IPL 2023: BCCIએ ક્વોલિફાયર્સ, એલિમિનેર અને ફાઇનલનુ શિડ્યુલ કર્યુ જાહેર, આ મેદાનો પર રમાશે

BCCIએ IPL 2023 માટે મોટી જાહેરાત કરી છે. પ્લેઓફમાં રમનારી ચાર ટીમોના નામ હજુ જાહેર થયા નથી. પરંતુ આઈપીએલની છેલ્લી ચાર મેચ ક્યાં રમાશે તે અંગે શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.

IPL 2023

BCCIએ IPL પ્લેઓફ મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે. તમામ મેચ ચેન્નાઈ અને અમદાવાદ એમ બે સ્થળોએ રમાશે. પ્રથમ ક્વોલિફાયર મેચ 23 મેના રોજ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે જ્યારે બીજી ક્વોલિફાયર મેચ 26 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

ચેન્નાઈ ફરી 24 મેના રોજ એલિમિનેટરનું આયોજન કરશે, જ્યારે ફાઈનલ અમદાવાદમાં રમાશે. ચાહકો પહેલેથી જ ફાઈનલ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમામ ટીમોના ચાહકો તેમના ખેલાડીઓને ફાઇનલમાં રમતા જોવા માંગે છે. પરંતુ ફાઇનલમાં પહોંચેલી ટીમોની તસવીરો થોડા દિવસોમાં સ્પષ્ટ થશે.

ગત વખતની જેમ આ સિઝનમાં પણ આઈપીએલમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. 31 માર્ચથી શરૂ થયેલી લીગ તબક્કાની મેચો 21 મે સુધી રમાશે, ત્યારબાદ ક્વોલિફાયર, એલિમિનેટર અને ફાઈનલ મેચો શરૂ થશે. ગુજરાત અને રાજસ્થાન ગત વખતે ફાઈનલ મેચ રમ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X