For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IndvNZ: કોહલીના રેકોર્ડ, ડીવિલિયર્સને પાછળ છોડી સચિનની કરી બરાબરી

ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની ત્રણ મેચોની વન ડે સીરિઝમાં વિરાટે તોડ્યા અનેક રેકોર્ડ. વિરાટે વન ડે મેચમાં સોથી વધુ રન કરનારો ખેલાડી બની બન્યા. આ અંગે વધુ વાંચો અહીં.

By Shachi
|
Google Oneindia Gujarati News

ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની ત્રણ મેચોની વન ડે સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઇ હતી. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરી હતી, રોહિત શર્મા અને વિરાટ કોહલીની સદીને કારણે ભારતીય ટીમ 337 રનનો સ્કોર બનાવવામાં સફળ થઇ હતી. તો સામે જવાબમાં ન્યૂઝિલેન્ડની ટીમ 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 331 રન જ બનાવી શકી હતી. મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં આ સીરિઝની પ્રથમ મેચ રમાઇ હતી, જેમાં ભારત 6 વિકેટથી હાર્યું હતું. જો કે, ત્યાર બાદ રમાયેલ બંને મેચમાં જીત મેળવી ટીમ ઇન્ડિયાએ આ સીરિઝ પોતાને નામ કરી છે.

ભારત વિ. ન્યૂઝિલેન્ડ

ભારત વિ. ન્યૂઝિલેન્ડ

આ મેચમાં રોહિત શર્મા અને કપ્તાન વિરાટ કોહલીની જોડીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. રોહિત શર્માએ 138 બોલમાં 147 રન ફટકાર્યા હતા, તો વિરાટ કોહલીએ 106 બોલમાં 113 રન ફટકાર્યા હતા. સદી ફટકારવાની સાથે જ વિરાટ કોહલીએ અનેક રેકોર્ડ પણ પોતાને નામ કર્યા હતા. આ વિરાટ કોહલીની 32મી સદી હતી અને સાથે જ તેમણે વન ડેમાં પોતાના 9000 રન પણ પૂર્ણ કર્યા હતા.

કોહલીએ ડિવિલિયર્સને પાછળ છોડ્યા

કોહલીએ ડિવિલિયર્સને પાછળ છોડ્યા

વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 9000 રન પૂર્ણ કરનારા ખેલાડી છે વિરાટ કોહલી. વિરાટ કોહલીએ માત્ર 194 પાળીઓમાં આ કામ કરી બતાવ્યું છે. વિરાક પહેલાં આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એ.બી.ડીવિલિયર્સના નામે હતો. તેમણે 205 પાળીઓમાં 9000 રન પૂર્ણ કર્યા હતા. જો કે, હવે વિરાટે તેમને પાછળ છોડી દીધા છે.

વિશ્વ વિક્રમ

વિશ્વ વિક્રમ

ભારત તરફથી સૌથી ઝડપી 9000 વન ડે રન બનાવવાનો રેકોર્ડ આ પહેલાં સૌરવ ગાંગુલીના નામે હતો. તેમણે 228 પાળીઓમાં 9000 રન પૂર્ણ કર્યા હતા. હવે રવિવારે રમાયેલ મેચ બાદ વિરાટ કોહલીએ તેમને પણ પાછળ છોડ્યા છે. આ સાથે જ સૌથી ઝડપી 8000 વન ડે રન બનાવવાનો વિશ્વ વિક્રમ પણ વિરાટ કોહલીના નામ પર છે.

વિરાટ કોહલી અને રોહિત શર્મા

વિરાટ કોહલી અને રોહિત શર્મા

વિરાટ કોહલીએ રોહિત શર્મા સાથે મળીને કાનપુરમાં ડબલ સેન્ચુરીમાં ભાગીદારી કરી હતી અને આ બંને બેટ્સમેનની આ ચોથી ડબલ સેન્ચુરી ભાગીદારી હતી. આ પણ એક વિશ્વ વિક્રમ છે. આ બંનેએ મળીને સચિન તેંડુલકર-સૌરવ ગાંગુલી, ગૌતમ ગંભીર-વિરાટ કોહલી અને જયવર્ધન-થરંગાની ભાગીદારીનો રેકોર્ડ તોડ્યો છે. આ તમામે 3 વાર વન ડે ક્રિકેટમાં 200થી વધુ રનની ભાગીદારી નોંધાવી છે.

સચિનની બરાબરી

સચિનની બરાબરી

ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ આ વિરાટ કોહલીની 5મી સદી હતી. આ સાથે જ તેમણે સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. સચિને પણ ન્યૂઝિલેન્ડ સામે 5 સદી ફટકારી હતી. આ સિવાય સનથ જયસૂર્યા પણ ન્યૂઝિલેન્ડ ટીમ સામે 5 સદી ફટકારી ચૂક્યા છે. ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ સૌથી વધુ સદી ફટકારવાના મામલે રિકી પોન્ટિંગ અને વીરેન્દ્ર સહેવાગ નં.1 છે, તેમણે 6 સદીઓ ફટકારી છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
India vs New Zealand 3rd ODI: Virat Kohli AB de Villiers, Sourav Ganguly sachin tendulkar record.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X