અસલંકા શ્રીલંકાની કેપ્ટનશીપ કરશે.

IND vs SL

રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓએ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી નિવૃત્તિ લીધા બાદ યુવા ખેલાડીઓ માટે આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

T20 ઈન્ટરનેશનલમાં શ્રીલંકા પર ભારતનો દબદબો રહ્યો છે. બંને ટીમો વચ્ચે રમાયેલી 29 મેચોમાંથી ભારતે 19માં જીત મેળવી છે જ્યારે શ્રીલંકાએ માત્ર 9 મેચમાં જીત મેળવી છે. ભારતે શ્રીલંકાની ધરતી પર 8માંથી 5 મેચ જીતી છે.

આ આંકડા દર્શાવે છે કે ભારત શ્રીલંકા સામે મજબૂત સ્થિતિમાં છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ ટી-20 શ્રેણીમાં પોતાની તાકાત બતાવવા માટે બેતાબ રહેશે.

T20 વર્લ્ડ કપ અને ઝિમ્બાબ્વે સામેની સિરીઝ જીત્યા બાદ ભારતીય ટીમ પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ પાસેથી મજબૂત શરૂઆતની અપેક્ષા રાખવામાં આવશે.

આ સિવાય સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત અને હાર્દિક પંડ્યા જેવા અનુભવી ખેલાડીઓ પર મિડલ ઓર્ડર પર ઘણું નિર્ભર રહેશે. અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓ સાથે બોલિંગ લાઇનઅપ પણ મજબૂત છે.

બીજી તરફ શ્રીલંકાની ટીમ ટી20 વર્લ્ડ કપ 2024માં તેના ખરાબ પ્રદર્શનમાંથી બહાર આવવા માંગે છે. કેપ્ટન ચરિથ અસલંકાને આશા છે કે તે પોતાની ટીમ માટે નવી શરૂઆત કરવામાં સફળ રહેશે.

કુસલ મેન્ડિસ, દિનેશ ચંડિમલ અને દાસુન શનાકા જેવા વરિષ્ઠ ખેલાડીઓ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે. બોલિંગમાં વાનિન્દુ હસરંગા અને મથિશા પાથિરાના મહત્વના રહેશે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન : શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ અને મોહમ્મદ સિરાજ

શ્રીલંકાની સંભવિત પ્લેઈંગ ઈલેવન : ચારિથ અસલંકા (કેપ્ટન), પથુમ નિસાંકા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ, દિનેશ ચંદીમલ, દાસુન શનાકા, વાનિન્દુ હસરાંગા, દુનિથ વેલાલેજ, મહેશ થીકશાના, મથિશા પાથિરાના અને બિનુરા ફર્નાન્ડો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X