IPL 202: કોણ છે આઈપીએલનું બેસ્ટ કેપ્ટન?
આઈપીએલની 12 સિઝન રમાઈ ચૂકી છે. આ વખતે 13મી સિઝન રમાશે. સવાલ એ છે સૌથી બેસ્ટ કેપ્ટન કોણ છે, જેની ટીમ સૌથી વધુ સફળ છે. આવો જાણીએ.
આઈપીએલની 12 સિઝન રમાઈ ચૂકી છે. આ વખતે 13મી સિઝન રમાશે. તમને પણ ખ્યાલ હશે જ કે આઈપીએલમાં ચેન્નાઈ સુપરકિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ અનુક્રમે 3-4 વખત ટાઈટલ જીતી ચૂક્યા છે, તો કોલકાતા 2 વખત. પરંતુ સવાલ એ છે સૌથી બેસ્ટ કેપ્ટન કોણ છે, જેની ટીમ સૌથી વધુ સફળ છે.

સૌથી વધુ સફળ કેપ્ટન
આઈપીએલના 12 વર્ષમાં સૌથી વધુ સફળ કેપ્ટનની વાત કરીએ તો તેમાં સૌથી ઉપર ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન ધોનીનું નામ આવે છે. ધોનીની આગેવાનીમાં ટીમ 8 વખત ફાઈનલમાં પહોંચી ચૂકી છે, અને ત્રણ વખત ટાઈટલ જીતી ચૂકી છે.

બે વર્ષનો પ્રતિબંધ
ધોની આઈપીએલની પહેલી સિઝનથી સારુ પ્રદર્શન કરતા આવ્યા છે અને ટીમે પણ આકરી મહેનત કરી હતી. એટલે જ 2008માં પહેલી સિઝનમાં ટીમ ફાઈનલમાં પહોંચી હતી. જો કે આ ટુર્નામેન્ટ રાજસ્થાન જીતી ગયુ હતુ. પરંતુ ચેન્નાઈ તો સફળતાની રાહ પર જ હતુ. 2010ની સિઝનમાં પણ ફાઈનલમાં પહોંચીને મુંબઈને હરાવી ટીમ ચેમ્પિયન બની. ધોનીની વાત આટલેથી નથી અટકતી, કારણ કે તેઓ આગળ પણ સારુ રમતા રહ્યા અને ટીમે ફરી 2011માં ટુર્નામેન્ટમાં જીત મેળવી. 2012, 2013માં ટીમ રનર્સઅપ બની. તો 2015માં પણ ટીમ ફાઈનલમાં પહોંચી. જો કે બાદમાં ટીમ પર બે વર્ષનો પ્રતિબંધ લાગી ગયો.

ચેન્નાઈને ત્રીજી વાર ચેમ્પિયન બનાવી
બાદમાં ધોનીને રાઈઝિંગ પૂણે સુપરજાયન્ટ્સની કેપ્ટન્સી સોંપવામાં આવી. તેમનું પ્રદર્શન તો સારુ રહ્યુ પરંતુ 2017માં તેમની કેપ્ટન્સી લઈ લેવામાં આવી. 2018માં ફરી ચેન્નાઈ મેદાનમાં આવી અને ધોની પીળી જર્સીમાં દેખાયા. 2018માં ચેન્નાઈને ત્રીજી વાર ચેમ્પિયન બનાવી. એટલે જ કહી શકાય કે ધોની બેસ્ટ કેપ્ટન છે કારણ કે તે ટીમને 3 વખત ચેમ્પિયન બનાવવાની સાથે સાથે 8 વખત ફાઈનલમાં પહોંચાડી ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
