રિવાબા પર ફરીથી ભડક્યા ફેન્સ, કહ્યુ - 'જેટલા સીધા દેખાવ છો, તમે એટલા સીધા છો નહિ', જાણો સમગ્ર મામલો
Ravindra Jadeja and his Wife Rivaba Jadeja Trolled: ઈંગ્લેન્ડ સામેની રાજકોટ ટેસ્ટમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમે પાંચ વિકેટ ગુમાવીને 326 રન બનાવી લીધા હતા.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટીમ માટે સૌથી વધુ 131 રન બનાવવામાં સફળ રહ્યો હતો. ભારતીય ટીમના ઑલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ પણ રાજકોટમાં પોતાની આગવી ઓળખ બનાવી હતી. રવિન્દ્ર જાડેજાએ પોતાના ટેસ્ટ કરિયરની ચોથી સદી ફટકારીને ટીમના સ્કોરને આગળ ધપાવ્યો હતો.

રવિન્દ્ર જાડેજા 110 રન બનાવીને અણનમ છે અને બીજા દિવસે તેની ઇનિંગને આગળ વધારવા માંગે છે. ટીમ માટે શાનદાર સદી ફટકારવા છતાં રવિન્દ્ર જાડેજા ચાહકોના નિશાના પર આવી ગયો છે. ફેન્સ તેને સતત ટ્રોલ કરી રહ્યા છે.
વાસ્તવમાં, સરફરાઝ ખાન તેની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહ્યો હતો, તે રવિન્દ્ર જાડેજાના કારણે રનઆઉટ થયો હતો. સરફરાઝ ખાને 66 બોલમાં 62 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પરંતુ રવિન્દ્ર જાડેજાના ખોટા કોલના કારણે તેને રન આઉટ થઈને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.
રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા પણ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. રીવાબાના સસરાએ તેના પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યારથી તે ચાહકોના નિશાના પર છે. રવિન્દ્ર જાડેજાએ સદી ફટકાર્યા બાદ રિવાબા ફરી એકવાર ચર્ચામાં આવી છે.
રિવાબાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર રવિન્દ્ર જાડેજાને લઈને એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં તેણે રવિન્દ્ર જાડેજાની સદીની ઈનિંગના વખાણ કર્યા હતા. જે બાદ આ તસવીર હેઠળ ફેન્સ તેના પર સતત ગુસ્સે થઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું કે તમે જેટલા સીધા દેખાવ છો એટલા સીધા છો નહિ. અન્ય એક યુઝરે લખ્યું કે જાડેજા સ્વાર્થી ખેલાડી છે.












Click it and Unblock the Notifications
