IPL 2023 DC vs KKR: વોર્નરની ફિફ્ટી, દિલ્હીની 4 વિકેટે જીત
IPL 2023ની 28મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (DC vs KKR) વચ્ચે રમાવા જઇ રહી છે. બંને ટીમો દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સામસામે છે. પ્રથમ બેટીંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 127 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીએ 19.2 ઓવરમાં 128 રન બનાવી સિઝનની પોતાની પ્રથમ જીત નોંધાવી હતી.

નાનો સ્કોર કરવા છતા કોલકાતાની ટીમે દિલ્હીને સારી ટક્કર આપી હતી. કોલકાતા દિલ્હીની 6 વિકેટ લેવામાં સફળ રહ્યું હતુ. નાનો સ્કોર હોવાથી કોલકાતા ડિફેન્ડ કરી શક્યું ન હતુ. આ જીત સાથે દિલ્હીએ સિઝનની પ્રથમ જીત નોંધાવી હતી.
વરસાદના કારણે મોડા શરૂ થયેલી મેચમાં કોલકાતાના બેટ્સમેનો નિષ્ફળ રહ્યાં હતા. કોલકાતાએ ધડાધડ વિકેટો ગુમાવી માત્ર રન બનાવી શક્યું હતુ. આ સાથે હવે દિલ્હીને પ્લેઓફમાં જવા માટેનો માર્ગ મોકળો થતો દેખાઇ રહ્યો છે. સતત 5 હાર બાદ જો આ મેચ દિલ્હી જીતશે તો એ ટુર્નામેન્ટમાંથી આઉટ થવાથી બચી જશે.
દિલ્હી તરફથી બોલિંગ કરતા ઇશાંત શર્માએ 2 વિકેટ, એનરિક નોર્તજેએ 2 અક્ષર પટેલે 2 તથા કુલદીપ યાદવે 2 વિકેટ લીધી હતી. આ ઉપરાંત મુકેશ કુમારને પણ એક વિકેટ મળી હતી.












Click it and Unblock the Notifications
