IPL 2020: કોરોના વાયરસની આઈપીએલ પર અસર નહીં પડે, આ રહ્યું કારણ..

સૌથી ચૌકાવનારી બાબત એ છે કે આઈપીએલ પર કોરોનાની કોઈ અસર નહીં પડે.

દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે 3500 લોકોના મોત થઈ ચુક્યા છે અને તેના કારણે ઘણી બધી મોટી આંતરરાષ્ટ્રિય ટુનામેન્ટ રદ્દ કરવાની ફરજ પડી છે. આ બધાની વચ્ચે સૌથી ચૌકાવનારી બાબત એ છે કે આઈપીએલ પર કોરોનાની કોઈ અસર નહીં પડે. દુનિયાના ઓછા દેશોમાં ક્રિકેટ રમાય છે એ વાત આઈપીએલ માટે વરદાન સાબિત થઈ રહી છે. એક તરફ દુનિયાભરમાં કોરોનાનો કહેર છે ત્યારે આઈપીએલને તેની કોઈ અસર નહી થાય અને આઈપીએલ તેના નિર્ધારીત સમયે જ શરૂ થશે. દુનિયામાં 3500 લોકોના મોત થઈ ચુક્યા છે અને ઘણી બધી ઈન્ટરનેશનલ ટુનાર્મેન્ટ રદ કરાઈ હોવા થત્તા આઈપીએલ પર તેની કોઈ અસર નહીં પડે.

ipl

આઈપીએલ પર કોરોનાની અસર નહીં પડવાનું મુખ્ય કારણ ક્રિકેટનું ઓછા દેશોમાં રમાવું છે. આઈપીએલમાં બહું ઓછા દેશના ખેલાડીઓ ભાગ લે છે. આઈપીએલમાં રમનારી 8 ફ્રેન્ચાઈઝીમાંથી કોઈપણ ખેલાડી ભારત આવવા બાબતે અસ્પષ્ટ નથી. ક્રિકેટ રમનારા દેશો ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા ઓર કૈરેબિયન દેશના અંદાજે 60 ખેલાડીઓ આઈપીએલમાં ભાગ લેશે. આ દેશોમાંથી કોઈપણ દેશ કોરોનાથી પ્રભાવિત નથી.

બીસીસીઆઈના એક અધિકારીએ નામ ન જણાવવાની શરતે પીટીઆઈને જણાવ્યું કે, આઈઓસી કઈ રહીં છે કે ટોક્યોમાં ઓલંપિક નિયત સમય અનુસાર જ યોજાશે, એને ધ્યાનમાં રાખીને જોવામાં આવે તો આઈપીએલ બહું નાની ટુનાર્મેન્ટ છે. જો ઓલંપિક યોજાઈ શકે તો આઈપીએલ કેમ ન યોજાઈ શકે? આઈપીએલ નિયત સમયે યોજાવાનું બીજુ કારણ પ્રસારણ છે. સ્ટાર સ્પોર્ટ્સે 16347 કરોડ રૂપિયામાં પ્રસારણ અધિકારો ખરીદ્યા છે. જો આઈપીએલ નિયત સમયે ન યોજાય તો જાહેરાતથી મળનારૂ રાજસ્વ પ્રભાવિત થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X