IND vs SA : આફ્રિકા સામે પહેલી ટેસ્ટમાં બુમરાહનો તખરાટ, 159 માં ઓલઆઉટ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કોલકાતામાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના પ્રથમ જ દિવસે ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને ધૂળ ચટાડી દીધી છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહે શાનદાર પ્રદર્શન કરીને સૌને ચોંકાવી દીધા છે.

બુમરાહ સહિતના બોલરોની ઘાતક બોલિંગથી દક્ષિણ આફ્રિકાની ટીમને માત્ર 159 રનમાં ઓલઆઉટ કરી દીધી છે. આ દરમિયાન બુમરાહે 5 વિકેટ ઝડપીને એક નવો રેકોર્ડ પણ બનાવ્યો છે. બુમરાહે મોહમ્મદ શમીનો કીર્તિમાન તોડીને પોતાનું નામ રોશન કર્યું છે.

જસપ્રીત બુમરાહ ઉપરાંત ભારતીય ટીમ માટે મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવે પણ પ્રભાવશાળી બોલિંગ કરતા 2-2 વિકેટ મેળવી હતી. ટેસ્ટ ક્રિકેટમાં બુમરાહે હવે મોહમ્મદ શમી કરતાં વધુ વિકેટ ઝડપવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

શમીના નામે ટેસ્ટ ક્રિકેટમાં 229 વિકેટ હતી, જ્યારે બુમરાહે હવે આ આંકડો પાર કરી લીધો છે. આ મેચ પહેલાં શમીથી આગળ નીકળવા માટે તેને 4 વિકેટની જરૂર હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X