For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2021: સ્લો ઓવર રેટને કારણે ધોનીને 12 લાખનો દંડ

IPL 2021: સ્લો ઓવર રેટને કારણે ધોનીને 12 લાખનો દંડ

|
Google Oneindia Gujarati News

આઈપીએલના પહેલા મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હી કેપિટલ્સ સામે આઈપીએલનો પોતાનો પહેલો મેચ રમવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો. મેચમાં ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ખાતું ખોલ્યા વિના જ શૂન્યના સ્કોર પર આવેશ ખાનના બોલ પર ક્લીન બોલ્ડ થઈ ગયા. એક તરફ જ્યાં સીએસકેની ટીમે પહેલી મેચમાં માત વ્હોરી ત્યાં બીજી તરફ કેપ્ટન કુલને સ્લો ઓવર રેટના કારણે દંડ ફટકારવામાં આવ્યો છે.

dhoni

સ્લો ઓવર રેટના કારણે ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આઈપીએલની મીડિયા રિલીઝમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે. મીડિયા રિલીઝમાં કહેવામાં આવ્યું કે, જેમ કે મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ તરફથી આઈપીએલની આ સીઝનમાં આઈપીએલના કોડ ઓફ કંડક્ટ્સ મુજબ સ્લો ઓવર રેટની આ પહેલી ભૂલ છે માટે મહેન્દ્ર સિંહ ધોની પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી ચેન્નઈને પહેલાં બેટિંગ કરવા આમંત્રિત કરી હતી.

પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈની શરૂઆત બહુ ખરાબ થઈ હતી. ઋતુરાજ ગાયકવાડ 5 રન પર તો ફાફ ડૂપ્લેસિસ 0 રન પર આઉટ થઈ ગયા. જે બાદ મોઈન અલી અે સુરેશ રૈનાએ સારી ભાગીદારી નિભાવી અને સ્કોરને આગળ ધકેલ્યો. રૈનાએ 54 જ્યારે મોઈન અલીએ 36 રન બનાવ્યા. જ્યારે રાયડૂએ 23 અને રવિંદ્ર જાડેજાએ 26 રનની ઈનિંગ રમી. જે બાદ સેમ કરને 15 બોલમાં 34 રન બનાવી ટીમને 188 રન સુધી પહોંચાડી દીધી. પરંતુ સીએસકેના 189 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સ ટીમના સલામી બેટ્સમેન પૃથ્વી શૉ અને શિખર ધવને પહેલી વિકેટ માટે 138 રન ખડકી દીધા. ધવને 85 જ્યારે પૃથ્વી શૉએ 72 રનની ઈનિંગ રમી અને મેચને આસાનીથી દિલ્હી ટીમે જીતી લીધો.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2021: Dhoni fined Rs 12 lakh for slow over rate
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X