IND vs AUS : મહિલા વર્લ્ડકમાં આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે કરો યા મરો જંગ

આજે મહિલા વિશ્વ કપ ૨૦૨૫નો સૌથી મોટો મુકાબલો ભારતીય ટીમ સેમિફાઇનલમાં અજેય ઓસ્ટ્રેલિયા સામે રમશે. નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાનારી આ મેચ ભારતીય ટીમ માટે ફાઇનલની ટિકિટ સમાન છે, જો કે આ પડકાર ખુબ જ કઠીન છે.

ભારતને ઓપનર પ્રતિષ્ઠા રાવલની ઈજાથી ફટકો પડ્યો છે, પરંતુ તેમની જગ્યાએ શેફાલી વર્માની વાપસી ટીમ માટે આક્રમક શરૂઆત આપી શકે છે. મેચ બપોરે ૩:૦૦ વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ ૨:૩૦ વાગ્યે થશે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી એક પણ મેચ ગુમાવી નથી, તે પોતાના આઠમા ખિતાબ તરફ આગળ વધી રહી છે. ભારત પોતાની ધરતી પર યાદગાર જીત નોંધાવવા માંગશે.

મેચનુ સીધો પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે. ઓનલાઈન સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઈટ પર ઉપલબ્ધ હશે. ડીડી ફ્રી ડિશ યુઝર્સ ડીડી સ્પોર્ટ્સ પર પણ મેચ જોઈ શકશે.

સ્ટાર ઓપનર પ્રતિષ્ઠા રાવલ ઘૂંટણ અને પગની ઘૂંટીની ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ છે. તેની જગ્યાએ શેફાલી વર્માને ટીમમાં સામેલ કરવામાં આવી છે. ટીમ અપેક્ષા રાખે છે કે શેફાલી, સ્મૃતિ મંધાના સાથે મળીને ટીમને મજબૂત શરૂઆત આપશે.

વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષ ઈજામાંથી સાજી થઈને પરત ફરી શકે છે, તેણે મંગળવારે કીપિંગ અને બેટિંગનો અભ્યાસ કર્યો હતો. ટીમને ફાઇનલમાં સ્થાન મેળવવા માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.

ઓસ્ટ્રેલિયાની ટીમ ટુર્નામેન્ટમાં અજેય રહી છે, જે તેમના ક્રિકેટ વર્ચસ્વ દર્શાવે છે. કેપ્ટન એલિસા હીલી છેલ્લા બે મેચમાંથી બહાર હતી, તે પરત ફરી શકે છે. તેણે મંગળવારે કીપિંગનો અભ્યાસ કર્યો હતો. તેની હાજરીથી ટીમની બેટિંગ વધુ મજબૂત બનશે.

ઓસ્ટ્રેલિયાની ટીમ મજબૂત બેટિંગ, શાનદાર બોલિંગ અને નોકઆઉટ મેચોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની ક્ષમતાને કારણે હંમેશા ખતરનાક માનવામાં આવે છે.

ભારતીય મહિલા ટીમ : શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, હરલીન દેઓલ, જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), દીપ્તિ શર્મા, ઉમા છેત્રી (વિકેટકીપર), અમનજોત કૌર, રાધા યાદવ, શ્રી ચરણી, રેણુકા સિંહ ઠાકુર, સ્નેહ રાણા, અરુંધતિ રેડ્ડી, રિચા ઘોષ, ક્રાંતિ ગૌડ.

ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ : જ્યોર્જિયા વોલ, ફોબી લિચફિલ્ડ, એલિસ પેરી, બેથ મૂની (વિકેટકીપર), અન્નાબેલ સધરલેન્ડ, એશલે ગાર્ડનર, તાહલિયા મેકગ્રા (કેપ્ટન), જ્યોર્જિયા વેરહામ, અલાના કિંગ, કિમ ગાર્થ, મેગન શુટ્ટ, હેધર ગ્રેહામ, ડાર્સી બ્રાઉન, એલિસા હીલી, સોફી મોલિન્યુક્સ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X