IPL 2020: જો રાજસ્થાન આજે હારી તો પ્લેઑફથી બહાર થઈ જશે
IPL 2020: જો રાજસ્થાન આજે હારી તો પ્લેઑફથી બહાર થઈ જશે
રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે આજે મહત્વનો મુકાબલો રમાઈ રહ્યો છે. આઈપીએલ એવા સ્ટેજે છે જ્યાં પરિણામોની નિરંતરતા ગૌણ થઈ ચૂકી છે અને અનિશ્ચિતતાના રોમાંચે પ્રતિયોગિતાને પોતાની ગિરફ્તમાં લઈ લીધી છે.

આમ તો કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ સતત પાંચ મેચ જીતીને આવી રહી છે પરંતુ તેને પણ હજી સુધી પ્લેઑફની ટિકિટ નથી મી અને આસાન પણ નથી જણાઈ રહ્યું. પોતાની સ્થિતિને સારી કરવા માટે પંજાબે સતત છઠ્ઠી જીત હાંસલ કરવી પડશે અને જો પંજાબ આવું કરવામા સફળ થશે તૌ સતત સૌથી વધુ મેચ જીતનાર ટીમ બની જશે.
પંજાબના 12 મેચમાં 12 પોઈન્ટ છે અને રાજસ્થઆનના 12 મેચમાં 10 પોઈન્ટ છે. રાજસ્થાન જો આ મેચ હારે છે તો પ્લેઑફથી બહાર થઈ જશે. પાછલી મેચ રાજસ્થાનને બેન સ્ટોક્સે જીતાવી હતી અને જેવી રીતે હાલ આ પ્રતિયોગિતા ચાલી રહી છે તેને જોતા જો ગુલાબી ટીમ જીતી જાય તો આશ્ચર્ય નહિ થાય. પ્લેઑફમાં પહોંચવા માટે રાજસ્થાને આ મેચ જીતવી ખુબ જરૂરી છે.












Click it and Unblock the Notifications
