For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2021: ગૌતમ ગંભીરે કોલકાતા નાઈટ રાઈડર્સની ખામીઓ જણાવી

IPL 2021: ગૌતમ ગંભીરે કોલકાતા નાઈટ રાઈડર્સની ખામીઓ જણાવી

|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝન માટે ગુરુવારે થયેલી હરાજી બાદ પૂર્વ ભારતીય બેટ્સમેન અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમને 2 વખત ચેમ્પિયન બનાવનાર કેપ્ટન ગૌતમ ગંભીરે ટીમને લઈ નિશાન સાધ્યું છે. આઈપીએલ 2021 માટે થયેલી હરાજી દરમ્યાન કોલકાતાની ટીમે શાકિબ અલ હસન, હરભજન સિંહ, કરુણ નાયર સહિત કેટલાક યુવા બેટ્સમેનોને ખરીદવાનું કામ કર્યું છે. જો કે ગંભીરને કેકેઆરની ટીમમાં હજી પણ ખામી જણાઈ રહી છે જેને લઈ તેમણે કહ્યું કે કોલકાતાની ટીમ આગામી સીઝન પહેલાં કેટલાક ભાગોમાં કમજોર જોવા મળી શકે છે જે તેમના માટે પરેશાની ઉભી કરી શકે છે.

gautam gambhir

સ્ટાર સ્પોર્ટ્સ સાથે આઈપીએલ હરાજી 2021 પર વાત કરતાં ગંભીરે કહ્યું કે, કેકેઆરની ટીમ પાસે ભારતીય બેટ્સમેનોની કમજોરી જોવા મળી રહી છે. શુભમન ગિલ અને નિતિશ રાણાને છોડી દઈએ તો ટીમમાં ક્વૉલિટી જોવા નથી મળતી. દિનેશ કાર્તિક પણ નિચલા ક્રમમાં બેટિંગ કરે છે જેને પગલે તેમની પાછલી સિઝન ઘણી ખરાબ રહી હતી. આ કારણે જ કેકેઆરની ટીમ ઈયોન મોર્ગન અને આંદ્રે રસેલ પર ઘણી હદે નિર્ભર જોવા મળે છે.

ગંભીરનું માનવું છે કે જો કેકેઆરે સ્પર્ધામાં બની રહેવું હોય તો આંદ્રે રસેલનું બેટ ચાલવું જરૂરી છે. તેમણે ટૂર્નામેન્ટ જીતવાની જરૂર છે અને પાછલા 6-7 વર્ષોથી આ કરવામાં નિષ્ફળ રહ્યા છે. કેકેઆરની ટીમ કાગળ પર તો સારી લાગે છે પરંતુ નિરંતરતા યથાવત રાખવામાં નિષ્ફળ રહી છે.

ગૌતમ ગંભીરે આગળ વાત કરતા કહ્યું કે, કેકેઆરની ટીમ પોતાની ભારતીય બેટિંગ લઈનઅપમાં સુધારો કરી શકતી હતી, તેઓ કેદાર જાદવનો ઉપયોગ કરી શકતા હતા પરંતુ તેને બદલે અનુભવહીન કરુણ નાયર તરફ ગયા. જ્યારે કેદાર જાદવ મધ્યક્રમમાં તેમને થોડી મજબૂતી આપી શકતા હતા. તેમની પાસે રાહુલ ત્રિપાઠી અને કરુણ નાયર છે પરંતુ નાયર ટૉપ ઓર્ડર માટે શ્રેષ્ઠ બેટ્સમેન છે. આ હિસાબે જોઈએ તો લાગે છે કે કેકેઆરના ગૂટમાં તીરની કમી છે.

પૂર્વ કેકેઆર કેપ્ટને ચર્ચાનો અંત કરતા કહ્યું કે કોલકાતાની ટીમને સિઝનની શરૂઆત પહેલાં કેટલાય સવાલોના જવાબ શોધવા પડશે. તેઓ કોની સાથે ઈનિંગ શરૂ કરશે, શું તેઓ સુનિલ નરીન અને શુભમન ગિલ સાથે જ જશે, આવું કરશે તો શાકિબને રમાડવો મુશ્કેલ થઈ જશે અને મધ્યમ ક્રમ કમજોર થશે. ઈયોન મોર્ગન 4, દિનેશ કાર્તિક 5 અને આંદ્રે રસેલ 6 નંબરે જ બેટિંગ કરશે તો ટીમને મજબૂતી પ્રદાન કરશે.

IPL 2021: જયવર્દન અને ઝાહીર ખાને જણાવ્યુ અર્જુન તેંડુલકરને ટીમમા લેવાનું અસલી કારણIPL 2021: જયવર્દન અને ઝાહીર ખાને જણાવ્યુ અર્જુન તેંડુલકરને ટીમમા લેવાનું અસલી કારણ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2021: Gautam Gambhir points out shortcomings of Kolkata Knight Riders
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X