• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IPL 2020: તમામ ટીમો એકબીજાથી ચડીયાતી છે, જાણો કઈ ટીમ કેટલી ખતરનાક!

|

ક્રિકેટની દુનિયાની સૌથી મોટી ટી-20 ક્રિકેટ લીગ આઈપીએલ 2020 ને થરૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે. તમામ ટીમો તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે ત્યારે આજે અમે તમને એ તમામ ટીમોની તાકાતથી રૂબરૂ કરાવવાના છીએ. સૌથી મહત્વની વાત એ છે કે આ વખતે કોઈપણ ટીમ એવી નથી કે જેને કમજોર ગણી શકાય. આજે અમે તમને તમામ 8 ફ્રેન્ચાઈઝી વિશે વિગતે પરીચીત કરાવીશું.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

આઈપીએલમાં અત્યારસુધી એકપણ વખત ખિતાબ ન રોયલ ચેલેન્જર્સ આ વખતે ટાઈટલ જીતવા દાવ લગાવશે. આ ટીમમાં કેટલાક ખેલાડીઓ એવા છે જેના ભરોશે ટીમ વિજેતા બની શકે છે.

પ્લેઈંગ ઈલેવન - પાર્થિવ પટેલ, આરોપ ફિંચ, વિરાટ કોહલી, એબી ડીવિલિયર્સ, મોઈન અલી, શિવમ દુબે, ક્રિસ મૌરિસ, વોશિંગટન સુંદર, નવદીપ સૈની, યજુવેન્દ્ર ચહલસ ઉમેશ યાદવ

બેટીંગ - બેટીંગમાં ટીમ પાસે એક મજબુત બેટીંગ ઓર્ડર છે. આ ટીમમાં ડીવિલિયર્સ, વિરાટ કોહલી અને એરોન ફિંચ જેવા ખેલાડીઓ છે. આ ઉપરાંત દેવદત્ત પડિકલસ પાર્થિવ પટેલ અને મોઈન અલી જેવા બેટ્સમેન નિર્ણાયક બની શકે છે.

બોલીંગ - બોલીંગ ઓર્ડરની વાત કરીએ તો મોહમ્મદ સિરાઝ, ઉમેશ યાદવ, યજુવેન્દ્ર ચહલ અને નવદીપ સૈની જેવા ખેલાડીઓ છે. બીજી તરફ આ વખતે ટીમમાં ક્રિસ મૌરિસ અને ડેલ સ્ટેન આવી જતા બોલીંગ ઓર્ડર મજબુત બન્યો છે.

ઓલરાઉન્ડર - આ ટીમમાં પવન નેગી, મોઈન અલી, ક્રિસ મૌરિસ અને શિવમ દુબે જેવા ખતરનાક ઓલરાઉન્ડર ખેલાડીઓ છે.

રાજસ્થાન રોયલ્સ

રાજસ્થાન રોયલ્સ

આઈપીએલની પહેલી સીઝનમાં જ પ્રભાવ છોડનારી રાજસ્થાન રોયલ્સની ટીમ એ પછી નબળી પડી છે. જેને લઈને ટીમ ફરીથી પોતાને સ્થાપિત કરવાના પ્રયત્નમાં છે. આ વખતે ટીમમાં કેટલાક નામોને જોતા ટીમ આ કરી શકે તેમ છે.

પ્લેઈંગ ઈલેવન - રોબિન ઉથપ્પા, જોસ બટલર, સંજુ સૈમસન, સ્ટીવન સ્મિથ, રિયાન પરાગ, બેન સ્ટોક્સ, શ્રેયસ ગોપાલ, જોફ્રા આર્ચર, જયદેવ ઉનડકટ, મયંક માર્કંડેય, અંકિત રાજપુત

બેટીંગ ઓર્ડર - આ વખતે રાજસ્થાન રોયલ્સ પાસે રોબિન ઉથપ્પા જેવો અનુભવી ખેલાડી છે તો બીજી તરફ સ્ટીવન સ્મીથ, યશસ્વી જયસ્વાલ, બેન સ્ટોક્સ, સંજુ સૈમસન અને ડેવિડ મિલર જેવા બેટ્સમેને છે, જે કોઈપણ સ્થિતીમાં મેચ જીતાડી શકે છે.

બોલીંગ - બોલીંગ ઓર્ડરની વાત કરીએ તો આ વખતે ટીમે અંકિત રાજપુત, અન્ડ્રુ ટાઈ, મયંક માર્કંડેય, જયદેવ ઉનડકટ અને કાર્તિક ત્યાગી જેવા ખેલાડીઓને સામિલ કર્યા છે. તે ઉપરાંત અગાઉથી પણ કેટલાક સારા બોલર ઉપસ્થિત છે.

