Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 2023 Final : મળો ફાઇનલના સાત હીરોને, જેમણે જીતી લીધું દર્શકોનું દિલ

IPL 2023 Final : આઇપીએલની 16 સિઝન ચેન્નાઇએ જીતી લીધી છે. આઇપીએલના ફાઇનલ મેચમાં ગુજરાતને ચેન્નાઇએ 5 વિકેટ હરાવ્યું છે. ચેન્નાઇ દસમી વાર ફાઇનલમાં પહોંચ્યું હતું, અને આ તેનું પાંચમુ ટાઇટલ હતું. ચેન્નાઇના તમામ ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું હતું.

કુલ 35 ઓવરની આ મેચમાં 7 ખેલાડીઓએ શાનદાર પરફોમન્સ કરી ચાહકોના દિલ જીતી લીધા હતા. આજે આ અહેવાલમાં 7 ખેલાડીઓ વિશે જાણીશું.

IPL 2023 Final

રવિન્દ્ર જાડેજા - જાડેજાએ આ મેચમાં પ્રથમ બોલે જ કમાલ કરી બતાવ્યો હતો. ગુજરાતની ટીમ પાવરપ્લેમાં 62 રન બનાવીને જંગી સ્કોર તરફ આગળ વધી રહી હતી. આવી સ્થિતિમાં જાડેજાએ આ સિઝનના સૌથી સફળ બેટ્સમેન શુભમન ગિલની વિકેટ લીધી હતી. જે બાદગુજરાતનો રન રેટ થોડો ધીમો પડ્યો હતો.

આ પછી જ્યારે તેને બેટિંગ કરવાની તક મળી, ત્યારે ચેન્નાઈને જીતવા માટે 13 બોલમાં 22 રનની જરૂર હતી. તેણે તેના પ્રથમ ચાર બોલમાં માત્ર પાંચ રન બનાવ્યા હતા, પરંતુ મેચના છેલ્લા બે બોલમાં જ્યારે ચેન્નાઈને જીતવા માટે 10 રનની જરૂર હતી, ત્યારે તેણે એક સિક્સર અને એક ફોર ફટકારીને પોતાની ટીમને ચેમ્પિયન બનાવી હતી.

ડેવોન કોનવે - આ મેચમાં જ્યારે ડેવોન કોનવે પહેલો બોલ રમ્યો, ત્યારે ચેન્નાઈને જીતવા માટે 84 બોલમાં 161 રનની જરૂર હતી. આવી સ્થિતિમાં કોનવેએ પોતાના બીજા બોલ પર એક્સ્ટ્રા કવર પર સિક્સર ફટકારીને પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો અને ભવિષ્યમાં પણ તે જ લયમાં રમ્યો.

તેણે 25 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 47 રનની ઇનિંગ રમી હતી. સાતમી ઓવરમાં આઉટ થતા પહેલા તે ટીમના સ્કોર 78 રન સુધી પહોંચાડી ચૂક્યો હતો અને અહીંથી બાકીના બેટ્સમેનો માટે રસ્તો સરળ બની ગયો હતો.

અંબાતી રાયડુ - 37 વર્ષીય રાયડુ, જ્યારે તેની છેલ્લી IPL મેચ રમી રહ્યો હતો, જ્યારે બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યો, ત્યારે ચેન્નાઈનો સ્કોર 117/3 હતો. જીતવા માટે ટીમને 31 બોલમાં 54 રનની જરૂર હતી. આક્રમક બેટિંગ કરી રહેલો રહાણે આઉટ થઈ ગયો હતો અને બીજા છેડે ઊભેલો દુબે લયમાં ન હતો.

આ સમયે દુબે 11 બોલમાં 12 રન બનાવીને રમી રહ્યો હતો. પ્રથમ બોલમાં એક રન લેનાર રાયડુએ પછીના છ બોલમાં બે છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 18 રન બનાવ્યા હતા. તેણે આઠ બોલમાં 19 રન બનાવ્યા હતા. જ્યારે તે આઉટ થયો, ત્યારે ચેન્નાઈનો સ્કોર 149 હતો અને જીતવા માટે 14 બોલમાં 22 રનની જરૂર હતી.

અજિંક્ય રહાણે - ટેસ્ટ સ્પેશિયાલિસ્ટનું બિરુદ મેળવનારો અજિંક્ય રહાણેએ આ IPLમાં બતાવ્યું છે કે, તે T20માં કેવો શાનદાર બેટ્સમેન છે. તે આ સિઝનમાં શ્રેષ્ઠ સ્ટ્રાઈક રેટ ધરાવતા ખેલાડીઓમાં સામેલ હતો. ફાઈનલ મેચમાં તેણે ચોથા નંબર પર શાનદાર ઈનિંગ રમી હતી, જ્યારે તે બેટિંગ કરવા આવ્યો, ત્યારે ચેન્નાઈનો સ્કોર 78/2 હતો.

