For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 10 : આઇપીએલના ઇતિહાસમાં આ છે ટોપ 10 બોલિંગ સ્ટાર

આઇપીએલના ઇતિહાસમાં બોલિંગ ક્ષેત્રે કોનો ડંકો વાગે છે જાણો વિગતવાર અહીં...

|
Google Oneindia Gujarati News

ભારતીય પ્રિમીયર લીગ એટલે કે આઇપીએલની આ 10મી સીઝન છે. આ 10 સીઝન દરમિયાન આઇપીએલ ક્રિકેટર રસિયાના મન અને મગજ પર છવાઇ ગઇ છે. 2008માં શરૂ થયેલી આઇપીએલમાં ગત 10 વર્ષો દરમિયાન અનેક નવા રેકોર્ડ બનાવ્યા છે. વાત બોલિંગની હોય કે બેટિંગની આઇપીએલના તેવા અનેક રેકોર્ડ છે જે આઇપીએલના તમામ ક્રિકેટ રસીયાઓએ જાણવા જોઇએ. ત્યારે આઇપીએલની 10 શ્રેષ્ઠ બોલિંગ આંકડા કયા છે વિગતવાર જાણો નીચેના લિસ્ટમાં...

ipl

1. સોહિલ તનવીર
રાજસ્થાન રોયલ્સના સોહિલ તનવીર આ ક્રમમાં સૌથી મોખરે છે. તેમણે ચેન્નઇ સુપર કિંગ વિરુદ્ધ મે 4, 2008માં રમાયેલી મેચમાં ચાર ઓવરમાં 14 રન આપી 6 વિકેટ લીધી હતી.

2. એડમ ઝંપા
રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સના એડમ ઝંપાએ મે 10, 2016ની મેચમાં 4 ઓવરમાં 19 રન સાથે 6 વિકેટ ઝડપી હતી.

3. અનિલ કુંબલે
રોયલ ચેલન્ઝર્સ બેંગલોર તરફથી રમતા ભારતીય ક્રિકેટર અનિલ કુંબલેએ 3 ઓવરમાં 12 રન આપી 5 વિકેટ લીધી હતી.

4 ઇશાંત શર્મા
ડેક્કન ચાર્ઝએ ડેક્કન ચાર્ઝર્સ માટે રમતા 3 ઓવરમાં 12 રન આપી 5 વિકેટ ઝડપી હતી. કોચીમાં આ રમત રમાઇ રહી હતી ત્યારે ઇશાંત શર્માએ આ એવોર્ડ બનાવ્યો હતો.
5. મલ્લિંગા
મલ્લિંગાએ મુંબઇ ઇન્ડિયન માટે રમતા દિલ્હી ડેરડેવિગ વિરુદ્ધ એપ્રિલ 10, 2011ની મેચમાં 3.4 ઓવરમાં 13 રન આપી 5 વિકેટ ઝડપી હતી.

6. રવિન્દ્ર જાડેજા
ગુજ્જુ ભાઇ રવિન્દ્ર જાડેજાએ કેએસકે માટે રમતા ડીવી વિરુદ્ધ એપ્રિલ 7, 2012ની મેચમાં 4 ઓવરમાં 16 રન આપી 5 વિકેટ ઝડપી હતી.

7. જેમ્સ ફોકનર
જેમ્સ ફોકનર આરઆર ટીમમાં રમતા મે 17, 2013ના રોજ સનરાઇઝ હૈદરાબાદ વિરુદ્ધની મેચમાં 4 ઓવરમાં 16 રન આપી 5 વિકેટ મેળવી હતી.

8. અમિત મિશ્રા
મે 15, 2008માં દિલ્હી ડેરડેવિલ્સની માટે રમતા અમિત મિશ્રાએ 4 ઓવરમાં 17 રન આપી 5 વિકેટ ઝપડી હતી.

9 એન્ડ્રૂ ટાઇ
ગુજરાત લાયન્સ માટે રમતા એન્ડ્રૂએ એપ્રિલ 14, 2017ના રોજ રાજકોટ ખાતે પુણેની ટીમ વિરુદ્ધ 4 ઓવરમાં 17 રન આપી 5 વિકેટ ઝડપી હતી.

10. હરભજન સિંહ
હરભજન સિંહે એપ્રિલ 22, 2011ના રોજ મુંબઇ ઇન્ડિયન માટે રમતા સીએસકે વિરુદ્ધ 4 ઓવરમાં 18 રન આપી 5 વિકેટ ઝડપી હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 10: Sohail Tanvir to Harbhajan Singh - Here are top 10 bowling figures. Tanvir holds the record of picking 6 wickets for 14 runs in 4 overs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X