ઓલરાઉન્ડર - ટીમ પાસે આ વખતે બેન સ્ટોક્સ જેવો બહેતરીન ઓલરાઉન્ડર છે. તે ઉપરાંત રિયાન પરાગ. શ્રેયસ ગોપાલ, જોફ્રા આર્ચર અને જયદેવ ઉનડકટ જરૂરત પડે ત્યારે મદદરૂપ સાબિત થઈ શકે છે.

દિલ્લી કેપિટલ્સ

દિલ્લી કેપિટલ્સ

અત્યાર સુધી એકપણ વખત ટાઈટલ ન જીતી શકનારી દિલ્લીની ટીમનું પર્ફોર્મન્સ છેલ્લી કેટલીક સીઝનમાં પ્રભાવી રહ્યું છે. જેને જોતા ટીમ આ વખતે ટાઈટલ જીતી શકે છે. આ વખતે ટીમ પાસે એકથી એક ચડીયાતા ખેલાડીઓ છે.

પ્લેઈંગ ઈલેવન - શિખર ધવન, પૃથ્વી શો, શ્રેયસ અય્યર, ઋષભ પંત, શિમરોન હેટમાયર, ક્રિસ વોક્સ, માર્કસ સ્ટોઈનિસ, આર. અશ્વિન, અમિત મિશ્રા, ઈશાંત શર્મા, કસિગો રબાડા

બેટીંગ ઓર્ડર - દિલ્લીની આ સીઝનની ટીમ એક યુવા ટીમ છે. બેટીંગમાં ટીમ પાસે શિખર ધવન, શ્રેયસ અય્યર,અંજિક્ય રહાણે, પૃથ્વી શો, શિમરોન હેટમાયર અને જૈસન રોય જેવા સારા ખેલાડીઓ છે.

બોલીંગ - આ ટીમના બોલીંગ ઓર્ડરની વાત કરીએ તો ટીમમાં કેટલાક મોટા નામ છે. કસિગો રબાડા, ઈશાંત શર્મા, આર અશ્વિન, આવેશ ખાન, ક્રિસ વોક્સ, અક્ષર પટેલ, સંદિપ લામીછાને અને અમિત મિશ્રા જેવા મજબુત વિકલ્પો ટીમ પાસે છે.

ઓલરાઉન્ડર - આ વખતની દિલ્લીની ટીમમાં એકથી વધારે ઓલરાઉન્ડર છે. ટીમ પાસે અક્ષર પટેલ, ક્રિસ વોક્સ, કિમો પોલ, લલિત યાદવ અને હર્ષલ પટેલ જેવા મજબુત ઓલરાઉન્ડર છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ

સનરાઈઝર્સ હૈદરાબાદ

આઈપીએલમાં તમામ વિભાગોની દ્રષ્ટીએ સંતુલિત ટીમની વાત કરીએ તો તેમાં પહેલું નામ સનરાઈઝર્સ હૈદરાબાદનું આવે. આ વખતની હૈદરાબાદની ટીમ ટાઈટલ જીતવા માટેની મજબુત દાવેદાર છે.

પ્લેઈંગ ઈલેવન - જોની બેયરેસ્ટો, ડેવિડ વોર્નર, કેન વિલિયમ્સન, મનીષ પાંડે, વિરાટ સિંહ, અભિષેક શર્મા, વિજય શંકર, રાશિદ ખાન, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ

બલ્લેબાજી - સનરાઈઝર્સની ટીમમાં આ વખતે એક જોરદાર બેટીંગ ઓર્ડર છે. ટીમ પાસે શરૂઆતમાં જોની બેયરેસ્ટો, ડેવિડ વોર્નર, મનીષ પાંડે અને કેન વિલિયમ્સન જેવા ખેલાડીઓ જેવા ખેલાડીઓ છે. તે ઉપરાંત પ્રિયમ ગર્ગ અને સંજય યાદવ જેવા યુવા બેટ્સમેન પણ છે.

બોલીંગ - બોલીંગમાં ટીમ આ વખતે સૌથી ખતરનાક બોલીંગ ઓર્ડર ધરાવે છે. આ વખતે ટીમમાં દરેક પ્રકારના વિકલ્પ છે. ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કૌલ, ખલીલ અહમદ, બાસિલ થામ્પી અને સંદીપ શર્મા જેવા બોલરો આ વખતે ટીમનો હિસ્સો છે. તે ઉપરાંત રાશિદ ખાન અને મોહમ્મદ નબી જેવા બોલરોનો કોઈ વિકલ્પ નથી.