ઋતુરાજ અને કોનવે 74 રનની ભાગીદારી નોંધાવ્યા બાદ એક જ ઓવરમાં આઉટ થયા હતા. બીજા છેડે ઉભેલા શિવમ દુબેએ માત્ર એક જ બોલ રમ્યો હતો. આવી સ્થિતિમાં રહાણેએ તેના બીજા બોલમાં સિક્સર ફટકારીને સ્પષ્ટ કરી દીધું કે, તે ફાઇનલમાં પણ ધમાલ મચાવશે. તેણે 13 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 27 રન બનાવ્યા હતા. જ્યારે તે આઉટ થયો, ત્યારે ચેન્નાઈનો સ્કોર 117 રન હતો.

સાઈ સુદર્શન - આઈપીએલ 2022માં માત્ર 20 લાખમાં વેચાયેલા, સુદર્શનને આખી સિઝનમાં બેટિંગ કરવાની વધુ તક મળી ન હતી. આ મેચમાં પણ તે ઈમ્પેક્ટ પ્લેયરની જગ્યાએ રમી રહ્યો હતો. કારણ કે, બીજા દાવમાં તેની જગ્યાએ ટીમમાં સામેલ જોશ લિટલ ગુજરાતની ટીમનો નિયમિત સભ્ય હતો.

ગિલના આઉટ થયા બાદ સુદર્શન બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે પ્રથમ ઇનિંગ સંભાળી હતી. તેણે રિદ્ધિમાન સાહા સાથે બીજી વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી હતી. પ્રથમ 12 બોલમાં માત્ર 10 રન બનાવનારા સુદર્શને સેટ થયા બાદ ગિયર્સ બદલ્યા હતા.

તેણે 33 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને પછીના 13 બોલમાં 44 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં આઠ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. તેની શાનદાર ઇનિંગ્સના કારણે ગુજરાતની ટીમ 214 રન બનાવી શકી હતી.

નૂર અહેમદ - ફાઈનલ મેચમાં નૂર બોલિંગ કરવા આવ્યો, ત્યાં સુધીમાં ચેન્નાઈની ટીમે ચાર ઓવરમાં 52 રન બનાવી લીધા હતા. તેણે તેની પ્રથમ ઓવરમાં માત્ર છ રન આપ્યા અને બેટ્સમેનો પર દબાણ બનાવ્યું હતું. તેની બીજી ઓવરની શરૂઆત પહેલા ચેન્નાઈનો સ્કોર 72/0 હતો અને ઓવરના અંત સુધીમાં સ્કોર 78/2 હતો.

નૂરે ચેન્નાઈના સેટ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે બંનેને આઉટ કરીને મેચ પર ગુજરાતની પકડ મજબૂત કરી હતી. તેની છેલ્લી ઓવરમાં પણ તેણે માત્ર પાંચ રન આપ્યા હતા.

આ મેચમાં ચેન્નાઈએ 15 ઓવરમાં 171 રન બનાવ્યા હતા, પરંતુ નૂરે ત્રણ ઓવરમાં માત્ર 17 રન આપ્યા હતા અને બે સેટ બેટ્સમેનોને પણ આઉટ કર્યા હતા. આ મેચમાં ગુજરાતના પાંચ બોલરોએ 72 બોલમાં 154 રન આપી દીધા હતા અને ત્રણ વિકેટ ઝડપી હતી. આવા સમયે નૂરે 18 બોલમાં માત્ર 17 રન આપ્યા અને બે વિકેટ લીધી હતી.

મોહિત શર્મા - ગત સિઝનમાં ગુજરાતના નેટ બોલર રહેલા મોહિત શર્માએ આ સિઝનમાં અદ્ભુત પ્રદર્શન કર્યું હતું અને ફાઇનલમાં પણ પોતાની ટીમને ચેમ્પિયન બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો.

ફાઈનલ મેચમાં ચેન્નાઈ 112/2 પર હતી, જ્યારે કેપ્ટન હાર્દિકે મોહિતને બોલ સોંપ્યો હતો. રહાણે તોફાની બેટિંગ કરી રહ્યો હતો.

આવી સ્થિતિમાં મોહિતે ઓવરના પાંચમા બોલ પર રહાણેને આઉટ કર્યો અને માત્ર છ રન આપ્યા હતા. તેની બીજી ઓવરના પ્રથમ ત્રણ બોલમાં 16 રન આપ્યા બાદ તેણે પછીના બે બોલમાં રાયડુ અને ધોનીને પેવેલિયન મોકલી દીધા હતા.

છેલ્લી ઓવરમાં 13 રનનો બચાવ કરતા મોહિતે ચાર બોલમાં માત્ર ત્રણ રન આપ્યા અને ગુજરાતને જીતના ઉંબરે લઈ ગયા, પરંતુ જાડેજાએ છેલ્લા બે બોલમાં 10 રન બનાવીને ગુજરાત પાસેથી મેચ છીનવી લીધી અને મોહિતની મહેનત પર પાણી ફરી વળ્યું હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X