ભારત વિ. બાંગ્લાદેશઃ શું ધોનીના અપમાનનું વેર વાળશે વિરાટ?

Written By:
Subscribe to Oneindia News

9 ફેબ્રુઆરીના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની એક માત્ર ટેસ્ટ મેચ હૈદ્રાબાદ માં રમાનાર છે. 17 વર્ષોમાં પહેલીવાર બાંગ્લાદેશની ટીમ ટેસ્ટ રમવા માટે ભારત આવશે. તેમને વર્ષ 2000 માં ટેસ્ટ ટીમનું ઉપનામ મળ્યું હતું.

દરેક રીતે ભારત નફામાં

દરેક રીતે ભારત નફામાં

આ મેચમાં દરેક રીતે ભારત નફામાં જ છે, સ્કોરને બાજુએ મુકીએ તો આ મેચમાં ભારતની પ્રતિષ્ઠાનો સવાલ આવીને ઊભો છે. આ મેચમાં ભારત પાસે પૂરી તક છે કે તેઓ પોતાના ખેલાડીઓના અપમાનનો બદલો લઇ શકે અને મહેમાન ટીમને કરારી હાર આપી તેમના વતન પાછા મોકલી શકે. જેથી તેમના ફેન્સ બીજી વાર આવી ભૂલ ના કરે.

ધોનીના કપાયેલા માથાવાળી જાહેરાત

ધોનીના કપાયેલા માથાવાળી જાહેરાત

બરાબર સમજ્યા, અમે વાત કરી રહ્યાં છીએ ધોનીના અપમાનની, ગત વર્ષે માર્ચ 2016માં જ્યારે એશિયા કપના ફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાવાની હતી, ત્યારે એ મેચ પહેલાં બાંગ્લાદેશે જાહેરાત દ્વારા એક ગંદી રમત રમી હતી. એ જાહેરાતમાં બંગ્લાદેશી બોલર તસ્કીન અહમદના હાથમાં ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીનું કાપેલું માથું બતાવવામાં આવ્યું હતું.

શરમજનક કરતૂતનો બદલો

શરમજનક કરતૂતનો બદલો

તે વખતે બાંગ્લાદેશની ટીમના ફેન અને મીડિયાની આ શરમજનક કરતૂતનો બદલો ભારતીય ટીમે તેમને મેચમાં 8 વિકેટથી હરાવીને લીધો હતો. આમ છતાં, એ ઘાવ પૂરેપૂરો રુઝાયો નથી, આથી જ સૌ કાલની મેચ પર મીટ માંડીને બેઠા છે. સૌને પૂરો વિશ્વાસ છે કે, વિરાટ કોહલી આ મેચમાં મહેમાન ટીમનું બરાબર સ્વાગત કરશે.

તસ્કીન અહમદના નિશાના પર કોહલી

તસ્કીન અહમદના નિશાના પર કોહલી

મેચ પહેલા જ ફરી એકવાર તસ્કીન અહમદે કોહલીના વિકેટની વાત છેડીને પોતાના મનની વાત જણાવી દીધી છે. આ કારણે વાતાવરણ વધુ ગરમાયું છે અને લોકોને વિશ્વાસ છે કે, હંમેશા પોતાની બેટિંગથી સૌને ચૂપ કરવાનાર કોહલી આ વખતે પણ અહમદ અને તેમની આર્મીને છોડશે નહીં.

9મી ટેસ્ટ મેચ

9મી ટેસ્ટ મેચ

  • ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં 8 ટેસ્ટ મેચ રમાઇ છે.
  • જેમાંથી 6 મેચમાં ભારત વિજયી રહ્યું છે, જ્યારે મેચ ડ્રો થઇ છે.
  • બંન્ને દેશો વચ્ચે છેલ્લી ટેસ્ટ મેચ જૂન 2015માં રમાઇ હતી, જો ડ્રો થઇ હતી.
  • બંન્ને ટીમો વચ્ચેની આ 9મી ટેસ્ટ મેચ છે.

English summary
Virat Kohli's Team will look to carry the same form into 2017 when they will face Bangladesh at the Rajiv Gandhi International Stadium, Hyderabad.
Please Wait while comments are loading...