ઓલરાઉન્ડર - સનરાઈઝર્સમાં ઓલરાઉન્ડરની વાત કરીએ તો ફેબિયન એલન, રાશિદ ખાન અને મોહમ્મદ નબી જેવા ખેલાડીઓ બોલીંગ અને બેટીંગમાં શાનદાર પ્રદર્શન કરી શકે છે.

કોલકત્તા નાઈટ રાઈડર્સ

કોલકત્તા નાઈટ રાઈડર્સ

આઈપીએલના આ સીઝનની હરાજીમાં કોલકત્તાની ટીમ છવાયેલી રહી. ટીમે કેટલીક મોટી બોલી લગાવીને ટીમને મજબુત બનાવી છે. કોલકત્તાની ટીમની સ્ટ્રેન્થને જોતા આ વખતે ટાઈટલ જીતી શકે છે.

પ્લેઈંગ ઈલેવન -

દિનેશ કાર્તિક, શુભમન ગિલ, સુનિલ નરેન, નીતિશ રાણા, ઓએન મોર્ગન, આન્દ્રે રસેલ, રાહુલ ત્રિપાઠી, કુલદીપ યાદવ, પૈટ કમિંસ, પ્રસિદ્ધ કૃષ્ણા, શિવમ માવી

બેટીંગ ઓર્ડર - કોલકત્તાએ આ વખતે બોલીંગ ઓર્ડર પર વિશેષ ધ્યાન આપ્યુ છે. જેના ભાગરૂપે ઓએન મોર્ગન અને રાહુલ ત્રિપાઠી જેવા ખેલાડીઓ પર દાવ ખેલ્યો. આ ઉપરાંત યુવા બેટ્સમેન ટોમ બંટન જેવા ખેલાડીને પણ ટીમમાં સામેલ કર્યો. તમામ રીતે ટીંમ સંતુલીત લાગી રહી છે.

બોલીંગ ઓર્ડર -

કોલકત્તાની ટીમમાં પૈટ કમિંસની એન્ટ્રી થતા બોલીંગમાં એક મોટો સુધારો થયો છે. પાછલી સીઝનમાં બોલીંગમાં નબળી રહેલી કોલકત્તાની ટીમમાં આ વખતે પૈટ કમિંસ, શિવમ માવી અને કમલેશ નાગરકોટી જેવા ખેલાડીઓના આવતા મજબુત બની છે. જેનાથી સુનીલ નરેન અને કુલદીપ યાદવ પર દબાણ ઓછુ થશે.

ઓલરાઉન્ડર - ઓલરાઉન્ડરની દ્રષ્ટીએ આ વખતે કેકેઆર સૌથી મજબુત છે. ટીમમાં આન્દ્રે રસેલ જેવો ખતરનાક ખેલાડી છે તો બીજી તરફ સુનિલ નરેન અને કમિંસ જેવા જેવા ખેલાડીઓ મોટુ યોગદાન આપી શકે છે.

ચેન્નઈ સુપર કિંગ્સ

ચેન્નઈ સુપર કિંગ્સ

મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની વાળી ચેન્નઈની ટીમ શરૂઆતથી જ મજબુત રહી છે. આ વખતે પણ ટીમ દરેક વિભાગમાં સંતુલિત દેખાઈ રહી છે. કેટલાક નવા ખેલાડીઓ ઉમેરાતા ટીમ ટાઈટલની દાવેદાર ગણાઈ રહી છે.

પ્લેઈંગ ઈલેવન - મહેન્દ્રસિંહ ધોની, ફાફ ડુ પ્લેસીસ, શેન વોટસન, સુરેશ રૈના, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રેવો, દિપક ચાહર, હરભજન સિંહ, શાર્દુલ ઠાકુર, ઈમરાન તાહિર

બેટીંગ ઓર્ડર - પહેલેથી જ બોલીંગમાં મજબુત રહેલી ચેન્નઈની ટીમ આ વખતે ટાઈટલની દાવેદાર છે. મુખ્ય પ્લેઈંગ ઈલેવન ઉપરાંત પણ ટીમમાં મુરલી વિજય, કેદાર જાદવ અને ઋતુરાજ ગાયકવાડ જેવા ખેલાડીઓ છે.

બોલીંગ ઓર્ડર - પહેલેથી જ મજબુત રહેલી ચેન્નઈની ટીમે આ વખતે હરાજીમાં પીયુષ ચાવલા, સૈમ કુરેશ અને જૌશ હેજલવુડને ખરીદીને બોલીંગ ઓર્ડર મજબુત બનાવ્યો છે. આ ખેલાડીઓના આવી જવાથી દિપક ચાહર અને હરભજનસિંહ પર દબાણ ઓછુ થશે.

