For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2021, MI vs DC: મેચ પ્રિવ્યૂ, ટીમ ન્યૂઝ, ડ્રીમ 11, પ્લેઈંગ Xi

IPL 2021, MI vs DC: મેચ પ્રિવ્યૂ, ટીમ ન્યૂઝ, ડ્રીમ 11, પ્લેઈંગ Xi

|
Google Oneindia Gujarati News

દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 એપ્રિલે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પોતાનો ચોથો મુકાબલો રમવા માટે ઉતરશે. બંને ટીમ સારા ફોર્મમાં છે અને તેમણે અત્યાર સુધીના 3માંથી 2 મુકાબલા જીત્યા છે. મુંબઈની ટીમ પોતાના પાછલા બે મેચ સતત જીતી છે. જો ફોર્મની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સની ટીમના બેટ્સમેન મુંબઈ પર ભારી પડતા જોવા મળી રહ્યા છે કેમ કે રોહિત શર્મા એન્ડ કંપની પોતાના પાછલા બે મેચ માત્ર બોલર્સની દમ પર જ જીતી શકી છે. આ દિલ્હીના બેટ્સમેનોએ મુંબઈના 2 સૌથી ઘાતક બોલર જસપ્રીત બુમરાહ અને ટ્રેંટ બોલથી બચીને રહેવું પડશે કેમ કે તેઓ ડેથ ઓવરમાં કમાલ દેખાડી રહ્યા છે.

દિલ્હી કેપિટલ્સની ટીમ હાલ પોતાના ટૉપ ઓર્ડરના બેટ્સમેનના શાનદાર ફોર્મને એન્જોય કરી રહી છે કેમ કે તેમણે પંજાબ કિંગ્સના આપેલા 190 પ્લસના ટાર્ગેટને પણ આ મેદાનમાં જ ચેજ કર્યો હતો. ત્યારે આવો જોઈએ આ મુકાબલામાં બંને ટીમની પ્લેઈંગ ઈલેવન કેવી હોય શકે છે અને Dream 11 ટીમના કયા ખેલાડીઓ લઈ શકાય.

ટીમ ન્યૂઝઃ દિલ્હી કેપિટલ્સ

ટીમ ન્યૂઝઃ દિલ્હી કેપિટલ્સ

દિલ્હી કેપિટલ્સની ટીમ પંજાબ વિરુદધ ઘણા મોટા લક્ષ્યનો પીછો કરતાં ઘણી તાકાતવર જોવા મળી હતી. શિખર ધવને બહુ શાનદાર ઈનિંગ રમી હતી અને 92 રન બનાવી પોતાની ટીમને લીડ અપાવી હતી. ધવન સાથે આ ટીમ માર્કસ સ્ટોઈનનિસનું ફોર્મ પાછું આવતાં બહુ ખુશ જોવા મળી રહી છે કેમ કે આ ખેલાડી પોતાની પાછલી સિઝનના પ્રદર્શનનો પડછાયો પણ નહોતો લાગી રહ્યો. પરંતુ હવે એવું લાગે છે કે ધીરે ધીરે માર્કસ સ્ટોઈનિસ રંગમાં આવી રહ્યા છે અને જો તેઓ રૌદ્ર રૂપમાં રમવાનું ચાલુ રાખે છે તો દિલ્હી કેપિટલ્સ પાછલી સિઝનની જેમ લાંબી સફર ખેડશે. સ્ટીવ સ્મિથને એક મોકો આપવો જોઈએ કેમ કે પાછલી વખતે તેઓ માત્ર 9 રનમાં જ આઉટ થઈ ગયા હતા. આ ઉપરાંત દિલ્હી કેપિટલ્સની ટીમ પોતાની પાછલી સિઝનની સફળતાના 2 મુખ્ય ફાસ્ટ બોલર સાથે ઉતરવા માંગશે જેઓ છે- કગિસો રબાડા અને એનરિક નોર્ખિયા. જો આવું થાય તો ક્રિસ વૉક્સને બહાર જવું પડી શકે છે.

ટીમ ન્યૂઝઃ મુંબઈ ઈન્ડિયન્સ

ટીમ ન્યૂઝઃ મુંબઈ ઈન્ડિયન્સ

મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં તમને બહુ વધુ બદલાવ જોવા નહિ મળે કેમ કે સામાન્ય રીતે ઘણી સેટ ટીમ મનાય છે. જો કે તેમના બેટ્સમેન કંઈ ખાસ નથી કરી શકતા એવામાં તેમના બેટિંગ ક્રમમાં બદલાવ થઈ શકે છે. મુંબઈ ઈન્ડિયન્સે160થી વધુનો સ્કોર કર્યો જ નથી. અત્યાર સુધી પોતાની બોલિંગના દમ પર જ મુંબઈ જીતતી આવી છે.

MI vs DC Playing Xi

MI vs DC Playing Xi

દિલ્હી કેપિટલ્સઃ શિખર ધવન, પૃથ્વી શૉ, સ્ટીવ સ્મિથ, ઋષભ પંત, માર્કસ સ્ટોઈનિસ, લલિત યાદવ, લુકમાન મેરીવાલા, ક્રિસ વોક્સ/ એનરિક નાર્જે, આર અશ્વિન, આવેશ ખાન, કગિસો રબાડા.

મુંબઈ ઈન્ડિયન્સઃ ક્વિંટન ડી કૉક, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, કિરોન પોલાર્ડ, ક્રુણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા, એડમ મિલ્ને, રાહુલ ચહર, જસપ્રીત બુમરાહ, ટ્રેંટ બોલ્ટ.

ડ્રીમ 11

ડ્રીમ 11

રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, માર્કસ સ્ટોઈનિસ, કીરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, ટ્રેંટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ

IPL 2021: MI સામેના મુકાબલા પહેલાં દિલ્હી માટે ગુડ ન્યૂઝ, ઈશાંત શર્મા થયા ફિટIPL 2021: MI સામેના મુકાબલા પહેલાં દિલ્હી માટે ગુડ ન્યૂઝ, ઈશાંત શર્મા થયા ફિટ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2021, MI vs DC: Match Preview, Team News, Dream 11, Playing Xi. મેચ પ્રિવ્યૂ, ટીમ ન્યૂઝ, ડ્રીમ 11, પ્લેઈંગ Xi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X