IND Vs SL : ભારતની શાનદાર બોલિંગ સામે શ્રીલંકન બેટ્સમેન ઢેર, ભારતની 41 રને જીત
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલા રોમાંચક મુકાબલામાં ભારતની શાનદાર જીત થઈ છે. ભારતની નબળી બેટિંગ બાદ પણ ભારતના બોલરોએ ટીમને શાનદાર જીત અપાવીને ફાઈનલ સુધી પહોંચાડી દીધી છે.

બેટિંગ માટે ઉતરેલા ભારત માટે બેટિંગમાં રોહિત શર્મા અને શુભમન ગીલે શાનદાર શરૂઆત અપાવી. સારી શરૂઆત કરતા રોહિત શર્માએ 53 રનની ઈનિંગ્સ રમી અને શુભમન ગીલ સાથે 80 રનની ઓપનિંગ પાર્ટનરશીપ કરીને સારી શરૂઆત અપાવી.
જો કે આ પછી ભારતીય ટીમની બેટિંગ સાધારણ રહી અને તમામ મોટા ખેલાડીઓ સસ્તામાં આઉટ થઈ ગયા. આમ પહેલી ઈનિંગમાં ભારતે 10 વિકેટે 219 રનનો ટાર્ગેટ આપ્યો છે.
બીજી તરફ ટાર્ગેટ ચેંજ માટે મેદાનમાં ઉતરેલી શ્રીલંકન ટીમની વિકેટો શરૂઆતથી જ પડવાની શરૂ થઈ. ભારત તરફથી ફાસ્ટ અને સ્પીન બન્ને બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યુ અને શ્રીલંકન ટીમને માત્ર 172 રનમાં સમેટી દીધી.
ભારત તરફથી કુલદીપ યાદવે 4, જસપ્રિત બુમરાહ-રવિન્દ્ર જાડેજાએ 2-2 અને મોહમ્મદ શિરાજ અને હાર્દિક પંડ્યાએ 1-1 વિકેટ લીધી.












Click it and Unblock the Notifications
