For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2021: શું પંજાબ કિંગ્સના ઑલરાઉન્ડર્સની ફોજ ખિતાબ જીતાવી શકશે?

IPL 2021: શું પંજાબ કિંગ્સના ઑલરાઉન્ડર્સની ફોજ ખિતાબ જીતાવી શકશે?

|
Google Oneindia Gujarati News

કેએલ રાહુલની કપ્તાની વાળી પંજાબ કિંગ્સ પાછલી સિઝનની નાકામી ભૂલી આ વર્ષે પોતાનો પહેલો આઈપીએલ જીતવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. આ સિઝન પહેલાં ટીમે નામ અને જર્સી બંને બદલી નાખ્યાં છે. ઉમ્મીદ છે કે આ બદલાવ ટીમની કિસ્મત બદલનારા સાબિત થશે. આ વર્ષે પંજાબ કિંગ્સ પોતાના આઈપીએલ અભિયાનની શરૂઆત 12 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામેના મેચથી કરશે. આઈપીએલના અત્યાર સુધી રમાયેલા 13 સિઝનમાં પંજાબ ટીમ માત્ર 2014માં ફાઈનલ રમી છે. ત્યારે તેને કોલકાતા નાઈટ રાઈડર્સે હરાવી ખિતાબ જીત્યો હતો. આ ઉપરાંત 2008માં પણ ટીમ છેલ્લી ચાર મેચમાં સમેલ હતી. આ બે મોકા છોડી પંજાબ ક્યારેય લીગમાં સારું પ્રદર્શન નથી કરી શકી. પરંતુ આ વખતે ટીમથી ઘણી ઉમ્મીદો છે. કેમ કે તેમની પાસે સારા ફાસ્ટ બોલર્સ સાથે આ ફોર્મેટમાં ગેમ બદલવાની કાબિલિયત ધરાવતા ઑલરાઉન્ડર્સની ફોજ છે.

punjab kings

પંજાબ કિંગ્સે આ વખતે હરાજીમાં કુલ 9 ખેલાડીઓ ખરીદ્યા છે. જેમાં બે વિદેશી અને બે ભારતના છે. જેમના નામ છે ફેબિયન એલન, મોઈજેસ હેનરિક્સ, જલજ સક્સેના અને ઉત્કર્ષ સિંહ. ફૈબિયન બૉલિંગ ઓલરાઉન્ડર છે. તે અત્યાર સુધી 35 ટી20 રમી ચૂક્યો છે અને તેમાં તેણે 157ના સ્ટ્રાઈક રેટથી 482 રન બનાવવાની સાથે 19 વિકેટ પણ ખેડવી છે. પાછલા વર્ષે તેમને સનરાઈઝર્સ હૈદરાબાદે 50 લાખમાં ખરીદ્યો હતો. પરંતુ તે રમ્યો નહોતો. એલનની સૌથી મોટી ખાસિયત એ છે કે તે નીચલા ક્રમમાં આવી લાંબા શૉટ્સ લાગાવી શકે છે. આ ઉપરાંત ટીમ માટે મધ્યમ ઓવરમાં આકરી બોલિંગ કરી શકે છે. જો કે તેમને લીગમાં રમવાનો બહુ અનુભવ નથી.

હેનરિક્સ અને જલજ ટીમની સૌથી મોટી તાકાત

બીજી તરફ મોઈસેજ હેનરિક્સ ટી20 ફોર્મેટના જબરદસ્ત ખેલાડી છે, તેઓ 213 ટી20માં 3991 રન બનાવવાની સાથે 111 વિકેટ લઈ ચૂક્યા છે. આ વખતે હરાજીમાં પંજાબે તેમને 4.2 કરોડમાં ખરીદ્યો હતો. ટીમને તેમનાથી બહુ ઉમ્મીદો છે અને તેઓ પ્લેઈંગ ઈલેવનનો ભાગ જરૂર હશે. 34 વર્ષના હેનરિક્સને આઈપીએલ રમવાનો ઘણો અનુભવ છે. તેઓ લીગની સાત સિઝનનો ભાગ રહી ચૂક્યા છે. પાછલી વખતે તેઓ 2017માં આઈપીએલ રમ્યા હતા અને બેટથી તેમના માટે તે સિઝન ઘણી સારી રહી હતી. હેનરિક્સે ત્રણ ફીફ્ટી લગાવી હતી. જો ઓવરઓલ આઈપીએલ રેકોર્ડ જોઈએ તો હેનરિક્સે 57 મેચમાં 38 વિકેટ ખેડવવાની સાથે 969 રન બનાવ્યા છે. એવામાં આ વખતે તેઓ આ પ્રદર્શનને રિપીટ કરવાની કોશિશ કરશે.