ઓલરાઉન્ડર - સૈમ કુરેન જેવા મજબુત ઓલરાઉન્ડરની ટીમમાં એન્ટ્રી થતા ટીમ વધારે મજબુત બની ગઈ છે. આ પહેલાથી જ ટીમમાં ડ્વેન બ્રેવો જેવો જોરદાર ઓલરાઉન્ડર છે જ.

કિંગ્સ ઈલેવન પંજાબ

કિંગ્સ ઈલેવન પંજાબ

આ વખતની હરાજીમાં પંજાબની ટીમ ખુબ સક્રિય દેખાઈ. આ વખતે ટીમમાં જોડાયેલા ખેલાડીઓના કારણે ટીમ એક અલગ જ રીતે ઉભરી છે. અનિલ કુંબલેએ ટીમને તમામ વિભાગમાં મજબુત બનાવી છે.

પ્લેઈંગ ઈલેવન -

કેએલ રાહુલ, ક્રિસ ગેલ, મયંક અગ્રવાલસ કરૂણ નાયર, ગ્લેન મેક્સવેલ, નિકોલસ પુરન, કૃષ્ણપ્પા ગૌથમ, મોહમ્મદ શમી, ક્રિસ જોર્ડન, દર્શન નાલકંડે, મુરૂગન

બેટીંગ ઓર્ડર - હજુ સુધી એક પણ ટાઈટલ ન જીતી શકનારી પંજાબની ટીમે આ વખતે હરાજીમાં મોટા દાવ લગાવ્યા. ગ્લેન મેક્સવેલ જેવા ખેલાડીને ફરીથી ટીમમાં સમાવ્યો તો પાછળનો બેટીંગ ઓર્ડર પણ મજબુત છે.

બોલીંગ ઓર્ડર -

બોલીંગમાં ટીમમાં અલગ જ વેરાયટી છે. આ વખતે ટીમમાં શેલ્ડર કોટરેલ અને ક્રિસ જોર્ડનને સામેલ કર્યા છે. આ ઉપરાંત સ્પિનમાં ટીમ પાસે કુષ્ણપ્પા ગૌથમ પણ છે.

ઓલરાઉન્ડર -

પંજાબે સૈમ કુરેનને છુટ્ટો કર્યો છે તો બીજી તરફ જોર્ડન અને મેક્સવેલને ટીમમાં સામેલ કર્યા છે. આ ઉપરાંત જેમ્સ નીશેમ અને ગૌથમ ટીમને મજબુત બનાવે છે.

મુંબઈ ઈન્ડિયન્સ

મુંબઈ ઈન્ડિયન્સ

અત્યારસુધી 4 વખત વિજેતા બનેલી મુંબઈની ટીમનો કોઈ જવાબ નથી. ટીમ તમામ રીતે મજબુત અને સંતુલિત છે.

પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા, ડી કોક, ક્રિસ લિન, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, કીરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, રાહુલ ચાહર, જસપ્રિત બુમરાહ, લસિથ મલિંગા, ધવલ કુલકર્ણી

બેટીંગ ઓર્ડર -

આ વખતે મુંબઈની ટીમે ક્રિસ લિનને ખરીદ્યો. ઓપનરમાં ક્રિસ લિનની એન્ટ્રી થતા ટીમ વધારે મજબુત બની છે. આ ઉપરાંત ટીમમાં ઈશાન કિશન, સૌરવ તિવારી અને આદિત્ય તારે જેવા બેકઅપ ખેલાડીઓ પણ છે. સુર્યકુમાર યાદવ ટોપ ઓર્ડરમાં સારો વિકલ્પ છે.

બોલીંગ ઓર્ડર -

આ વખતે મુંબઈ ઈન્ડિયને હરાજીમાં નાથન કુલ્ટરને ટીમમાં સામેલ કર્યો. કુલ્ટર એક ખતરનાક ફાસ્ટ બોલર છે. આ ઉપરાંત ટીમમાં ટ્રેંટ બોલ્ટ પણ છે. જે જસપ્રિત બુમરાહ અને લસિથ મલિંગા સાથે મળીને ટીમના બોલીંગ ઓર્ડરને ધારદાર બનાવશે. આ ઉપરાંત રાહુલ ચાહર અને કૃણાલ પંડ્યા સ્પિનમાં રંગ રાખે છે.

ઓલરાઉન્ડર

મુંબઈના ઓલરાઉન્ડરની વાત કરીએ તો ટીમમાં કીરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, નાથન કુલ્ટર અને મેક્લેનાધન જેવા એકથી એક ચડીયાતા ખેલાડીઓ છે.

આ પણ વાંચોઃ IPL 202: કોણ છે આઈપીએલનું બેસ્ટ કેપ્ટન?

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2020: તમામ ટીમો એકબીજાથી ચડીયાતી છે, જાણો કઈ ટીમ ખતરનાક!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X