IPL 2022: વોર્નર - પોવેલની પાવરફુલ ઇનિંગ, દિલ્હીએ બનાવ્યા 207 રન
આઈપીએલની 50મી લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (DC vs SRH) એકબીજા સામે છે. વર્તમાન સિઝનમાં બંને ટીમો પ્રથમ વખત આમને-સામને છે. સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાન
આઈપીએલની 50મી લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (DC vs SRH) એકબીજા સામે છે. વર્તમાન સિઝનમાં બંને ટીમો પ્રથમ વખત આમને-સામને છે. સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટીંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 207 રન બનાવ્યા હતા.

દિલ્હીને મનદીપ સિંહના નામે પહેલી ઓવરમાં જ ઝટકા બાદ વોર્નરે બાજી સંભાળી હતી. વોર્નરે 58 બોલમાં 92 રન બનાવ્યા હતા. વોર્નરે 12 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ ઉપરાંંત મિશેલ માર્શ 7 બોલમાં 10 રન, રિષભ પંત 16 બોલમાં 26 રન તથા રોવમેન પોવેલે 35 બોલમાં 67 રન બનાવ્યા હતા.












Click it and Unblock the Notifications
