વર્લ્ડ કપ વિજેતા મહિલા ક્રિકેટ ટીમના મુરીદ થયા વિરાટ કોહલી, જાણો શું કહ્યું?

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે નવો ઇતિહાસ રચ્યો છે. નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે ICC મહિલા વર્લ્ડ કપ 2025 ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને ટીમ ઇન્ડિયાએ પોતાનો પ્રથમ વર્લ્ડ કપ ખિતાબ જીત્યો છે. આ ઐતિહાસિક જીતથી સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે, અને ભારતીય ક્રિકેટના સુપરસ્ટાર વિરાટ કોહલી પણ આ ઉજવણીમાં જોડાયા હતા.

કોહલીએ સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે ભારતીય મહિલા ટીમના વર્ષોના પરિશ્રમને બિરદાવ્યો હતો. તેમણે લખ્યું કે, આ છોકરીઓએ ઇતિહાસ રચ્યો છે અને એક ભારતીય તરીકે મને આનાથી વધુ ગર્વ ક્યારેય ન થઈ શકે કે આટલા વર્ષોની મહેનત આખરે ફળી છે. તેઓ ખરેખર પ્રશંસાને પાત્ર છે.

વિરાટ કોહલીએ કેપ્ટન હરમનપ્રીત કૌર અને સમગ્ર ટીમને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા. તેમણે પડદા પાછળ કામ કરનારા સમગ્ર સ્ક્વોડ અને મેનેજમેન્ટના પ્રયાસોની પણ સરાહના કરી હતી. આ જીત માત્ર એક ટ્રોફી નથી, પરંતુ ભારતીય ખેલાડીઓના આત્મવિશ્વાસની જીત છે. ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કરીને 52 રનની નિર્ણાયક જીત મેળવી હતી.

ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરે આ જીતને 1983 માં પુરુષ ટીમની વર્લ્ડ કપ જીત સમાન, ભાગ્ય બદલનાર ક્ષણ ગણાવી. તેમણે કહ્યું કે, 1983 એ આખી પેઢીને મોટા સપના જોવા માટે પ્રેરિત કર્યા હતા. સચિને ટ્વિટ કર્યું કે, આજે અમારી મહિલા ક્રિકેટ ટીમે કંઈક ખરેખર ખાસ કર્યું છે. તેમણે દેશભરની અસંખ્ય યુવાન છોકરીઓને બેટ અને બોલ ઉપાડવા, મેદાનમાં ઉતરવા અને એ વિશ્વાસ કરવા માટે પ્રેરિત કર્યા છે કે તેઓ પણ એક દિવસ તે ટ્રોફી જીતી શકે છે."

બીજી તરફ સિક્સર કિંગ યુવરાજ સિંહે આ જીતને ભારતીય ક્રિકેટના નવા યુગની શરૂઆત ગણાવી. તેમના સ્પષ્ટવક્તા અંદાજ માટે જાણીતા વીરેન્દ્ર સેહવાગે ટીમને સીધા શબ્દોમાં ચેમ્પિયન્સ! કહીને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે, દરેક ચોગ્ગા અને દરેક વિકેટ સાથે ટીમે પોતાના જુસ્સાથી આખા દેશનું દિલ જીતી લીધું છે. સેહવાગે ટ્વિટ કર્યું કે, શું જીત છે. હરમનપ્રીત કૌર અને તેમની ટીમે આખી પેઢીને જીતવાનું, લડવાનું અને ચમકવાનું સપનું આપ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X