IPL 2020: આજે કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે મેદાન-એ-જંગ ખેલાશે
IPL 2020: આજે કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે મેદાન-એ-જંગ ખેલાશે
નવી દિલ્હીઃ આજે આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેદાન-એ-જંગ ખેલાશે. આજે ડબલ ડેકર મુકાબલો થવાનો હોય સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે બપોરે મેચ રમાશે અને આબૂ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં પહેલો મુકાબલો રમાશે.
હૈદરાબાદની ટીમ પાછલી બે મેચ હારીને આવી રહી છે. 8માંથી 3 મેચ જીતવાની સાથે જ આ ટીમે પોતાના પ્લસમાં નેટ રનને પગલે પાંચમું સ્થાન હાંસલ કરેલું છે. જ્યારે કોલકાતા પણ સતત પાછલા બે મેચ હારી ચૂકી છે અને 8 મેચમાં આટલા જ અંકને પગલે ચોથા સ્થાને છે.

સનરાઈઝર્સનો ટૉપ ઓર્ડર બરાબર છે
સનરાઈઝર્સ પાસે ટૉપ ઓર્ડરમાં વધુ ફેરબદલની જરૂરત નથી કેમ કે ત્યાં બેયરસ્ટો, વોર્નર અને મનીષ પાંડે તરીકે અનુભવ હાજર છે. નંબર ચાર પર કેન વિલિયમસન ઠીક લાગે છે પરંતુ બની શકે કે પ્રિયમ ગર્ગે પ્લેઈંગ ઈલેવનમાંથી હાથ ધોવા પડી શકે છે, કેમ કે આ યુવા ખેલાડીએ સીએસકે સામે ફીફ્ટી લગાવ્યા બાદ કંઈ ખાસ અસર નથી છોડી. એવામાં ટીમ યુવા ખેલાડી વિરાટ સિંહનો મોકો આપવાનું વિચારી શકે છે અને એવું ના થયું તો પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્માની વાપસી થવી જોઈએ.

કેકેઆર હારથી ચિંતિત
બીજી તરફ કેકેઆરની ટીમ છે જે કપ્તાન બદલ્યા બાદ પણ હારના સિલસિલાને અટકાવી ના શકી. નીતિશ રાણાએ અત્યાર સુધીમાં માત્ર 155 રન જ બનાવ્યા છે પરંતુ આ યુવા ખેલાડીને લાંબી રસ્સી મળે. આ ઉપરાંત સુનીલ નરેનની ઉપસ્થિતિ પર સંશય યથાવત છે તો લૉકી ફર્ગ્યુસનને પેટ કમિંસ એન્ડ કંપનીની સહાયતા કરવા માટે બોલાવવામાં આવવો જોઈએ.

આવી હોય શકે બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
સનરાઈઝર્સ હૈદરાબાદઃ ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, મનીષ પાંડે, કેન વિલિયમસન, વિજય શંકર, અભિષેક શર્મા/ વિરાટ સિંહ, રાશિદ ખાન, શાહબાજ નદીમ, ખલીલ અહમદ, સંદીપ શર્મા, ટી નટરાજન.
કોલકાતા નાઈટ રાઈડર્સઃ શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, નીતિશ રાણા, ઈયોન મોર્ગન, દિનેશ કાર્તિક, આંદ્રે રસેલ, પેટ કમિંસ, લૉકી ફર્ગ્યૂસન/ ક્રિસ ગ્રીન, શિવમ માવી, વરુણ ચક્રવર્તી, પ્રદીદ્ધ ક્રિષ્ના












Click it and Unblock the Notifications
