IND vs SA : બીજી ટેસ્ટમાંથી ગિલ બહાર? આવી હશે પ્લેઈંગ ઈલેવન

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ શનિવાર 22 નવેમ્બરથી ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમને આ મેચ જીતવી અનિવાર્ય છે, કારણ કે જો તે ડ્રો થશે તો મહેમાન ટીમ શ્રેણી જીતી જશે.

ભારતના કેપ્ટન શુભમન ગિલ બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે, જો કે તેની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. ગિલને પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ગરદનમાં દુખાવો થયો હતો, જેના કારણે તેમને મેદાન છોડવું પડ્યું હતું.

તે એક દિવસ હોસ્પિટલમાં પણ રહ્યો હતો, જો કે તે ટીમ સાથે ગુવાહાટી પહોંચી ગયો છે. કોલકાતા ટેસ્ટમાં વોશિંગ્ટન સુંદરે ત્રીજા નંબરે બેટિંગ કરી હતી, બીજી ઇનિંગ્સમાં તેમણે અન્ય બેટ્સમેનો કરતાં સારો દેખાવ કર્યો હતો.

જો કે, એવી શક્યતા ઓછી છે કે તેઓ બીજી ટેસ્ટમાં પણ આ પોઝિશન પર બેટિંગ કરશે. પુજારા પછી ભારતીય ટીમે આ પોઝિશન પર ઘણા ખેલાડીઓને અજમાવ્યા છે.

કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ ઇનિંગ્સની શરૂઆત કરશે, બીજી ટેસ્ટમાં તેમની પોઝિશન પર કોઈ ખતરો જણાતો નથી. જો કે, ત્રીજા નંબરની પોઝિશન ઘણી રસપ્રદ રહેવાની છે.

સાઈ સુદર્શન ત્રીજા નંબરે બેટિંગ કરી શકે છે, કારણ કે શુભમન ગિલનું બીજી ટેસ્ટમાંથી બહાર થવું લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સુદર્શનને છેલ્લી ટેસ્ટમાં ન રમાડવાના નિર્ણય પર પણ ઘણા દિગ્ગજોને આશ્ચર્ય થયું હતું.

કેપ્ટન શુભમન ગિલ ચોથા નંબરે બેટિંગ કરે છે, તેમની ગેરહાજરીમાં આ પોઝિશન પર રિષભ પંત રમી શકે છે. પંત ઉપકેપ્ટન છે અને ગિલની ગેરહાજરીમાં ટીમનું સુકાન સંભાળશે.

છેલ્લી ટેસ્ટમાં પંત પાંચમા નંબરે રમ્યો હતો, ગુવાહાટીમાં આ પોઝિશન પર રવિન્દ્ર જાડેજા આવી શકે છે. છઠ્ઠા નંબરે ધ્રુવ જુરેલ અને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર સાતમા નંબરે બેટિંગ કરવા આવી શકે છે.

તેમના પછી અક્ષર પટેલ આઠમા નંબરે આવી શકે છે, જેનાથી ભારતની બેટિંગમાં ઊંડાણ પણ જોવા મળી રહ્યું છે. કુલદીપ યાદવ પણ ગુવાહાટી ટેસ્ટમાં રમી શકે છે.

બે ઝડપી બોલર તરીકે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ હોવાની પૂરી સંભાવના છે. વર્કલોડ મેનેજમેન્ટને કારણે બુમરાહ બીજી ટેસ્ટમાંથી આરામ લે તેવી શક્યતા ઓછી છે, કારણ કે એવી ખબર છે કે તેમને વનડે શ્રેણીમાં આરામ આપવામાં આવી શકે છે.

બીજી ટેસ્ટ માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન : યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, રિષભ પંત (કેપ્ટન/વિકેટ કીપર), રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X