For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs WI: વિંડીઝ સામે ભારતીય ટીમનું એલાન, દિગ્ગજ ખેલાડી થયા બહાર

IND vs WI: વિંડીઝ સામે ભારતીય ટીમનું એલાન, દિગ્ગજ ખેલાડી થયા બહાર

|
Google Oneindia Gujarati News

વિંડીઝ ક્રિકેટ ટીમ સામે રમાનાર ત્રણ વનડે અને 3 ટી20 મેચની સિરીઝ માટે ભારતીય ટીમનું બુધવારે એલાન થઈ ગયું, જેમાં નામી ખેલાડીઓને જગ્યા નથી મળી. રોહિત શર્માની ટીમમાં વાપસી થઈ ગઈ છે અને તેઓ ટીમના કમાન સંભાળશે. જ્યારે વાઈસ કેપ્ટન તરીકે કેએલ રાહુલ છે.

દિગ્ગજ ખેલાડી થયા બહાર

દિગ્ગજ ખેલાડી થયા બહાર

માનવામાં આવી રહ્યું હતું કે હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજાની વાપસી થશે, પરંતુ બંને બહાર છે. જેનો મતલબ એ થયો કે આ બંને દિગ્ગજ હજી સુધી સંપૂર્ણપણે ફિટ નથી થયા. જ્યારે બીસીસીઆઈએ પેસર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને પણ બંને ફોર્મેટની સિરીઝથી બહાર કર્યા છે. આ બંનેને આરામ આપવામાં આવ્યો છે. બંને લાંબા સમયથી ટીમ માટે સતત મેચ રમી રહ્યા હતા. કામનો બોઝો ઘટાડવા માટે બંને અનુભવી બોલરને આરામ આપવામાં આવ્યો. ધ્યાન આપવાની સૌથી મોટી વાત એ રહી કે સ્પિનર રવિચંદ્રન અશ્વિનને વિંડીઝ સામે રમવાનો મોકો નથી મળ્યો. જેની ઉમ્મીદ પહેલેથી જ લગાવાઈ રહી હતી, કેમ કે સાઉથ આફ્રિકાના પ્રવાસ પર તે મધ્યમ ઓવરોમાં કંઈ ખાસ ના કરી શક્યા. જ્યારે ભુવનેશ્વર કુમારને વનડે સિરીઝથી બહાર કરવામાં આવ્યો છે, પરંતુ ટી20 સિરીઝમાં તેમને જગ્યા આપવામાં આવી છે.

'કુલચા' જોડીની વાપસી થઈ

'કુલચા' જોડીની વાપસી થઈ

સીમિત ઓવરોમાં ફરી એકવાર 'કુલચા' જોડીની વાપસી થઈ છે. ટીમમાં કુલદીપ યાદવને જગ્યા મળી છે. લાંબા સમય બાદ કુલદીપ- યુઝવેન્દ્ર ચહલની જોડી મેદાન પર જોવા મળશે. કુલદીપને જુલાઈ 2021 બાદ હવે છેક ટીમમાં જગ્યા મળી છે. સાથે જ ભારતીય ટીમમાં વડોદરાના ધાકડ બેટ્સમેન દીપક હુડ્ડાને પણ વનડે ટીમમાં જગ્યા મળી છે. આની સાથે જ અંડર-19 ક્રિકેટથી પોતાની ઓળખ બનાવનાર લેગ સ્પિનર રવિ બિશ્નોઈને પણ ટી20 સિરીઝ માટે પહેલીવાર ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો છે. અશ્વિનની અનુપસ્થિતિમાં રવિ બિશ્નોઈને ડેબ્યૂ કરવાનો મોકો મળી શકે છે.

જાણો ક્યારે ક્યાં રમાશે મેચ

જાણો ક્યારે ક્યાં રમાશે મેચ

વિંડીઝ ટીમ ભારત આવી રહી છે. પહેલાં વનડે સિરીઝ રમાશે. સિરીઝનો પહેલો મુકાબલો 6 ફેબ્રુઆરી, બીજો 9 ફેબ્રુઆરી અને ત્રીજો મેચ 11 ફેબ્રુઆરીએ રમાશે. તમામ મુકાબલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બધા જ મુકાબલા ભારતીય સમયાનુસાર બપોરે 1.30 વાગ્યેથી રમાશે. જે બાદ પહેલો ટી20 મુકાબલો 16 ફેબ્રુઆરી, બીજો મેચ 18 ફેબ્રુઆરી અને ત્રીજી મેચ 20 ફેબ્રુઆરીએ રામશે. બધી જ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. જણાવી દઈએ કે કોવિડ 19ના કારણે ટી20 સિરીઝ પણ એક જ સ્ટેડિયમમાં રમાશે.

વનડે સિરીઝ માટે ભારતીય ટીમ

વનડે સિરીઝ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐય્યર, દીપક હુડ્ડા, ઋષભ પંત, દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાઝ, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન.

ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), ઈશાન કિશન, શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐય્યર, વેંકટેશ ઐય્યર, ઋષભ પંત, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાઝ, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન, અક્ષર પટેલ, હર્ષલ પટેલ.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs WI: Announcement of Indian team against West Indies, veteran player didn't got place
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X