For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: જાણો કોણ છે 8 ટીમોના માલિક, તેમની કુલ સંપત્તિ અને હરાજી માટેનું બજેટ

IPL 2020: જાણો કોણ છે 8 ટીમોના માલિક, તેમની કુલ સંપત્તિ અને હરાજી માટેનું બજેટ

|
Google Oneindia Gujarati News

આ વખતે આઈપીએલ 2020ની હરાજી 19 ડિસેમ્બરે કોલકાતામાં થવાની છે. પહેલીવાર કોલકાતામાં હરાજીની પ્રક્રિયા થશે. પિંક બોલ ટેસ્ટના આયોજન બાદ 'સિટી ઓફ જૉય' ભારતીય ક્રિકેટમાં એક વધુ મોટી ઈવેન્ટ માટે તૈયાર થઈ ચૂક્યુ છે. આ સાથે જ આઈપીએલની 8 ટીમો પણ તૈયાર થઈ ચૂકી છે. જેમની પાસે સિઝન 13 માટે સંતુલિત ટીમ સંયોજન માટેનો અંતિમ મોકો છે.

આ હરાજી કરવાની પરફેક્ટ રણનીતિ ટીમ માલિકો પાસે હશે. ચાલો જાણીએ આઈપીએલની 8 ટીમના માલિકો કોણ કોણ છે, તેમની કુલ સંપત્તિ કેટલી છે ? અને હરાજી માટે તેમની પાસે કેટલું બજેટ છે.

1.ચેન્નાઈ સુપર કિંગ્સ

1.ચેન્નાઈ સુપર કિંગ્સ

ચેન્નાઈની આ ટીમ ત્રણ વખત ચેમ્પિયન બની ચૂકી છે. અ આઈપીએલમાં તેની એ સ્થિતિ છે, જે ફૂટબોલમાં બ્રાઝિલ અને ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાની છે. ભલે તેઓ ગમે તેટલા ખરાબ સમયમાં હોય પરંતુ હંમેશા કમબેક કરી શકે છે. ઈન્ડિયા સિમેન્ટ્સ લિમિટેડ આ ટીમના માલિક છે અને BCCIના પૂર્વ પ્રમુખ, ઉદ્યોગપતિ શ્રીનિવાસન આ ટીમને ગાઈડ કરે છે. કંપનીની કુલ સંપત્તિ 80 કરોડ રૂપિયા છે, પરંતુ હરાજીમાં તેમની પાસે માત્ર 14.60 કરોડ રૂપિયાનું બજેટ છે.

2. મુંબઈ ઈન્ડિયન્સ

2. મુંબઈ ઈન્ડિયન્સ

ગત સિઝનના વિનર અને ચાર વખત ચેમ્પિયન રહી ચૂકેલી આ ટીમના માલિક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ છે. આ ટીમના માલિક તરીકે નીતા અંબાણીનું નામ છે, જે મુંબઈ ઈન્ડિયન્સની દરેક મેચમાં હાજર રહે છે. તેમની સંપત્તિ લગભગ 22 બિલિયન છે. પરંતુ મુંબઈ પાસે હરાજીમાં માત્ર 13.05 કરોડ રૂપિયા છે.

3. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

3. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં રમતી આ ટીમની માલિકી (વધારે શૅર) ડિયાજિયો અને યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડના વિજય માલ્યા પાસે છે. આ ગ્રુપની કુલ સંપત્તિ 750 મિલિયન છે. રોયલ ચેલેન્જર્સની પાસે હરાજી માટે 27.90 કરોડ રૂપિયા છે.

4. સનરાઈઝર્સ હૈદરાબાદ

4. સનરાઈઝર્સ હૈદરાબાદ

BCCIએ ડેક્કન ચાર્જર્સને ભંગ કર્યા બાદ આ ટીમનું નિર્માણ થયું હતું. સન ટીવી ગ્રુપના કલાનિધિ મારન આ ટીમના માલિક છે, જેમની માલિકીની ટીવી ચેનલ, રેડિયો સ્ટેશન, અખબાર પણ છે. પરંતુ તેમની પાસે હરાજી માટે 17 કરોડ રૂપિયા જ બચ્યા છે.

5. દિલ્હી કેપિટલ્સ

5. દિલ્હી કેપિટલ્સ

જીએમ રાવ અને JSW સ્પોર્ટ્સના GMR ગ્રુપ આ ટીમના સંયુક્ત માલિક છે, તેમની કુલ સંપત્તિ 270 મિલિયન છે. પરંતુ હાલ JSW પાસે ટીમના 50 ટકા શૅર છે અનેત મનું નામ ડેરડેવિલ્સથી બદલીને કેપિટલ કરી દેવાયું છે.તેમની પાસે હરાજી માટે 27.85 કરોડ રૂપિયા છે.

6. કોલકાતા નાઈટરાઈડર્સ

6. કોલકાતા નાઈટરાઈડર્સ

આ આઈપીએલમાં ચેન્નાઈ સુપરકિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ બાદ સૌથી લોકપ્રિય ટીમ કોલકાતા છે. આ ટીમના માલિક છે બોલીવુડ સુપર સ્ટાર શાહરુખ ખાન. કિંગ ખાન અને જૂહી ચાવલાના પતિ જય મેહતા ટીમના માલિક છે.તેમણએ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ નામની કંપની બનાવી છે જે KKRને મેનેજ કરે છે.આ જૂથની કુલ સંપત્તિ 600 મિલિયન છે. અને હરાજી માટે તેમની પાસે 33.65 કરોડનું બજેટ છે.

7. કિંગ્લ ઈલેવન પંજાબ

7. કિંગ્લ ઈલેવન પંજાબ

આ એક એવી ફ્રેન્ચાઈઝી છે, જેના માલિક તરીકે બોલીવુડના જ એક એક્ટ્રેસનું નામ છે. પ્રીતિ ઝિંટા KPH ડ્રીમ ક્રિકેટ પ્રાઈવેટ લિમિટેડનો જ ભાગ છે, જેમાં નેસ વાડિયા, મોહિત બર્મન અને કરણ પૉલ સામેલ છે. તેમની કુલ સંપત્તિ 30 મિલિયન છે અને આ હરાજીમાં તેમની પાસે સૌથી વધુ 42.70 કરોડ રૂપિયા છે.

8. રાજસ્થાન રોયલ્સ

8. રાજસ્થાન રોયલ્સ

IPL 2008માં ચેમ્પિયન બનેલી આ ટીમને રૉયલ મલ્ટીસ્પોર્ટ લિમિટેડના મનોજ બડાલેએ ખરીદી છે, જેમની કુલ સંપત્તિ 160 મિલિયન રૂપિયા છે. પહેલા આ ટીમની માલિકી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની હતી. તેમની પાસે હરાજી માટે 28.90 કરોડ રૂપિયા બચ્યા છે.

IPL 2020: IPL 2020: ગૌતમ ગંભીર બની શકે છે દિલ્હી કેપિટલ્સના સહ માલિકIPL 2020: IPL 2020: ગૌતમ ગંભીર બની શકે છે દિલ્હી કેપિટલ્સના સહ માલિક

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ipl 2020 these are the owners of 8 teams of ipl know how much money they can use auction
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X