punjab kings

જલજ સક્સેના ઘરેલૂ ક્રિકેટનું મોટું નામ છે. ઑફ સ્પિનર જલજ અત્યાર સુધી 123 ફર્સ્ટ ક્લાસ મેચમાં 6334 રન બનાવવાની સાથે 347 વિકેટ લઈ ચૂક્યો છે. તેણે 59 ટી20માં 59 વિકેટ ખેરવી છે. તે સતત ત્રણ વર્ષ દેશના બેસ્ટ ઓલરાઉન્ડર રહ્યા છે. આ વર્ષે જાન્યુઆરીમાં રમાયેલ સૈયદ મુશ્તાક અલી ટી20 ટૂર્નામેન્ટમાં પણ જલજે 5 મેચમાં 10 વિકેટ ખેરવી હતી. તેમનો ઈકોનોમી રેટ 6.26 રહ્યો હતો.

ટીમની બેટિંગ લાઈનઅપ મજબૂત છે

પંજાબ કિંગ્સનો બેટિંગ ઓર્ડર આ વખતે ઘણો મજબૂત જોવા મળી રહ્યો છે. પાછલા આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન કેએલ રાહુલ ફોર્મમાં આવી ગયા છે. તેમણે ઈંગ્લેન્ડ સામે વનડે સિરીઝમાં એક સદી અને એક ફીફ્ટી લગાવી હતી. ટી20ના નંબર એક બેટ્સમેન ડેવિડ મલાનના આવવાથી ટીમનો ટોપ ઓર્ડર પણ ખતરનાક થઈ ગયો છે. મિડલ ઓર્ડરમાં ટીમ પાસે નિકોલસ પૂરન, મનદીપ સિંહ, દીપક હુડ્ડા જેવા બેટ્સમેન પણ છે. જ્યારે ઑક્શનમાં ટીમે તમિલનાડુના બેટ્સમેન શાહરુખ ખાનને 20 લાખની બેસ પ્રાઈસથી 20 ગણા વધુ કિંમત આપી 5.25 કરોડમાં ખરીદ્યો હતો. આ ઉપરાંત પંજાબ પાસે ક્રિસ ગેલ છે. તેમણે પાછલી સિઝનમાં 7 મેચ રમી હતી.

punjab kings

બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ સંતુલિત

પંજાબ કિંગ્સનો બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ સંતુલિત જોવા મળી રહ્યો છે. ટીમના બોલિંગ આક્રમણની કમાન મોહમ્મદ શમી સંભાળશે. તેમણે પાછલી વખતે ટીમ માટે સૌથી વધુ 20 વિકેટ ખેરવી હતી. આ ઉપરાંત ટીમ પાસે વધુ બે શ્રેષ્ઠ બોલર છે, જેમને ટીમે ઑક્શનમાં ખરીદ્યા આ બે ખેલાડી ઓસ્ટ્રેલિયાના ઝાય રિચર્ડસન અને રાઈલી મેરેડિથ છે. પંજાબે રિચર્ડસનને બેસ પ્રાઈથી 14 ગણા વધુ કિંમત આપી 14 કરોડમાં ખરીદ્યો છે. રિચર્ડસન આ વર્ષે ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં સૌથી વધુ વિકેટ ખેરવનાર બોલર હતા, જ્યારે મેરેડિથ પણ ઘણી તેજ બોલિંગ કરે છે. તેઓ 37 ટી20માં 47 વિકેટ લઈ ચૂક્યા છે.

પંજાબ કિંગ્સની ફુલ સ્ક્વૉડ

કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ક્રિસ ગેલ, મનદીપ સિંહ, પ્રભસિમરન સિંહ, નિકોલસ પૂરન, સરફરાજ ખાન, દીપક હૂડા, મુરુગન અશ્વિન, રવિ બિશ્નોઈ, હરપ્રીત બરાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, ઈશાન પોરેલ, દર્શન નલકંડે, ક્રિસ જોર્ડન, ઝાય રિચર્ડસન, શાહરુખ ખાન, ડેવિડ મલાન, રાઈલી મેરેડિથ મોઈસેજ હેનરિક્સ, જલજ સક્સેના, ઉત્કર્ષ સિંહ, ફૈબિયન એલન, સૌરભ કુમાર.

IPLમાં એક પણ મેચ નહી રમે શ્રેયસ ઐયર, મળશે 7 કરોડની પુરી સેલેરીIPLમાં એક પણ મેચ નહી રમે શ્રેયસ ઐયર, મળશે 7 કરોડની પુરી સેલેરી

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2021: Alroundrs are strength of Punjab kings, details in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X