For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs SL: શિવમ માવીની યાદગાર ડેબ્યુ, ભારતે અંતિમ બોલમાં શ્રીલંકાને હાર આપી

શ્રીલંકા સામેની ટી20 મેચમાં ભારતે 2 રને તેને હરાવ્યુ હતુ. ઘર આંગણે રમતા ભારતે શ્રીલંકા સામે 162 રન બનાવ્યા હતા. તેના જવાબમાં શ્રીલંકાની ટીમ 160 રન બનાવી શકી હતી.

|
Google Oneindia Gujarati News

ભારતે શ્રીલંકાની ટીમને પહેલી જ ટી20 મેચમાં 2 રનથી હાર આપી હતી. પહેલા પેટિંગ કરતા ભારતીય ટીમે 5 વિકોટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. તેના જવાબમાં તમામ ઓવર રમીને શ્રીલંકાની ટીમે 160 રન જ બનાવીને આઉટ થઇ ગયા હતા. ભારતીય ટીમે સીરીજમાં 1-0 સાથે આગળ ચાલી રહ્યુ છે. ભારતે વાનખેડે સ્ટેડીયમાં ઘણા ઓછી ટી20 મેચમાં સ્કોર ડિફેન્સ કર્યો છે. ટીમ ઇન્ડિયાના બોલરોએ સુંદર પ્રદર્શન કરતા કહેવાતા નાના મેદાન પર જીતમ મેળવી છે.

CRICKET

ટોસ હરીને પહેલે બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાની ખરાબ શરૂઆત રહી હતી. ભારતીય ટીમમાં ડેબ્યુ કરનાર શુભમાન ગીલની વિકેટ ગુમાવી હતી. ગિલે 7 રન બનાવ્યા હતા. ત્યાર બાદ સૂર્યકુમાર યાદવે 7 અને સંજૂ શુભમન 5 રન બનાવીને આઉટ થયા હતા. ઇશાન કિશન એક છેડેથી સારુ રમી રહ્યા હતા. પરતુ તેના પર પણ દબાણ આવતા તે 29 બોલમાં 37 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. ત્યાંથી કેપ્ટન હાર્દિક પાડ્યાએ અમુક આકર્ષક શોટ્ રમ્યો હતો. અંત સુધી તે પણ રમવામાં નાકામ રહ્યો હતો. હાર્દિક પાંડ્યા 27 બોલમાં 29 રન બનાવીને આઉટ થઇ ગયો હતો.

ટીમ ઇન્ડિયાને મુશ્કેલ પરિસ્થિતિમાથી બહાર કાઢવામાં બેટ્સમેન દિપક હુડાની મહત્વની ભૂમિકા રહી છે. તેમનો સાથ અક્ષર પટેલે આપ્યો હતો. બંને ખેલાડીએ મળીને અંતિમ ઓવરમાં સુધી બટિંગ કરી હતી. હુડાએ તુફાની અંદાજમાં રમતા 23 બોલમાં 41 રન બનાવ્યા હતા. તેના બેટથી 1 ચોક્કો અને 4 સિક્સર જોવા મળ્યા હતા. અક્ષર પટેલે તેનો સાથ આપતા 20 બોલમાં 31 રનની સુંદર રમત દેખાડી હતી. આમ ટીમ ઇન્ડિયાએ 5 વિકેટ પર 162 રન બનાવ્યા હતા.

જવાબમાં રમતા શ્રીલંકાના ટીમે પણ જલ્દી વિકેટ ગુમાવી દિધી હતી. ડેબ્યુ કરનાર શિવમ માવીએ નિસંકને આઉટ કરીને ટીમ ઇન્ડિયાને પહેલી સફળતા અપાવી હતી. તેણે બીજી સફળતા પણ અપાવીને ધનંજય ડી સિલ્વાને આઉટ કરાવ્યો હતો. બંને બેટ્સમેન 1 અને 8 રન બનાવીને આઉટ થઇ ગયા હતા. અસલંકા ઝડપી રમવાના પ્રાયાસ કરતા ઉમરાન મલિકનો શિકાર થઇ ગયો હતો. એક છેડેથી મૈડિસ સારી બેટિંગ કરી રહ્યો હતો. પરંતુ હર્ષલ પટેલના આવતા જ 28 રન આઉટ થઇ ગયો હતો. શનાકાએ 45 અને હસાંરંગાએ 21 રન બનાવીને આશા જગાવી હતી. ત્યાર બાદ અતમાં કરુણારત્નએ ઝડપી નોટઆઉટ 23 રન બનાવ્યા હતા. પરંતુ તે અંતિમ બોલ પર 4 રન ના બનાવી શક્યો.અને શ્રીલંકાની ટીમ 160 રન પર આઉટ થઇ ગઇ હતી. માવીએ 22 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તેની આ યાદગાર ડેબ્યુ મેચ રહી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
India lost in the last ball of the T20 match against Sri Lanka
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X