IND vs WI 5th T20: ભારતે 88 રનથી જીતી મેચ, 4-1થી સીરિઝ પોતાના નામે કરી
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની 5 T20 મેચોની શ્રેણીની છેલ્લી મેચ ભારતે 88 રનથી જીતી લીધી.
નવી દિલ્લીઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની 5 T20 મેચોની શ્રેણીની છેલ્લી મેચ સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ, લોડરહિલ, ફ્લોરિડામાં રમાઈ હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે શાનદાર અડધી સદી ફટકારી હતી. જવાબમાં વિન્ડીઝની ટીમ 100 રન જ બનાવી શકી અને ભારતે 88 રનથી મેચ જીતી લીધી. અક્ષર પટેલને પ્લેયર ઑફ ધ મેચ જ્યારે અર્શદીપ સિંઘને તેની શાનદાર બોલિંગ માટે પ્લેયર ઑફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યો હતો.

શ્રેયસે રમ્યો શાનદાર દાવ
ટૉસ જીતીને બેટિંગ કરવાનુ પસંદ કરતી ભારતીય ટીમની શરૂઆત સરેરાશ રહી હતી. ઈશાન કિશન અને શ્રેયસ અય્યરે પ્રથમ વિકેટ માટે 38 રનની ભાગીદારી કરી હતી. 5મી ઓવરમાં ઈશાન 13 બોલમાં 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી બેટિંગ કરવા આવેલા દીપક હુડ્ડાએ ઇનિંગની કમાન સંભાળી હતી. તેણે બીજી વિકેટ માટે અય્યર સાથે 76 રનની ભાગીદારી કરી હતી. 12મી ઓવરમાં હુડ્ડા 25 બોલમાં 38 રન બનાવીને આઉટ થયો હતો. શ્રેયસ અય્યર 13મી ઓવરના છેલ્લા બોલ પર 40 બોલમાં 64 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી સંજુ સેમસને 15, દિનેશ કાર્તિકે 12, હાર્દિક પંડ્યાએ 28 અને અક્ષરે 9 રન બનાવ્યા હતા.

સ્પિનર્સ આગળ વેસ્ટ ઈન્ડિઝ કંઈ કરી શકી નહિ
189 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખાસ રહી ન હતી. પહેલી જ ઓવરમાં જેસન હોલ્ડર ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી શમરાહ બ્રૂક્સ 13, ડેવોન થોમસ 10, કેપ્ટન નિકોલસ પૂરન 3, રોવમેન પોવેલ 9, કીમો પોલ 0, ડોમિનિક ડ્રેક્સ 1 અને ઓડીઓન સ્મિથ 0 અને શિમરોન હેટમાયર 56 રન બનાવ્યા. ભારત તરફથી અક્ષર પટેલ અને કુલદીપ યાદવે 3-3 જ્યારે રવિ બિશ્નોઈએ 4 વિકેટ પોતાના નામે કરી હતી.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારત: ઈશાન કિશન, શ્રેયસ ઐયર, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), દીપક હુડા, દિનેશ કાર્તિક (વિકેટ), અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અવેશ ખાન, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ.
વેસ્ટ ઈન્ડિઝ: શમરાહ બ્રૂક્સ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન (કેપ્ટન), ડેવોન થોમસ (વિકેટ), જેસન હોલ્ડર, ઓડિયન સ્મિથ, કીમો પોલ, ડોમિનિક ડ્રેક્સ, ઓબેડ મેકકોય, હેડન વોલ્શ, રોવમેન પોવેલ.












Click it and Unblock the Notifications
