IPL 2020: જાણો CSK અને RRના કયા ખેલાડીઓને પ્લેઈંગ Xi મા મોકો મળી શકે
IPL 2020: જાણો CSK અને RRના કયા ખેલાડીઓને પ્લેઈંગ Xi મા મોકો મળી શકે
નવી દિલ્હીઃ આઈપીએલ 2020નો અત્યાર સુધીનો મુકાબલો ઘણો રોમાંચક રહ્યો છે. ટૂર્નામેન્ટમાં ચોથી મેચમાં પણ કંઈક આવી જ ધમાકેદાર ટકક્રની ઉમ્મીદ છે, જો કે ક્રિકેટ એક્સપર્ટ્સ મુજબ ચેન્નઈ સુપર કિંગ્સનું પલડું ભારે છે, કેમ કે ઓપનિંગ મેચમાં જીત હાંસલ કર્યા બાદ એમએસ ધોનીની ટીમના હોંસલા બુલંદ છે.

જ્યારે શારજાહમાં રમાનાર આ મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમમાં કેટલાય સ્ટાર વિદેશી ખેલાડી ગેરહાજર રહેશે. બેન સ્ટોક્સ પોતાના બીમાર પિતાની દેખભાળ માટે ન્યૂઝીલેન્ડમાં હાજર છે. જોસ બટલર પણ પહેલી મેચથી બહાર રહેશે કેમ કે તેઓ પોતાના પરિવાર સાથે અલગથી આવ્યા છે અને તેમને દુબઈમાં 36 કલાક અનિવાર્ય ક્વોરેન્ટાઈનમાં રહેશે. સ્ટીવ સ્મિથને માથામાં ઈજા થઈ હતી, જો કે હવે સ્મિથ સાજો થઈ ગયો હોવાથી રાજસ્થાનને થોડી રાહત જરૂર મળી છે.
સ્ટોક્સની ગેરહાજરીમાં ટૂર્નામેન્ટમાં રોયલ્સનું અભિયાન ઓછામા ઓછા પહેલા સ્ટેજમાં પ્રભાવિત થશે પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં સ્મિથની હાજરીનો મતલબ છે કે ટીમ આસાનીથી ગોઠણ નહિ ટેકવે. સ્મિથને ઈંગ્લેન્ડ દરમ્યાન નેટ સત્ર દરમ્યાન માથામાં ઈજા લાગી હતી જેને કારણે તે વનડે સીરીઝમાં રમી નહોતા શક્યા. હવે નિયમો અંતર્ગત તેમણે સ્વાસ્થ્ય પરીક્ષણ પાસ કરી લીધું છે અને રમવા માટે તૈયાર છે.
ચેન્નઈ સુપર કિંગ્સ માટે પ્લેઈંગ ઈલેવનમાં બદલાવની ઉમ્મીદ ઓછી છે કેમ કે ધોની વિનિંગ કોમ્બિનેશન સાથે છેડતી કરવા નહિ માંગે. બીજી તરફ રાજસ્થાનની ટીમને બેન સ્ટોક્સ અને જોસ બટલરનો વિકલ્પ શોધવો પડશે. જો કે સ્ટીવ સ્મિથને યુવા ખેલાડીઓથી ઘણી ઉમ્મીદ છે, યંગ પ્લેયર્સ ટીમ માટે જાદૂઈ પ્રદર્શન કરી શકે છે.
ચેન્નઈ સુપરકિંગ્સની સંભવિત પ્લેઈંગ Xi
- વિકેટકીપરઃ મહેન્દ્ર સિંહ ધોની
- બેટ્સમેનઃ મુરલી વિજય, શેન વોટ્સન, ફાફ ડુ પ્લેસી, અંબાતી રાયડૂ
- ઑલરાઉન્ડરઃ રવિન્દ્ર જાડેજા, કેદાર જાદવ, સેમ કરન
- બોલરઃ પીયૂષ ચાવલા, દીપક ચહર, લુંગી એનગિડી












Click it and Unblock the Notifications
