IPLની પહેલી સિઝનમાં રહેલા 8 ટીમના કેપ્ટન હાલ ક્યાં છે?
આઈપીએલના કારણે જ ભારતમાં ટી20 ફોર્મેટને લોકપ્રિય કરવમાં મહ્તવનું યોગદાન છે. આ સાથે જ આ લીગને કારણે ઘણા યુવા ખેલાડીઓને પોતાના દેશ માટે રમવાની તક મળી છે. જે ખેલાડીઓને કોઈ ઓળખતનું નહોતું, તેમને ઓળખ મળી છ
આઈપીએલના કારણે જ ભારતમાં ટી20 ફોર્મેટને લોકપ્રિય કરવમાં મહ્તવનું યોગદાન છે. આ સાથે જ આ લીગને કારણે ઘણા યુવા ખેલાડીઓને પોતાના દેશ માટે રમવાની તક મળી છે. જે ખેલાડીઓને કોઈ ઓળખતનું નહોતું, તેમને ઓળખ મળી છે. આઈપીએલ બાદ ઘણા દેશોએ આ પ્રકારની લીગ શરૂ કરી છે. પરંતુ આઈપીએલની લોકપ્રિયતા જબરજસ્ત છે. આઈપીએલની પહેલી સિઝન છેક 2008માં રમાઈ હતી. જેમાં 8 ટીમો હતી. પહેલી સિઝનમાં રાજસ્થાન રોયલ્સ ચેમ્પિયન બની હતી. તે સમયે આ ટીમને શેન વોર્ને લીડ કરી હતી. ત્યારથી અત્યાર સુધી આઈપીએલમાં 12 સિઝન રમાઈ ચૂકી છે.
આપીએલની પહેલી સિઝનને લોકપ્રિય બનાવવામાં આ આઠ ટીમના કેપ્ટનની ભૂમિકા મહત્વની છે. પરંતુ લોકો આજે તેમને ભૂલી ચૂક્યા છે. ચાલો જોઈએ પહેલી સિઝનના 8 કેપ્ટનો હાલ ક્યાં છે ?

શેન વોર્ન (કેપ્ટન, રાજસ્થાન રોયલ્સ)
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર રહી ચૂકેલા શેન વોર્ને રાજસ્થાન રોયલ્સે 2008માં ટીમના કેપ્ટન બનાવાયા હતા. શેન વોર્નની કેપ્ટન્સીમાં રાજસ્થાન રોયલ્સ ચેમ્પિયન બન્યું હતું. વોર્ન આઈપીએલની 4 સિઝન રમી ચૂક્યા છે. વોર્ને આઈપીએલની 55 મેચ રમીને 25.38ની સરેરાશથી 57 વિકેટ ઝડપી છે. હાલ વોર્ન આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સના હેડ કોચ છે.

વીવીએસ લક્ષ્મણ (કેપ્ટન, ડેક્કન ચાર્જર્સ)
ડેક્કન ચાર્જર્સ (સનરાઈઝર્સ હૈદરાબાદ) આઈપીએલની પેહલી સિઝનમાં વીવીએસ લક્ષ્મણની કેપ્ટનસીમાં રમી હતી. જો કે આઈપીએલમાં લક્ષ્મણની કેપ્ટન્સી અને ખેલાડી બંને રીતે ખરાબ રહ્યું હતું. લક્ષ્મણની કેપ્ટન્સીમાં ડેક્કન ચાર્જર્સ પહેલી સિઝનમાં માત્ર 2 જ મેચ જીતી શકી હતી અને પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી હતી. હાલ લક્ષ્મણ આ જ ટીમના મેન્ટરની ભૂમિકામાં છે. સાથે જ તે આંતરરાષ્ટ્રીય મેચમાં કમેન્ટ્રી કરે છે.

યુવરાજસિંહ (કેપ્ટન, કિંગ્સ 11 પંજાબ)
આઈપીએલની પહેલી સિઝન સમયે યુવરાજસિંહ 26 વર્ષના હતા, અને તેમને ટીમના કેપ્ટન બનાવાયા હતા. આ સિઝનમાં યુવરાજસિંહ સૌથી યુવા કેપ્ટન હતા. તેમની કેપ્ટન્સીમાં સેમી ફાઈનલ સુધી પહોંચી હતી. પરંતુ સેમિફાઈનલ મેચમાં ચેન્નાઈ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. યુવરાજસિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે.

મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન, ચેન્નાઈ સુપરકિંગ્સ)
2008થી લઈને 2020 સુધી ધોની ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન છે. આઈપીએલ 20028માં ચેન્નાઈએ ધોનીને 9.5 કરોડમાં ખીદ્યા હતા. ધોની પહેલી સિઝનના સૌથી મોંઘા ખેલાડી હતા. ધોનીની કેપ્ટન્સીમાં ટીમ ફાઈનલ સુધી પહોંચી હતી. પરંતુ ફાઈનલમાં રાજસ્થાન રોયલ્સને હરાવી નહોતા શક્યા. ધોની હાલ પણ ચેન્નાઈના કેપ્ટન છે.

વીરેન્દ્ર સેહવાગ (કેપ્ટન, દિલ્હી ડેરડેવિલ્સ)
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરેન્દ્ર સેહવાગને દિલ્હી ડેરડેવિલ્સે પહેલી સિઝનમાં કેપ્ટન બનાવ્યા હતા. સેહવાગની કેપ્ટન્સીમાં દિલ્હીએ 14માંથી 7 મેચ જીતી હતી અને ટીમ ટોપ 4માં પહોંચી હતી. આઈપીએલમાંથી સન્યાસ લીધા બાદ સેહવાગ કિંગ્સ 11 પંજાબના મેન્ટર હતા. જો કે તે હાલ આ પદ પર નથી.

રાહુલ દ્રવિડ (કેપ્ટન, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર)
રાહુલ દ્રવિડ પહેલી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન હતા. પરંતુ ટીમ આખી સિઝનમાં કશું ખાસ પર્ફોમ નહોતી કરી શકી. પહેલી સિઝનમાં બેંગ્લોર માત્ર 4 જ મેચ જીતી શકી હતી, અને પોઈન્ટ ટેબલમાં સાતમા નંબરે હતી. પહેલી સિઝન બાદ બેંગ્લોરે કેપ્ટન બદલી નાખ્યા. હાલ દ્રવિડ BCCIની નેશનલ ક્રિકેટ એકેડમીમાં કાર્યરત છે.

સચિન તેન્ડુલકર (કેપ્ટન, મુંબઈ ઈન્ડિયન્સ)
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હાલ આઈપીએલમાં 4 ટાઈટલ જીતનારી એકમાત્ર ટીમ છે. પરંતુ આઈપીએલની પહેલી સિઝનનમાં મુંબઈનું પ્રદર્શન ખાસ નહોતુ. સચિનની કેપ્ટન્સીમાં ટીમ માત્ર 5 જીત સાથે પાચમા નંબરે રહી હતી. સચિન હાલ પણ મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલા છે અને મેન્ટરની ભૂમિકામાં કાર્યરત છે.

સૌરવ ગાંગુલી (કેપ્ટન, કોલકાતા નાઈટરાઈડર્સ)
ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટનોમાંના એક સૌરવ ગાંગુલી પહેલી સિઝનમાં કોલકાતા નાઈટરાઈડર્સના કેપ્ટન હતા. તેમની કેપ્ટન્સીમાં કોલકાતાની ટીમે 14માંથી 6 મેચ જીતી હતી અને પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા નંબરે પહોંચી હતી. હાલ ગાંગુલી બીસીસીઆઈના અધ્યક્ષ છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
