IPL 10 : ગુજરાત લાયન્સે બેંગલોરને 7 વિકેટથી હરાવ્યો!
ગુજરાત લાયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે આઇપીએલ 10 સિઝનનો 31મી મેચ છે. તમામ લાઇવ અપડેટ મેળવો અહીં.
આઇપીએલ 10 સિઝનની આજે 31મી મેચ છે, જે ગુજરાત લાયન્સ અને અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આ મેચ હાલ બેંગલોરના ખચાખચ ભરેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું

Update :
- આઇપીએલ 10ના 31મા મુકાબલામાં ગુજરાત લાયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 7 વિકેટથી હરાવ્યો હતો.
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 135 રનના ટાર્ગેટનો પીછો કરતા ગુજરાત લાયન્સે 13.5 ઓવરમાં 3 વિકેટે 135 રન બનાવી મેચને જીતી લીધી હતી.
- રવિન્દ્ર જાડેજા (2 ) અને સુરેશ રૈના (34) રને નોટ આઉટ
- જીત સાથે ગુજરાત લાયન્સ 6 પોઇન્ટ સાથે છઠ્ઠા સ્થાને આવી ગયુ છે.
- આ દરમિયાન એરોન ફિન્ચે 6 સિક્સર અને 5 ફોર ફટકારી હતી.
- ગુજરાત લાયન્સ તરફથી એરોન ફિન્ચ સૌથી વધુ 72 રન બનાવ્યા હતા.
- એરોન ફિન્ચ 72 રને પવન નેગીની ઓવરમાં ડી વિલિયર્સ દ્વારા કેચ આઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સની ત્રીજી વિકેટ પડી.
- બ્રેન્ડન મેક્કુલમ 3 રને સેમ્યુઅલ બદ્રીની ઓવરમાં ડી વિલિયર્સ દ્વારા કેચ આઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સની બીજી વિકેટ પડી.
- ઇશાન કિશન 16 રને સેમ્યુઅલ બદ્રીની ઓવરમાં એલબી આઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સને પ્રથમ ફટકો ઇશાન કિશનના રૂપમાં લાગ્યો હતો.
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત લાયન્સને જીતવા માટે 135 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 20 ઓવરમાં 134 રને ઓલ આઉટ થઇ ગયુ હતું
- ગુજરાત લાયન્સ તરફથી એન્ડ્ર્યૂ ટાઇએ 3 અને રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ લીધી હતી.
- મનદિપ સિંહ 8 રને એન્ડ્ર્યૂ ટાયની ઓવરમાં આઉટ થયો હતો
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 8મી વિકેટ પડી.
- સેમ્યુઅલ બદ્રી 3 રને રવિન્દ્ર જાડેજાની ઓવરમાં આઉટ થયો હતો
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 7મી વિકેટ પડી.
- પવન નેગી 32 રને અંકિત સોનીની ઓવરમાં આઉટ થયો હતો.
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 6મી વિકેટ પડી.
- ડી વિલિયર્સ 5 રને રન આઉટ થયો હતો.
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 5મી વિકેટ પડી.
- કેદાર જાધવ 31 રને રવિન્દ્ર જાડેજાની ઓવરમાં બોલ્ડ થયો હતો.
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ચોથી વિકેટ પડી.
- ટ્રેવિસ હેડ 0 રને એન્ડ્ર્યૂ ટાઇની ઓવરમાં રૈના દ્વારા કેચ આઉટ થયો હતો.
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ત્રીજી વિકેટ પડી.
- ક્રિસ ગેલ એન્ડ્ર્યૂ ટાયની ઓવરમાં 8 રને દિનેશ કાર્તિક દ્વારા કેચ આઉટ થયો હતો.
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બીજી વિકેટ પડી.
- વિરાટ કોહલી બાસિલ થમ્પીની ઓવરમાં 10 રને એરોન ફિન્ચ દ્વારા કેચ આઉટ થયો હતો.
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ્રથમ ફટકો વિરાટ કોહલીના રૂપમાં લાગ્યો હતો.
- ગુજરાત લાયન્સે ડ્વેન બ્રાવોની જગ્યાએ ઇરફાન પઠાણનો સમાવેશ કર્યો હતો.
- ગુજરાત લાયન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ગુજરાત લાયન્સ:
બ્રેન્ડન મેક્કુલમ, સુરેશ રૈના (કેપ્ટન), બાસિલ થમ્પી, જેમ્સ ફોકનર, એરોન ફિન્ચ, ઇશાન કિશન, રવિન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિક, ઇરફાન પઠાણ, નાથુ સિંહ, એન્ડ્ર્યૂ ટાય
રોયલ ચેલેન્જર્સ બેંગલોર:
ક્રિસ ગેલ, મનદિપ સિંહ, વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડી વિલિયર્સ, ટ્રેવિસ હેડ, કેદાર જાધવ, પવન નેગી, સેમ્યુઅલ બદ્રી, શ્રીનાથ અરવિંદ, યુજવેન્દ્રચહલ,
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
