પાકિસ્તાનને હારાવી ટીમ ઇંડિયા બની મહિલા એશિયા કપની વિજેતા

Subscribe to Oneindia News

મિતાલી રાજની તોફાની 73 રનની બેટિંગ અને ઝૂલન ગોસ્વામીની શાનદાર બોલિંગે એશિયા કપના ફાઇનલ મુકાબલામાં પાકિસ્તાનને 17 રનથી પછાડી દીધુ છે. આ જીત સાથે ભારતે મહિલા એશિયા કપ ટી-20 નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે.

mitali raj

એશિયા કપમાં ભારત ક્યારેય હાર્યુ નથી

ભારતે આ જીત સાથે એશિયા કપમાં પાકિસ્તાન સામે ક્યારેય નહિ હારવાનો પોતાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. અત્યાર સુધી રમાયેલ 4 મેચોમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યુ છે.

પાક માત્ર 105 રન બનાવી શક્યુ

પાકિસ્તાન સામે ભારતે 122 રનનું લક્ષ્ય રાખ્યુ પરંતુ પાકિસ્તાન માત્ર 105 રન જ બનાવી શક્યુ. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરુઆત સારી ન રહી. એસ મંદાના માત્ર 6 રન બનાવીને આઉટ થઇ ગઇ. આટલુ જ નહિ, મેઘના 9, કૃષ્ણમૂર્તિ 2 સતત આઉટ થતા રહ્યા.

મિતાલી રાજે શાનદાર રમતનું પ્રદર્શન કર્યુ

એક તરફના છેડે જ્યાં વિકેટો પડી રહી હતી ત્યાં બીજી તરફ મિતાલી રાજે શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યુ હતુ. તેણે 65 બોલમાં 73 રન કર્યા હતા. જેમાં તેણે 7 ચોગ્ગા અને 1 છગ્ગો માર્યા હતા.

ભારતીય બોલિંગ

ભારત તરફથી શાનદાર બોલિંગ કરતા એકતા બિષ્ટે 4 ઓવરમાં માત્ર 22 રન આપીને 2 વિકેટ લીધી. જ્યારે ઝૂલન ગોસ્વામીએ 4 ઓવરમાં 19 રન અને પાટિલે 4 ઓવરમાં માત્ર 1 વિકેટ લઇને 18 રન આપ્યા.

English summary
Indian women's cricket team wins AsiaCup T20 tournament beat Pakistan in final. Mitali Raj played unbeaten 73 run inning.
Please Wait while comments are loading...