For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs SA: ભારતીય ટીમની શાનદાર જીત, આ રહ્યા ટીમ ઈન્ડિયાના હીરો

IND vs SA: ભારતીય ટીમની શાનદાર જીત, આ રહ્યા ટીમ ઈન્ડિયાના હીરો

|
Google Oneindia Gujarati News

રાંચીઃ ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને ટેસ્ટ સીરિઝમાં જેવી રીતે હરાવી છે તેનાથી ક્રિકેટમાં નિશ્ચિત રીતે ટીમ ઈન્ડિયાના દબદબા પર એક પુખ્તા મોહર લાગી ગઈ છે. ભારતે ત્રણેય ટેસ્ટ મેચમાં આ સીરીઝમાં સાઉથ આફ્રિકાને માત આપી છે. ભારતે રાંચીમાં રમાયેલ ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ એક ઈનિંગ અને 202 રનથી જીતી દક્ષિણ આફ્રિકાને 3-0થી હરાવી દીધું. આ ટેસ્ટ સિરીઝની શાનદાર જીતના ભારતીય ટીમના આ ખેલાડીઓ હીરો રહ્યા.

રોહિત ધી હિટમેન

રોહિત ધી હિટમેન

અગાઉ ભારતે પુણે ટેસ્ટ મેચ એક ઈનિંગ અને 137 રનથી જતી હતી અને વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં પણ 203 રનથી જબરદસ્ત જીત હાંસલ કરી હતી. આ આંકડા જણાવે છે કે ભારત કેવી હદે વિરોધી ટીમ પર હાવી રહ્યું. રોહિત શર્મા આ સીરિઝની સૌથી મોટી શોધ સાબિત થયા જેમણે એક બેવડી સદી સહિત આખી સીઝનમાં 3 સદી ફટકારી અને 500થી વધુ રન કરનાર એકમાત્ર બેટ્સમેન બની ગયા. તેમણે 3 ટેસ્ટની 4 ઈનિંગમાં 529 રન બનાવ્યા, 132.25ની એવરેજ અને 77.45ની તેમની સ્ટ્રાઈક રેટ રહી. રોહિતે રાંચીમાં કરિયરની પહેલી બેવડી સદી પણ લગાવી. આ મેચમાં રોહિત શર્માએ 212 રનની ઈનિંગ રમી જેના દમ પર તેમને મેન ઑફ ધી મેચ અને ઑવરઑલ પ્રદર્શન માટે મેન ઑફ ધી સીરિઝ પણ આપવામાં આવ્યો છે.

શમી અને ઉમેશની તેજ બોલિંગનો કમાલ

શમી અને ઉમેશની તેજ બોલિંગનો કમાલ

આ સીરિઝ શરૂ થતા પહેલા માનવામાં આવી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયાના સ્પિનર્સ જ બોલિંગમાં મુખ્ય હથિયાર સાબિત થશે. પરંતુ એવું કંઈ ન થયું અને ફાસ્ટ બોલર્સે પણ તેમની મહત્વની ભૂમિકા નિભાવી. ભારતીય પેસર મોહમ્મદ શમી આખી સીરિઝમાં અને ઉમેશ યાદવે બીજા ટેસ્ટમાં કમાલનું પ્રદર્શન કર્યું. શમીએ આ સીરિઝમાં 3 મેચમાં માત્ર 14.76ની એવરેજથી 13 વિકેટ ખેરવી અને ઉમેશે બે મેચમાં 12.18ની એવરેજ સાથે 11 વિકેટ ખેરવી. શમીએ વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરતા પાંચ વિકેટ ખેરવી હતી જ્યારે ઉમેશે પુણે બાદ રાંચીમાં પોતાની ગતિને ધાર આપી હતી.

મયંક અગ્રવાલ

મયંક અગ્રવાલ

ભારતની ઓપનિંગ જોડીના શાનદાર સફરના બીજા મહારથી મયંક અગ્રવાલ છે જેમણે રોહિતનો જબરદસ્ત સાથ આપતાં સીરિઝમાં 340 રન બનાવ્યા. મયંક રોહિત બાત સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન સાબિત થયા. તેમણે એક બેવડી સદી સહિત બે સદી ફટકારી. આ સીરિઝમાં મયંકની એવરેજ 85ની રહી અને સ્ટ્રાઈક રેટ 55.19નો રહ્યો. મયંકે પહેલે જ ટેસ્ટ મેચમાં 215 રનની ઈનિંગ રમી હતી. જ્યારે બીજી ટેસ્ટમાં તેણે 108 રન બનાવ્યા હતા.

રવિચંદ્રન અશ્વિન અને જાડેજા

રવિચંદ્રન અશ્વિન અને જાડેજા

અશ્વિને આ સીરિઝ દ્વારા લાંબા સમય બાદ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની વાપસી કરી છે જે શાનદાર સાબિત થઈ છે. અશ્વિન આ સીરિઝમાં 25.26ની એવરેજ સાથે 15 વિકેટ ખેરવી સૌથી વધુ વિકેટ મેળવનાર બોલર સાબિત થયો. અશ્વિને પહેલી ટેસ્ટની પહેલી ઈનિંગમાં 7 અને પુણે ટેસ્ટની પહેલી ઈનિંગમાં 4 વિકેટ ખેરવી શાનદાર પ્રદર્શન કર્યું. અશ્વિનના સ્પિન જોડીદાર જાડેજાએ પણ સીરિઝમાં 13 વિકેટ ખેરવી શાનદાર પ્રદર્શન કર્યું. મોહમ્મદ શામી સાથે જાડેજા બીજા સ્થાને રહ્યા. એટલું જ નહિ જાડેજાએ બેટથી પણ શાનદાર પ્રદર્શન કરતાં સીરિઝમાં 212 રન બનાવ્યા અને તેમની એવરેજ 70.67ની રહી જ્યારે સ્ટ્રાઈક રેટ 70.43નો રહ્યો.

વિરાટ કોહલી

વિરાટ કોહલી

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી આ સીરિઝમાં સૌથી વધુ રન બનાવનાર ત્રીજા બેટ્સમેન રહ્યા. તેમણે 3 મેચની 4 ઈનિંગમાં એક બેવડી સદી સાથે 317 રન બનાવ્યા જેની એવરેજ 158ની રહી જે આખી સીરિઝમાં કોઈપણ બેટ્સમેનથી સૌથી વધુ છે. કોહલીએ 74.94ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા જે રોહિતના સ્ટ્રાઈક રેટથી ઓછો નથી.

ગ્રીમ સ્મિથ બન્યા રોહિત શર્માના ફેન, બોલ્યા- રોહિતના કારણે આફ્રિકી ટીમની કમજોરી સામે આવીગ્રીમ સ્મિથ બન્યા રોહિત શર્માના ફેન, બોલ્યા- રોહિતના કારણે આફ્રિકી ટીમની કમજોરી સામે આવી

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
India Clean sweep south africa in test series, here are the heroes of indian team
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X