Asia Cup 2022: શ્રીલંકા સામે હાર્યા બાદ પણ ફાઈનલમાં પહોંચી શકે છે ભારત, સમજો આખુ ગણિત
એશિયા કપ 2022ના સુપર-4માં ભારતની અત્યાર સુધીની સફર અત્યંત નિરાશાજનક રહી છે. જાણો હજુ પણ ભારત કઈ રીતે ફાઈનલમાં પહોંચી શકે છે.
નવી દિલ્લીઃ એશિયા કપ 2022ના સુપર-4માં ભારતની અત્યાર સુધીની સફર અત્યંત નિરાશાજનક રહી છે. ભારત અત્યાર સુધી બે મેચ રમ્યુ છે અને બંનેમાં હારનો સામનો કરવો પડ્યો છે. સુપર-4ની પ્રથમ મેચમાં જ્યાં પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યુ હતુ ત્યાં બીજી મેચમાં શ્રીલંકાએ 6 વિકેટે હરાવ્યુ. ભારતની આગામી મેચ 8 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન સાથે થશે. એશિયા કપની ફાઇનલમાં પહોંચવા માટે ભારતે કોઈપણ ભોગે આ મેચ જીતવી પડશે. આ સાથે બાકીની મેચોના પરિણામ પણ તેમની તરફેણમાં આવવાની અપેક્ષા રાખવી પડશે.

સમજો આખુ ગણિત
ટીમ ઈન્ડિયા હજુ પણ ફાઈનલની રેસમાંથી બહાર નથી. જાણો કેવી રીતે ભારત એશિયા કપ 2022ની ફાઇનલમાં પહોંચી શકે છે. ફાઇનલમાં પહોંચવા માટે ટીમે હવે માત્ર અફઘાનિસ્તાનને હરાવવુ પડશે એટલુ જ નહિ શ્રીલંકા અને અફઘાનિસ્તાન પાકિસ્તાનને હરાવશે તેવી પ્રાર્થના પણ કરવી પડશે. આવી સ્થિતિમાં શ્રીલંકા સુપર-4માં પોતાની ત્રણેય મેચ જીતીને ફાઇનલમાં પહોંચશે. બીજી તરફ ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન મેચ 1-1થી જીતશે અને વધુ સારી નેટ રન રેટ ધરાવતી ટીમ નિર્ણાયકમાં શ્રીલંકા સામે ટકરાશે.

મોટા અંતરથી હરાવવુ પડશે
આ સ્થિતિમાં ભારત પાસે છેલ્લી મેચમાં અફઘાનિસ્તાનને મોટા અંતરથી હરાવીને ફાઇનલમાં પ્રવેશવાની તક હશે. આ મેચ ગુરુવારે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. અગાઉ ગ્રુપ સ્ટેજમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યુ હતુ. બીજી મેચમાં હોંગકોંગનો 40 રને પરાજય થયો હતો. બુધવારે સુપર-4માં પાકિસ્તાનનો મુકાબલો અફઘાનિસ્તાન સામે થશે. શુક્રવારે શ્રીલંકાની ટીમ પાકિસ્તાન સામે ટકરાશે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 11 સપ્ટેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યુ
ટીમ ઈન્ડિયાએ સુપર ફોરની પોતાની બીજી મેચમાં મંગળવારે શ્રીલંકાનો સામનો કર્યો હતો. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈમાં રમાયેલી આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 8 વિકેટે 173 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા અને મેચ 6 વિકેટે જીતી લીધી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 41 બોલમાં 72 રન બનાવ્યા હતા જ્યારે યુઝવેન્દ્ર ચહલે 3 વિકેટ લીધી હતી. બીજી તરફ શ્રીલંકા તરફથી કુસલ મેન્ડિસે 57 રન અને દિલશાન મદુશંકાએ 3 વિકેટ ઝડપી હતી.












Click it and Unblock the Notifications
