T20 World Cup 2026 : ભારતનો આગળનો મુકાલબો ક્યારે અને કોની સામે?
T20 વર્લ્ડ કપ 2026માં સાઉથ આફ્રિકા સામેની હાર બાદ ભારત માટે મુશ્કેલીઓ વધી છે. પોઈન્ટ ટેબલમાં નીચા ક્રમે સરકતા હવે ટીમ ઈન્ડિયાનો રન રેટ પણ ચિંતાનો વિષય બન્યો છે. સેમીફાઈનલની રેસમાં ટકી રહેવા કેપ્ટન સૂર્યકુમાર યાદવની સેનાએ હવે જોરદાર વાપસી કરવી પડશે.

બીજી તરફ ઝિમ્બાબ્વેની ટીમ 'જાયન્ટ કિલર' તરીકે ઉભરી રહી છે અને ફોર્મમાં છે. સિકંદર રઝાના નેતૃત્વમાં આ ટીમે સુપર-8માં પહોંચીને ક્રિકેટ જગતને પ્રભાવિત કર્યું છે. ભારત માટે આ મેચ કરો યા મરો સમાન છે, જેમાં નાની ભૂલ પણ ભારે પડી શકે છે.
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેનો આ સુપર-8 મુકાબલો 26 ફેબ્રુઆરીએ રમાવાનો છે. ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરૂ થનારી આ મેચ ખૂબ જ રોમાંચક રહેશે. આ મેચના પરિણામ પર જ ભારતનું વર્લ્ડ કપમાં આગળનું ભવિષ્ય નિર્ભર રહેશે.
આ હાઈ-વોલ્ટેજ મેચ ચેન્નાઈના ઐતિહાસિક એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં આયોજિત થશે. ચેપોકની સ્પિનરોને મદદરૂપ પિચ પર બંને ટીમના ખેલાડીઓની આકરી કસોટી થવાની છે. ચેન્નાઈના મેદાનમાં ટીમ ઈન્ડિયા ફરી વિજયી લય મેળવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.












Click it and Unblock the Notifications
